________________
કળશ- ૨૧૨
૩૩૫
થાય છે તો એ પર્યાય તો એમાં સરખી થાય છે માટે એ તો દ્રવ્યમાંથી સરખી આવે છે. એમ કહેવું એ પણ વ્યવહાર છે.
મુમુક્ષુ - દ્રવ્યમાંથી આવે તો ત્યાં શુદ્ધ આવે અને અહીં અશુદ્ધ આવે એનું શું કારણ?
ઉત્તર :- એ બધું સ્વતંત્ર છે. અહીં પર્યાય આવે એ સ્વતંત્ર, ત્યાં આવે એ સ્વતંત્ર. અહીં તો એમ કે, ભિન્ન ભિન્ન આવે છે માટે દ્રવ્ય-ગુણમાંથી નહિ, તો ત્યાં તો સરખી આવે છે, એમ કહે છે એ. છે ને, એ તો ખ્યાલ છે ને, તમારા પ્રશ્ન મને ખબર નથી? સમજાણું કાંઈ? તે દિ દલીલ આપી હતી. અહીં બધા પંડિતો ભેગા થયા હતા ને? (સંવત) ૨૦૦૩ની સાલમાં ૩૩ મોટા પંડિતો બહારથી આવ્યા હતા. બનારસના ભણેલા ને બધા (આવેલા). વિદ્વત પરિષદ ભેગી કરી હતી. તે એક “મહેન્દ્ર છે એ નહોતો માનતો, સર્વજ્ઞને ન માને તો એને કહ્યું હતું કે, જુઓ! ભઈ! એક પરમાણુમાં આ જે ભિન્ન ભિન્ન જાત આવે છે એ પોતાથી પર્યાય આવે છે, પરથી નહિ. જો પરથી હોય, દ્રવ્યથી હોય તોપણ નહિ. કેમકે દ્રવ્ય છે એ વસ્તુ સામાન્યરૂપ એક સ્થિતિ છે અને એક સ્થિતિમાંથી પર્યાય તો એકસરખી આવવી જોઈએ. એકસરખી સ્થિતિ નથી એટલા સિદ્ધાંતથી સમજો કે એ પર્યાય પર્યાયથી થાય છે. તે દિ ચર્ચા ચાલી હતી. ૨૦૦૩ની સાલ. ૩૧ વર્ષ થયા. ઘણા પંડિતો અહીં ભેગા થયા હતા ને? બોલાવ્યા હતા. વિદ્વત પરિષદ બોલાવી હતી. અમે ક્યાં બધે બહાર ફરવા જઈએ, બધાને અહીં બોલાવ્યા હતા. આહાહા.! ઈ એક સર્વજ્ઞને નહોતા માનતા. એ તો વર્તમાનમાં જે કંઈ હોય એની વિશેષતા જેને વિશેષ હોય તે સર્વજ્ઞ. એમ નથી. ભગવાન આત્માનો સ્વભાવ જ સર્વજ્ઞ છે. જેમ પીપરમાં ચોસઠ પહોરી તીખાશ ભરેલી છે. ચોસઠ પહોરી એટલે રૂપિયો સોળ આના પૂરી. પ્રગટ થતાં પણ પૂરી ચોસઠ પહોરી તીખાશ પ્રગટ થાય. એમ ભગવાન આત્મામાં જ્ઞાનસ્વભાવ, જ્ઞાનસ્વભાવ, જ્ઞાનસ્વભાવ પૂરો ભર્યો છે. એને જ્ઞાયકભાવ કહો, જ્ઞ-સ્વભાવી કહો, સર્વજ્ઞ સ્વભાવી કહો એ એક જ વસ્તુ છે. એવા સર્વજ્ઞ સ્વભાવમાં અંતર એકાગ્ર થતાં, જેમ ઓલી ચોસઠ પહોરી શક્તિ લીંડીપીપરમાં છે, એને ઘૂંટવાના નિમિત્તથી બહાર આવે છે. એમ અહીંયાં અંતરમાં શક્તિ છે તેમાં અંતર એકાગ્રતા થવાથી બહાર આવે છે. આહાહા...! આવી વાત. વાતે વાતે ફેર બધો દુનિયાથી. સમજાણું કાંઈ? આખી દુનિયાની ખબર નથી?
ભગવાન તો આમ કહે છે, સર્વજ્ઞ પરમાત્મા એમ કહે છે. આહાહા. પર્યાય દ્રવ્યમાંથી આવે છે. દ્રવ્યમ્ ગચ્છતિ, ન આવ્યું? “સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર માં આવે છે ને? ક્રમબદ્ધમાં. દ્રવ્ય છે તે દ્રવે છે, તે પર્યાય તે તે તત્ત્વની છે એમ કરીને ક્રમબદ્ધ સિદ્ધ કર્યું છે. પણ એ તો એની પર્યાયને સિદ્ધ કરતાં એની પર્યાય છે એમ સિદ્ધ કરવું છે. જીવની પર્યાય જીવની છે, અજીવની પર્યાય અજીવની છે. દ્રવે છે, દ્રવ્ય દ્રવે છે એ એની પર્યાય છે એમ કીધું છે, પણ દ્રવે છે એ પર્યાય પણ સ્વતંત્ર છે. દ્રવ્યમાંથી આવે છે એમ કહેવું એ પણ