________________
૩૩૮
કિલશામૃત ભાગ-૬
આ શબ્દમાં બધું આવી જાય છે-“સ્વમાનિયત ફ9તે અહીંથી લેવું. જગતના બધા પદાર્થોમાં જે તેનો-ગુણ-પર્યાયનો સ્વભાવ છે તે પ્રમાણે “પુષ્યતે' નામ જાણવું જોઈએ. અનુભવગોચર થાય છે એમ જ છે. આહાહા...! આ તો ખડીની ગાથા પછીનો શ્લોક છે. ખડી ભીંતને ધોળી કરતી નથી. એ તો પોતે ધોળી થઈ છે આમ. ભીંત તો ભીંતરૂપે રહી છે. ભીંતના અસ્તિત્વમાં ધોળાપણાનું અસ્તિત્વ-હયાતી અંદર પેઠી નથી. લોજીકથી. ન્યાયથી તો પકડાય એવું છે. આહાહા..! આ તો જુદી જાતની નિશાળ છે. એમ.એ.ના ને મેટ્રીકના ભાષણ કરવા આવે તો એક કલાક ચાલ્યો જાય. આ તો સર્વજ્ઞથી સિદ્ધ થયેલું, અનુભવથી સિદ્ધ થયેલું, લોજીકથી સિદ્ધ થઈ શકે એવું (તત્ત્વ છે). આહાહા...!
મુમુક્ષુ :- ખડી તો ખડીમાં રહી પણ ભીંત ન હોય તો ફેલાય કેવી રીતે?
ઉત્તર :- કોણ ફેલાયું છે? ફેલાઈ છે, પોતાથી ફેલાણી છે. એ રીતે ફેલાણી છે પોતાને કારણે. ધોળાપણું રહ્યું છે એ પોતાને કારણે ત્યાં રહ્યું છે. ભીંતને લઈને ત્યાં ધોળાપણું રહ્યું છે એમ નથી. કહો!
મુમુક્ષુ - થાંભલાને અડીને રહ્યું છે ને?
ઉત્તર – બિલકુલ નહિ. આ થાંભલાને અડીને ઉપરનું રહ્યું છે, બિલકુલ જૂઠું. તે તે પરમાણુ પોતામાં અધિકરણ નામનો ગુણ છે, આધાર નામનો ગુણ છે) એ આધાર ગુણને કારણે પોતે પોતાથી ત્યાં રહ્યું છે. બાપુ જુદી જાત છે. અનંત તત્ત્વો ક્યારે કહેવાય? કે, અનંત તત્ત્વ પોતાના સ્વભાવ ને ગુણ-પર્યાયમાં હોય, પરના આધારે નહિ ત્યારે તો એનું પોતાનું સ્વરૂપ પોતાથી સિદ્ધ થાય. આહાહા.! કહો, ‘ચીમનભાઈ! સ્ટીલ-ફીલને અડતા નથી. વાં સ્ટીલ થાય છે બધું. કળશા થાય ને ઢીકણા થાય ને ફીકણા થાય. એક ફેરી ન્યાં એના ઓલા કારખાને ગયા હતા. મોટું સ્ટીલનું કારખાનું છે, “કાંપમાં. સ્ટીલનો લોટો લઈ જાઓ. અમારે શું કરવો છે?
મુમુક્ષુ :- આપનો હાથ અડે તો અમારો માલ ઝટ વેંચાઈ જાય, કમાણી ઘણી થાય એટલા માટે, આપ લઈ જાવ માટે નહિ.
ઉત્તર :- લોકોને એવું છે કે મહારાજના પગલા થાય પછી પૈસાવાળા થઈ જાય. ધૂળેય નથી. આહાહા.! કોની પર્યાય કયાં આવવી જવી એ તો પોતાના સ્વતંત્ર તેના સ્વભાવના નિયમ અનુસાર થાય છે. આહાહા...!
મુમુક્ષુ - નજરે દેખાય છે ને ખોટું માને?
ઉત્તર :- ઈ નજરે આ દેખાય છે, એમ કહે છે અહીં તો. ઘડો કુંભારથી થતો નથી એમ અમને નજરે તો એમ દેખાય છે, એમ આચાર્ય તો કહે છે. આવે છે? ૩૭૨ ગાથા. ઘડાની પર્યાય માટીથી થઈ છે. માટી છે એ બદલીને પોતાના અસ્તિત્વમાં પર્યાયમાં ઘટરૂપે થઈ છે, એ કુંભારના અસ્તિત્વથી ત્યાં એ ઘટરૂપે થઈ છે એમ અમે તો જોતા નથી. આહાહા...!