________________
૩૩૦
કલશામૃત ભાગ-૬
થઈ એ ખડીમાં રહીને ધોળી થઈ છે. એ ખડીની ધોળપ ભીંતમાં પેઠી નથી. ભીંતની દશા એ ખડીની પર્યાયમાં આવી નથી અને ખડીની પર્યાય ભીંતની પર્યાયમાં પેઠી નથી. પર્યાય સમજાય છે? એની વર્તમાન દશા. તો ખડીની જે દશા છે એ ધોળી થઈ છે, તો દુનિયા એમ કહે કે, ભીંત ધોળી થઈ છે. જો ભીંત ધોળી થઈ હોય તો ધોળી જ્યારે નાશ થઈ જાય ત્યારે ભીંતનો નાશ થવો જોઈએ. ભીંત ધોળી નથી, ધોળી તો ખડી થઈ છે ત્યાં. આહાહા...! સમજાણું કાંઈ? આહાહા...!
અગ્નિ પાણીને ઊનું થવામાં નિમિત્ત થાય છે તો એ અગ્નિ પાણીને અડ્યું નથી. આ વાત કઠણ પડે). વસ્તુસ્થિતિ કોઈ એવી છે. પાણીના બિંદુના રજકણોને અગ્નિના રજકણો અડતા નથી. આહાહા...! કેમકે એ પાણી વસ્તુ અને અગ્નિ છે એ બે ચીજ છે તે પોતપોતાની વસ્તુમાં રહેલી છે અને એ ચીજની દશા પરને અડતી નથી. અડે ક્યારે કહેવાય? કે, બે એક થઈ જાય. તો બે તો એક થતા નથી. આહાહા.. બેય એક થયા નથી. આહાહા...! આવું છે. હું
મુમુક્ષુ :- આ વાત બધાને બેસવી જોઈએ નો
ઉત્તર :- બેસાડવી પડશે. બધા હેરાન થઈને મરી જાય છે. એમ ને એમ. શેઠા ત્યાં તમારા કરોડ-ફરોડ રૂપિયા મદદ નહિ કરે.
મુમુક્ષ :- ત્યાં મદદ નહિ કરે, બીજે ક્યાંક મદદ કરશે ને?
ઉત્તર:- ધૂળમાંય મદદ કરતા નથી. રૂપિયાની પર્યાય રૂપિયામાં રહી. અહીં આ શરીરની પર્યાય શરીરમાં રહી, આત્માની પર્યાયમાં શરીરની પર્યાય આવતી નથી અને શરીરની પર્યાયમાં આત્માની પર્યાય જાતી નથી.
આ બે આંગળી છે, જુઓ! તો આ આંગળીની અવસ્થા, એમાં આ આંગળીની અવસ્થામાં એ અવસ્થા જતી નથી. ત્યારે આ સ્વપણે છે અને પરપણે નથી. ત્યારે એનું અસ્તિત્વ ટકી રહ્યું છે. ન્યાયથી, લોજીકથી તત્ત્વ શું છે એને સમજવું પડશે કે નહિ? સમજાણું કાંઈ આ આંગળી આ આંગળીને અડતી નથી, સ્પર્શતી નથી. કેમકે આની જે પર્યાય-અવસ્થા છે એ એના અસ્તિત્વમાં છે અને આની પર્યાય છે એ એના અસ્તિત્વમાં છે. એનું અસ્તિત્વ આ અસ્તિત્વને અડતું નથી અને આનું અસ્તિત્વ એને અડતું નથી. આહાહા.! આવું છે, ભઈ! તત્ત્વ-પદાર્થ વિજ્ઞાન કોઈ અલૌકિક છે. આ વિજ્ઞાન અત્યારે સરકાર જે કહે છે એ જુદું આ તો વિજ્ઞાનનું વિજ્ઞાન છે. આહાહા...! સમજાય છે કાંઈ?
એ કહે છે કે, જેમ એ સેટિકા છે. આહાહા...! એ ભીંતને ધોળી કરતી નથી. એ તો પોતાની ધોળાપની અવસ્થાનો આમ વિસ્તાર દેખાય છે. ભીંત તો ભીંતરૂપે રહી છે. ભીંતની પર્યાયની અવસ્થામાં ધોળી પર્યાય ગરી ગઈ નથી–પ્રવેશ નથી કર્યો. આહાહા...! સમજાણું કાંઈ? એમ અહીંયાં આત્મા પરને જાણે છે ત્યાં પરની જાણવાની પર્યાયમાં આ