________________
કળશ-૨૧૨
૩૩૯
સાધારણ માણસને તો એવું લાગે, બિચારાએ કોઈ દિ' સાંભળ્યું હોય નહિ. શું કહે છે આ? આ કઈ જાતની વાત? મૂળ અત્યારે સત્ય પદાર્થનું વસ્તુસ્વરૂપ બધું ગોટે ચડી ગયું છે. ધર્મને નામે જ ગોટે ચડી ગયું. પરની દયા પાળી શકું, પરને મારી શકું એ બિલકુલ જૂઠી વાત છે. સમજાણું કાંઈ? ૫૨ને મારવાની પર્યાય થઈ છે તેને આ પર્યાયે ત્યાં કરી છે? પર્યાય તો ત્યાં અડતી નથી. આહાહા..! દયાનો ભાવ, રાગ આવ્યો તેથી ત્યાં જીવની દયા પળાય જાય? એની પર્યાય તો ત્યાં છે. એની અવસ્થા એને કારણે ત્યાં થઈ છે. દયાનો ભાવ, રાગ અહીં થયો છે ઇ એને લઈને થયો નથી, તેમ આને લઈને ત્યાં જીવ બચ્યો નથી. ઇ તો એનું આયુષ્ય હતું તે પ્રમાણે ત્યાં બચે છે. આહાહા..! ભારે, વાતે વાતે ફેર ભઈ આ તો.
આ શબ્દ છે (એમાં) આખા શ્લોકનો સાર છે. તે બધું...’ ‘સ્વમાવનિયતં યતે”. દરેક પરમાણુ અને દરેક આત્મામાં, રજકણ કે આત્મામાં, દરેક સ્વમાનિયતં’ પોતાના સ્વભાવમાં રહેલ છે એમ અનુભવગમ્ય થાય છે. આહાહા..! સમજાણું કાંઈ? આહાહા..! અમે દુકાન ચલાવી શકીએ ને દુકાન બરાબર ચલાવીએ, બિલકુલ જૂઠ વાત છે, એમ અહીં તો કહે છે. કહો, ચીમનભાઈ’! આહાહા..!
દરેક ક્ષણની અવસ્થા એટલે હાલત, જડ કે ચૈતન્યની, સ્વતંત્ર સ્વયંસિદ્ધ પોતાથી થાય છે. તે પર્યાયને અવસ્થાને બીજી અવસ્થા અડતી નથી. આ અવસ્થા એને અડતી નથી. આહાહા..! નહિતર તો પોતાનું અસ્તિત્વ સ્વયંસિદ્ધ તે થયેલું રહી શકે જ નહિ. આહાહા..! આવું પદાર્થનું જ્ઞાન છે. છે? એવું અનુભવગમ્ય થાય છે, એમ ભાષા છે. અમે તો આમ જાણીએ છીએ એમ આચાર્ય કહે છે. ખડી ધોળી થઈને રહી છે એ પોતામાં રહી છે, ભીંતને અડી નથી. આહાહા..! શાકનું-મરચાનું તીખાપણું એ જીભને અડતું નથી અને તીખાશ દેખાય છે. એ તો જ્ઞાનનો સ્વભાવ છે કે આ શું ચીજ છે એમ જાણે છે, બસ. એ તીખાશને જ્ઞાન અડતું નથી. જ્ઞાન પોતામાં રહીને આ તીખાશ છે તેમ જાણે છે. જાણે છે માટે જ્ઞાન મલિન થઈ ગયું એમ નથી. તેમ એ તીખાશ છે માટે તીખાશનું અહીં જ્ઞાન થયું એમ નથી. અહીં જ્ઞાન થયું છે એ પોતાથી થયું છે, તેની તીખાશ છે એ એનાથી ત્યાં રહી છે. આહાહા..! આકરું કામ બહુ, બાપુ! તત્ત્વની દૃષ્ટિમાં આવવું.. આહાહા..! સત્ય છે એને સત્યરૂપે જાણવું, અસત્યપણે માન્યું છે એને છોડી દેવું.. આહા..! ત્યારે તો એ તત્ત્વના, સત્ત્વના સત્યને યથાર્થ માન્યું કહેવાય. આહાહા..! સમજાણું કાંઈ?
બીજી રીતે કહીએ તો આત્મામાં જે કંઈ રાગ-દ્વેષ થાય છે એ કર્મને અડતા નથી અને કર્મ છે તે રાગ-દ્વેષને અડતા નથી. એવો વસ્તુનો નિયમ છે એમ અમે જાણીએ છીએ એમ અહીં તો કહે છે. સમજાણું કાંઈ? બે આવ્યું ને? બે આવ્યું કે નહિ? ‘કોઈ જીવદ્રવ્ય અથવા પુદ્ગલદ્રવ્ય...' ૫૨માણુ. પોતાના પર્યાય ને દ્રવ્ય-ગુણમાં રહેલું અસ્તિત્વ છે એમ