________________
કળશ- ૨૧૨
૩૨૯
મહા સુદ ૧૨, રવિવાર તા. ૧૯-૦૨-૧૯૭૮.
કળશ–૨૧૨ પ્રવચન–૨૩૬
કળશટીકા ૨૧૨ છે.
પૃથ્વી) बहिर्जुठति यद्यपि स्फुटदनन्तशक्तिः स्वयं तथाऽप्यपरवस्तुनो विशति नान्यवस्त्वन्तरम् । स्वभावनियतं यतः सकलमेव वस्त्विष्यते स्वभावचलनाकुलः किमिह मोहितः क्लिश्यते ।।२०-२१२।।)
શું કહે છે? જીવનો સ્વભાવ એવો છે કે આ જીવ જે છે આત્મા, એનો સ્વભાવ જાણવું-જ્ઞાન, જ્ઞાન છે. જ્ઞાન એનો સ્વભાવ છે. આ જડમાં એ સ્વભાવ નથી. આ શરીર તો માટી છે. એ જીવનું સ્વરૂપ અને સ્વભાવ, સ્વ-ભાવ જાણવું-પ્રજ્ઞા એ એનો સ્વભાવ છે. એ પરને સકળ શેયને જાણે છે. જાણવામાં આ જાણવામાં તો વસ્તુ આવે. સર્પ છે, આ વીંછી છે, આ કોલસા છે. જ્ઞાન પરને જાણે એથી કંઈ અશુદ્ધ થઈ જાય છે, એમ નથી. આહાહા.! જ્ઞાન જ્ઞાનમાં રહીને પરને જાણે છે એ અશુદ્ધ નથી. પરને જાણવાથી અશુદ્ધ થઈ જાય છે એમ કેટલાક અજ્ઞાની માને છે. પરને જાણવું, પોતાને મૂકીને પરને (જાણવું) એ તો અશુદ્ધ થઈ ગયું. પરને અને સ્વને જાણવાનો એનો સ્વભાવ છે, એ અશુદ્ધતા નથી. સમજાણું કાંઈ?
કોઈ મિથ્યાદૃષ્ટિ જીવ એવું જાણશે કે શેયવસ્તુને જાણતાં જીવને અશુદ્ધપણું ઘટે છે.' આપણે પરને જાણવું એ તો આત્મામાં મલિનતા થઈ જાય છે, એમ માને છે. એમ નથી, એ તો જ્ઞાનનો સ્વભાવ છે. આહાહા...! દૃષ્ટાંત આપશે, આપ્યો છે. ખડીનો દૃષ્ટાંત છે, ખડીનો. ખડી સમજાય છે? શેઠા ખડી. ખડી. સેટિકા. ખડી હોય છે ને? ભીંત ઉપર ધોળી કરે છે. “સેટીકા' શબ્દ છે, આપણે આમાં સેટીકા છે. એ ખડી ભીંતને ધોળી કરે છે એમ કહેવું એ કહે છે કે વ્યવહાર છે. ભીંત તો ભીંતરૂપે રહેલી છે. ખડીની ધોળપ જે છે એ ધોળપ ધોળામાં રહેલી છે. એ ધોળપથી ભીંત ધોળી નથી થઈ.
ધ્યાન રાખજો, ન્યાય આવે છે ને, હળવે. હળવે. એ ખડી છે એ ધોળી છે તે ધોળી