________________
કળશ-૧૯૭
૧૩૭
ગણું છે સ્વામિત્વપણું જેને, એવો છે. ભાવાર્થ આમ છે કે જીવને સમ્યક્ત્વ થતાં અશુદ્ધપણું મટ્યું છે, તેથી ભોક્તા નથી. ૫-૧૯૭.
(શાર્દૂલવિક્રીડિત)
अज्ञानी
नित्यं भवेद्वेदको
प्रकृतिस्वभावनिरतो ज्ञानी तु प्रकृतिस्वभावविरतो नो जातुचिद्वेदकः । इत्येवं नियमं निरूप्य निपुणैरज्ञानिता त्यज्यतां शुद्धैकात्ममये महस्यचलितैरासेव्यतां
જ્ઞાનનિતા।।૬-૧૬૭|||
આહાહા..! પ્રચુર સ્વસંવેદનની અનુભૂતિની દશામાં ઊભા છે. તેમાં આ વિકલ્પ આવ્યો છે અને પુસ્તક બની ગયું છે. વિકલ્પના પણ કર્તા નથી, આ વાણીના કર્તા તો જ્ઞાની છે જ નહિ. આહાહા..! વાણી તો જડ છે. જડને અડતા પણ નથી તો ક્યાંથી બનાવે? રચે શી રીતે? આહાહા..! આ આંગળી છે (ઇ) આ લાકડીને અડતી નથી. હૈં?
મુમુક્ષુ :- તો થાય છે શું?
ઉત્તર :– થાય છે શું? પર્યાય પોતાથી થાય છે. આ (લાકડી) ઊંચી થઈ એ આંગળીથી નહિ. તે પરમાણુમાં કરણ નામનો ગુણ છે અને અધિકરણ નામનો ગુણ છે તે કા૨ણે પોતાની પર્યાય ઊંચી થઈ છે, આંગળીથી નહિ. આ ચમત્કાર જડનો છે અને એ ચમત્કારને જાણનારો ચૈતન્યનો ચમત્કાર ભિન્ન છે. સમજાયું?
મુમુક્ષુ :- જડેશ્વર પણ ભગવાન થઈ ગયા.
ઉત્તર ઃ- ઇ ભગવાન જ છે, બધા ઈશ્વર છે. ‘શ્રીમદ્દે’ તો કહ્યું છે, બધા ઈશ્વર છે. જડેશ્વ૨ છે, અજ્ઞાની વિભાવેશ્વર છે, જ્ઞાની સ્વભાવેશ્વર છે. ત્રણ ઈશ્વર છે. શું કહ્યું? પરમાણુ આદિ બીજા બધા છ દ્રવ્ય છે આત્મા સિવાય એ બધા જડેશ્વર છે (અર્થાત્) પોતાની શક્તિમાં ઈશ્વર છે, પોતાની શક્તિની પર્યાય કરવામાં કોઈની મદદ-સહાય લેતા નથી. આહાહા..! નિશ્ચયથી તો પરમાર્થથી તો એક એક પર્યાય, પરમાણુની પણ એક પર્યાય તેનો નિજ ક્ષણ છે, તેની ઉત્પત્તિ કાળે થાય છે. જેને દ્રવ્ય-ગુણની પણ જરૂર નથી, જેને નિમિત્તની જરૂ૨ નથી. આહાહા..! એમ વિકૃત અવસ્થા હો કે અવિકૃત હો, બન્ને એક સમયની અવસ્થા ષટ્કારકથી ઉત્પન્ન થાય છે.
ષકારક એટલે? પર્યાય કર્યાં, પર્યાય કાર્ય, પર્યાય કરણ, પર્યાય સંપ્રદાન, પર્યાય અપાદાન, પર્યાય અધિકરણ. છએ બોલ એક સમયની પર્યાયમાં પોતાથી થાય છે. ભગવાન! આમ વસ્તુ છે. આહાહા..! એ કહે છે કે, મિથ્યાદૃષ્ટિને પર્યાયબુદ્ધિ છે તો તેની દૃષ્ટિમાં) રાગ