________________
કિલશામૃત ભાગ-૬
થવું, લીન થવું એ સત્કર્મ છે. આહાહા.! દુનિયાથી જુદી જાત છે. શેઠ નથી આવ્યા? ઠીક નથી, એને ઠીક નથી.
એ અનુભવથી ભ્રષ્ટ છે. શું કહ્યું? જે કોઈ આત્મા પોતાના આનંદ અને જ્ઞાનસ્વરૂપને છોડી આવા જડકર્મ અને પુણ્ય, દયા, દાન, વ્રતના વિકલ્પને પોતાના માનીને અનુભવે છે, પોતાના જાણીને અનુભવે છે, માને છે એ સ્વરૂપથી ભ્રષ્ટ છે. છે? શેઠ! શેઠ કહેતા હતા કે, કૉલેજમાં ભણ્યા હતા પણ આ બીજી ચીજ છે. આહાહા...! અંદર ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ નિત્ય ધ્રુવ, ધ્રુવ ધ્રુવ ધ્રુવ એટલે નિત્ય. નિત્યાનંદ પ્રભુ અંદર બિરાજે છે. આહાહા....એ તો અમૃત અને અતીન્દ્રિય આનંદનો પિડ-કંદ છે. તેનાથી આ જે શુભરાગ છે એ તો વિકાર છે, દુઃખ છે, પોતાથી ભિન્ન છે. તેને પોતાના માનીને અનુભવવા, તેનાથી લાભ થશે, તેનાથી મને લાભ થશે એમ અનુભવવું એ સ્વરૂપથી ભ્રષ્ટ છે. ક્યારેય સાંભળી નથી એવી વાત છે, ડૉક્ટરા ન્યાં ડૉક્ટરીમાં તો આવે નહિ. આહાહા. છે?
પરમાર્થબુદ્ધિએ વિચારતાં....” શું કહ્યું? છે? પરમાર્થબુદ્ધિએ વિચારતાં ગુનેગાર છે...” છે? એ ગુનેગાર છે. આહાહા.! કોણ ગુનેગાર છે? પોતાના જ્ઞાન, ચૈતન્ય ને આનંદ અનાકુળ શાંતતત્ત્વ, તેનાથી વિરૂદ્ધ જે આ ભાવ છે–પઠન-પાઠન, શ્રવણ, મનન, ચિંતવન શુભરાગ તેને પોતાના માનીને, પોતાના છે અને પોતાને લાભ કરશે એમ માનીને અનુભવે છે એ ગુનેગાર છે, ગુનો કરે છે, ચોર છે. આહાહા.! આ તો હજારો વર્ષ પહેલાના પાઠ છે. બે હજાર વર્ષ પહેલા કુંદકુંદાચાર્યના પાઠ છે. આ ટીકા છે એ એક હજાર વર્ષ પહેલાની છે. “અમૃતચંદ્રાચાર્ય દિગંબર મુનિ જંગલમાં વસતા હતા. આહાહા..!
કહે છે કે, જે કોઈ પોતાની ચીજ આનંદ અને જ્ઞાનની મૂર્તિ, જ્ઞાનઘન છે તેનાથી વિપરીત ભાવ-શુભભાવ ઝેર છે તેને પોતાના માનીને અનુભવે છે, તે હું કરું તો મને લાભ થશે એમ માનનારા સ્વરૂપથી ભ્રષ્ટ છે, પરમાર્થથી ચોર–ગુનેગાર છે. ભાષા તો સમજાય છે ને? આહાહા.. સમજાણું કાંઈ? આવો માર્ગ છે, પ્રભુ! આહાહા...!
પરમાર્થબુદ્ધિએ વિચારતાં...” પરમાર્થ શું? ખરેખર તત્ત્વદૃષ્ટિએ વિચારતાં. પોતાનું સ્વરૂપ પરમપદાર્થ. પરમાર્થ એટલે પરમપદાર્થ. પરમાર્થ એટલે) આ દુનિયાની સેવા ને દયા-ફયા એ પરમાર્થ-ફરમાર્થ નથી. પરમાર્થ, પરમાર્થ, પરમ-અર્થ, પરમ-અર્થ-પદાર્થ. પરમપદાર્થ ભગવાન આત્મા, તેની દૃષ્ટિએ વિચારતાં તે બધા ભાવ ગુનેગારના છે. સમજાણું કાંઈ? ક્યાં ગયા? “જેઠાભાઈ! ત્યાં બેઠા છે, ઠીકા શેઠને યાદ કર્યા ને તમે યાદ આવ્યા. હૈદ્રાબાદ! આહાહા.! પ્રભુ માર્ગ તો કોઈ અપૂર્વ છે.
પરિભ્રમણ કરતા... કરતા... કરતા... અનંત અનંત કાળ થયો. ચોરાશી લાખ યોનિમાં એક એક યોનિમાં અનંત વાર જન્મ-મરણ કર્યા, ભાઈ! આહાહા...! શાસ્ત્રમાં તો એવા લેખ આવે છે, ભાઈ! તારી યુવાન અવસ્થામાં તું મરી ગયો, મૃત્યુ પામ્યો હતો) તારી માતાને