________________
કળશ- ૨૧૨
૩૩૭
શેઠ. હવે શેઠનું શું હતું? આહાહા. એ બધા ધંધા-બંધા પાપના ભાવ હતા. સમજાણું કાંઈ? આહાહા.. તે દિ પછી પૈસા આવતા ને? તો એ વખતે કોઈ વખતે એકલા જ ગયા હોઈએ અને રસ્તામાં કોઈ ચોર મળે તો? પછી ઓલી છત્રી હોય ને? છત્રી. રૂપિયા હોય એને સળિયામાં ઉપર નાખીએ. શું કીધું? આ છત્રીના સળીયા હોય ને? આમ સાધારણ તડકો હોય તો ઉઘાડી રાખીએ પણ ઓલા સળિયા હોય ને? એમાં રાખીએ એટલે કોઈ ચોર આવી જાય તો ખબર ન પડે). ગુંજા-બુંજા તપાસે તો એમાં હોય નહિ હોય ત્યાં ઉપર સળિયામાં). પણ કોઈ દિ એવું કોઈ મળ્યું નથી. અમારી છાપ બધી એવી જ હતી ને! તે દિ રૂપિયા જ હતા ને, તે દિ ક્યાં નોટું-બોટું હતી? રોકડા હતા. માથે નાખી દઈએ, સળિયામાં ઉપર નાખી દઈએ. એટલે છત્રી રાખીએ આમ ને આમ કહે છે, એ બધી ખોટી વાત છે. છત્રી ઉપર રહ્યું છે એ રૂપિયો ખોટો. રૂપિયાની પર્યાય છત્રીને આધારે રહી છે એ ખોટું. આહાહા...!
“નિયમથી પોતાના સ્વરૂપે (દરેક ચીજ છે....” આમ લેવું. જોયું? પરમાણુ કે આત્માઓ દરેક વસ્તુ પોતાના સ્વરૂપથી છે. પરસ્વરૂપથી નથી અને પરસ્વરૂપપણે થતી નથી. આહાહા.! આ સિદ્ધાંત આખો મોટો. “સ્વમાનિયાં' છે ને? “નિયમથી પોતાના સ્વરૂપે છે એવું અનુભવગોચર થાય છે.” જુઓ! જ્ઞાનમાં તો એમ પ્રત્યક્ષ જણાય છે કે, દરેક વસ્તુ પોતાને લઈને છે. આહાહા...! આ પુસ્તક છે એ આને આધારે છે એમ અમને દેખાતું નથી, એમ કહે છે. એનો પોતાનો જ આધારનો સ્વભાવ છે માટે પોતાને આધારે ત્યાં રહ્યું છે. પાગલ કહે કે નહિ? દુનિયા પાગલ છે, દુનિયાને તત્ત્વની ખબર નથી. સમજાણું કાંઈ? શું કહ્યું આ?
જે કોઈ જીવદ્રવ્ય..” અને પુદ્ગલ વસ્તુ ઈત્યાદિ છે તે બધું... “સ્વમાનિયત આહાહા નિયમથી પોતાના સ્વરૂપે છે એવું.” જ્ઞાનમાં જણાય છે. અનુભવગોચર એટલે ઈ. આહાહા.! કુંભાર ઘડાને અડતો નથી અને ઘડો થાય છે એ માટીથી થાય છે. કુંભારનો હાથ માટીને અડ્યોય નથી. આહાહા.! આ તે કંઈ વાત! એકના અસ્તિત્વમાં બીજાનું અસ્તિત્વ ત્યાં આવતું નથી. આવ્યા વિના અડે છે એ ક્યાંથી થયું? આહાહા! દરેક દ્રવ્યનો સ્વભાવ નિયમ છે કે પોતાના દ્રવ્યરૂપે છે, શક્તિરૂપે છે). શક્તિરૂપે–ગુણરૂપે છે અને એની વર્તમાન પર્યાયરૂપે છે, બસ. આ સ્વભાવનિયમ છે. સ્વભાવની નિશ્ચય સ્થિતિ જ આ છે. આહાહા.! કહો!
આ કપડુ છે, જુઓ! આમ થાય છે. કહે છે, એને આંગળીએ કર્યું નથી. આંગળી એને અડી જ નથી. કેમકે દરેક દ્રવ્ય પોતાના સ્વરૂપે છે તો એના સ્વરૂપે એ છે, આના સ્વરૂપે આ છે. આને લઈને આમ થયું છે એમ વાત છે નહિ. “ઝાંઝરીજી આવી વાતું છે. આ તો પદાર્થવિજ્ઞાનનું વિજ્ઞાન છે, બાપા આહાહા.! અને એ સ્થિતિ એવી રીતે સ્વતંત્ર છે એમ જ્યાં સુધી ન માને ત્યાં સુધી ભ્રમણા છે. આહાહા...!