________________
૧૩૮
કલામૃત ભાગ-૬
અને પુણ્ય-પાપનો કર્તા થાય છે. આહાહા..! આવી વાત છે, પ્રભુ! બહુ અલૌકિક વાત છે, ભાઈ! આ તો અંતર સ્વરૂપની વાત છે, ભગવાન! આહાહા..! એ કોઈ વાદવિવાદથી પાર પડે એવી ચીજ નથી. શાસ્ત્રમાં વ્યવહારનયના કથન તો ઘણા આવે છે અને તેનું ફળ સંસા૨ છે એમ કહ્યું છે. અગિયારમી ગાથામાં (કહ્યું છે). વવારોડમૂત્થો” જયચંદ્રજી પંડિત’ લોકોને ભેદનો, વ્યવહા૨નો પક્ષ તો અનાદિથી છે અને પ્રરૂપણા એકબીજા માહોંમાહે એવી કરે છે અને શાસ્ત્રમાં પણ વ્યવહાર પ્રધાનતાના કથન ઘણા છે. ‘સમયસાર’ અગિયારમી ગાથામાં, અર્થમાં છે. જયચંદ્રજી” પંડિત. ત્રણેનું ફળ સંસાર છે એમ લખ્યું છે. સમજાય છે કાંઈ? છે ને? સમયસા૨માં છે. આ તો ‘કળશટીકા' છે. આહાહા..!
પ્રાણીઓને ભેદરૂપ...’ છે ગુજરાતી પણ પ્રાણીઓં કો એમ સમજવું. ભેદરૂપ વ્યવહા૨નો પક્ષ તો અનાદિ કાળથી જ છે...’ એક વાત. ‘અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે,...’ એ જ કરે છે કે, વ્યવહા૨થી થાય છે, નિમિત્તથી થાય છે, ભેદથી થાય છે. રાગથી થાય છે). આહાહા..! બે વાત થઈ ને? વળી જિનવાણીમાં વ્યવહા૨નો ઉપદેશ શુદ્ઘનયનો હસ્તાવલંબ (સહાયક) જાણી બહુ કર્યો છે;...' વ્યવહારનયના કથન ઘણા છે. પણ એનું ફળ સંસાર જ છે.' આહાહા..! શેઠ! શેઠ આવે છે ઘણીવાર, પ્રેમ છે ને! વસ્તુ આ (છે).
ભેદનો પક્ષ અનાદિનો છે, પર્યાયનો, રાગનો, નિમિત્તનો. એનાથી થાય છે એવો પક્ષ છે. માંહોમાહે ઉપદેશ કરનારા જીવો પણ ઘણા છે. આહાહા..! અને જિનવાણીમાં પણ વ્યવહા૨ નિમિત્ત છે તો નિમિત્ત જોઈને ઘણી વાત કરી છે પણ ત્રણેનું ફળ સંસાર છે. આહાહા..! છે? એનું ફળ સંસાર જ છે.’ આહાહા..! ‘શુદ્ઘનયનો પક્ષ તો કદી આવ્યો નથી...' બહુ લાંબી વાત છે. આહાહા..!
અહીં કહે છે, નિપૂણૈ: અજ્ઞાનિતા ત્યન્યતાં' ૧૯૭. નિપૂર્ણ, નિપૂર્ણ. આહાહા..! નિપૂણ ને પ્રવીણ ને વિચિક્ષણ તો એને કહીએ... આહાહા..! કે જેણે રાગનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિકલ્પ, ગુણ-ગુણીના ભેદરૂપ વિકલ્પથી પણ ભગવાનને ભિન્ન કરી નાખ્યો છે... આહાહા..! તેને અહીંયાં નિપૂણ કહે છે. સંસારમાં બહુ જાણપણું હોય તો કહે ને, નિપૂર્ણ છે, આ માણસ નિપૂર્ણ છે. આ નિપૂણ સમ્યગ્દષ્ટિ જીવ. એની વ્યાખ્યા સમ્યગ્દષ્ટિ જીવ કરી છે. આહાહા..! ‘અજ્ઞાનિતા” પરદ્રવ્યમાં આત્મબુદ્ધિ...' આહાહા..! શરીર, વાણી, મન, કર્મ ને રાગ એ બધા પદ્રવ્ય છે. એમાં આત્મબુદ્ધિ (અર્થાત્) એ મારા છે અને મને લાભ ક૨શે. જેને લાભ ક૨શે એમ માને તે તેને મારા જ માને. રાગ વ્યવહા૨ રત્નત્રયથી મને લાભ થશે એમ માન્યું તો તેણે વ્યવહા૨ રત્નત્રયના રાગને પોતાનો જ માન્યો છે. આહાહા..! ઝીણી વાત છે, પ્રભુ! શું કરે? ભગવાનના તો અત્યારે વિરહ પડ્યા. ભગવાન તો ત્યાં મહાવિદેહમાં બિરાજે છે. એનો વિરહ પડ્યો, તેમ કેવળજ્ઞાનની ઉત્પત્તિના વિરહ પડ્યા, અવધિ ને