________________
૩૩૬
ભેદથી વાત છે. આહાહા..! ઝીણું બહુ આમાં.
સ્વતંત્ર દ્રવ્યની પર્યાય અને ગુણ-દ્રવ્યને જ્યાં સુધી જાણે નહિ ત્યાં સુધી એની પરાધીનતા મટે નહિ અને સ્વતંત્ર પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે તો તેના દ્રવ્ય ઉપર લક્ષ જાય તે પણ પર્યાયના જોરે લક્ષ જાય, એ પર્યાયના જોરથી જાય એ પર્યાય નિર્મળ થાય, પોતાને કારણે. આહાહા..! પ્રવચનસાર’ ૧૦૧ ગાથાનું કહ્યું નહિ? ચૈતન્યવસ્તુ ભગવાન પરિપૂર્ણ પરમાત્મ સ્વરૂપ. આ તો ઘણા વર્ષથી ચાલે છે. ૪૩ વર્ષ તો અહીં થયા. ચાલીસ અને ત્રણ. પીસ્તાળીશ વર્ષે અહીં આવ્યા હતા, ૮૮ થયા. આહાહા...!
મુમુક્ષુ :– ગુરુદેવ! વાત અટપટી લાગે છે કે, અંદ૨માંથી બહાર આવે અને પાછો કહો કે વ્યવહાર, તો પછી નિર્ણય શું કરવો?
ઉત્તર ઃ- એ બહાર આવવાનો અર્થ શું? કે, અંદર શક્તિ હતી તે આવી છે, એમ એટલું બતાવવા. પણ આવી છે પોતાને કારણે. આહા..! ભાષા તો એમ જ આવે ને? કે, પર્યાય નહોતી ને થઈ ચાંથી? એમ. કે, દ્રવ્યમાં શક્તિરૂપે હતી. ઝીણી વાત છે. ચાંનું ક્યાં ચાલ્યું જાય છે!
એ આત્મા વસ્તુ છે એમાં આ જ્ઞાનગુણ સ્વભાવ છે એમાં આ પર્યાય આવવાની છે એવી યોગ્યતા અંદર પડી જ છે. ભગવાન તો જાણે છે કે આ પર્યાય બહાર આવશે. ત્યાં તો ગુણરૂપ છે પણ એનો એક અંશ છે એ આ બહાર આવશે, એવું ભગવાનના જ્ઞાનમાં જણાય છે. અરેરે..! આવો ધર્મ મોંઘો. ઓલું દયા પાળવી ને વ્રત કરવા સહેલુંસટ હતું. મરી જઈશ, રખડશે. તત્ત્વની વસ્તુ જેવી છે તેનું હજી જ્ઞાન અને યથાર્થ પ્રતીતિ નહિ કરે ત્યાં ધર્મ ક્યાં હતો? ધૂળમાં. ભક્તિ કરે ને મંદિરો બનાવે, કરોડો રૂપિયા ખર્ચે એમાં ધર્મ ક્યાં હતો ત્યાં? આહાહા..!
કલશામૃત ભાગ-૬
ધર્મ એટલે આત્માનો સ્વભાવ ભગવાન શાન, આનંદ એ સ્વભાવ પર્યાયમાં આવે છે એમ કહેવું એક અપેક્ષિત વાત છે. કેમકે એ જાતની (પર્યાય) આવી એટલે એમાંથી આવી એમ કહેવામાં આવ્યું, બાકી પર્યાય સ્વતંત્ર છે, ધ્રુવની પણ અપેક્ષા નથી. ઓહોહો..! મુમુક્ષુ :- દ્રવ્ય-ગુણમાંથી નથી આવતી, પર્યાયશક્તિમાંથી પર્યાય આવે છે.
ઉત્તર ઃ- પર્યાયશક્તિ ક્યાં લીધી છે? એ જ પર્યાયમાંથી પર્યાય, એ જ પર્યાયમાંથી પર્યાય (થાય). આહાહા..! બહુ લાંબુ કરવા જઈએ તો.. દુનિયાવાળાને પાગલ જેવું લાગે. બધી ખબર છે. આહાહા..!
અમારી દુકાન ત્યાં હતી. સત્તર વર્ષની ઉંમરથી બાવીસ વર્ષ, પાંચ વર્ષ ધંધો કર્યો હતો. ઉઘરાણી માટે જાતા તો અમને તો એ વખતે નાની ઉંમર પણ દુકાન અમારી એટલે શેઠ.. શેઠ કહે, અમને બધાને નાની સત્તર વર્ષની ઉંમરથી શેઠ કહેતા. દુકાનનો ધંધો હતો, પિતાજીની દુકાન હતી. માલ લેવા જઈએ તો (એમ કહે), આવો શેઠ, આવો શેઠ, આવો