________________
કળશ-૧૮૬
આંસું આવ્યા, માતાને એટલા આંસુ આવ્યા અને એટલી વાર તું યુવાન અવસ્થામાં મરી ગયો કે એ આંસના આખા દરિયા ભરાય. એટલી વાર તું મરી ગયો અને તારી માતા તારી માટે રોઈ. એટલા ભવ કર્યા છે, પ્રભુ તને ખબર નથી, તું ભૂલી ગયો. ભૂલી ગયો માટે નહોતું એમ કોણ કહે? અહીંયાં જન્મ થયા પછી છ મહિના શું હતું ઈ ખબર છે? શું કહ્યું? ડૉક્ટરા અહીંયાં જન્મ થયો ને? એમાં છ મહિના શું હતું એ ખબર છે? ખબર નથી માટે નહોતું? ખબર નથી માટે નહોતું લોજીકથી સમજાય એવું છે. જમ્યા પછી છ મહિના માતાએ શું કર્યું કેવી રીતે ધવડાવ્યો? છ મહિનાની ઉંમરની ખબર નથી. તો ખબર નથી માટે નથી? નહોતું? એમ પૂર્વભવ અનંત કર્યા એ ખબર નથી માટે નહોતા? લોજીકથી તો કહીએ છીએ). આહાહા.! સમજાણું કાંઈ? આહાહા.!
આ ભવ પહેલા પ્રભુ અનંત અનંત ભવ કર્યા છે, પ્રભુ! તું ભૂલી ગયો. પણ ભૂલી ગયો માટે નથી? તો તો આ ભવમાં પણ ભૂલી ગયો તો તે વખતે નહોતું? આહાહા...! એ અનંત અનંત અવતાર આત્માનું જ્ઞાન કર્યા વિના, સમ્યગ્દર્શન વિના સ્વરૂપથી ભ્રષ્ટ થઈને, એ પુણ્ય અને પાપના ભાવને પોતાના માનીને ચાર ગતિમાં રખડે છે. નરક ને કીડા, કાગડા, કૂતરાના અવતાર કરે છે. બધું અનંત વાર કર્યું છે. આ કંઈ પહેલોવહેલો અવતાર નથી. આવા મનુષ્ય અવતાર તો અનંત વાર આવી ગયા છે. આહાહા.! અને મનુષ્ય કરતાં પણ નરકયોનિના અવતાર... નરક યોનિ છે. માંસ ખાય છે, દારૂ પીવે છે, ઇંડા અભક્ષ્ય ખાય છે, પરસ્ત્રીનો ઘણો લંપટી હોય તો એ મરીને નીચે નરકમાં જાય છે. લોઢું હોય છે આવું લોઢું, લોઢાનો ગોળો પાણી ઉપર મૂકો તો નીચે ચાલ્યો જાય. એમ ઘણા પાપ કર્યા તો એ પાપના કારણે નીચે નરકમાં ચાલ્યો જાય છે. એવી નરકયોનિમાં પણ આ આત્મા અનંત વાર અવતર્યો છે. નરકનું દુઃખ તો એટલું છે, લોકોએ સાંભળ્યું નથી. ઓહોહો.
એક ક્ષણનું નરકનું દુઃખ... નીચે સાત પાતાળ છે. સાત પાતાળ છે. જઘન્ય અવસ્થાને શું કહે છે? નાની. નાનામાં નાની અવસ્થા દસ હજાર વર્ષની છે અને મોટામાં મોટી અવસ્થા અસંખ્ય અબજ વર્ષની છે. એની એક ક્ષણનું દુઃખ સિદ્ધાંત કહે છે કે, કરોડો ભવમાં કરોડો જીભે કહો તો એક ક્ષણનું દુઃખ કહી શકે નહિ. એટલા દુઃખ પ્રભુ તે વેહ્યા છે. અનંત અનંત ભવમાં એટલી વાર નકરમાં ગયો. હમણાં છાપામાં આવ્યું છે ને? ગુજરાતીમાં ભાઈએ નાખ્યું છે. કરોડો ભવ અને કરોડો જીભે એક ક્ષણનું દુઃખ (કહી શકાય નહિ). પચીસ વર્ષનો રાજકુમાર હોય અને અબજની પેદાશ હોય અને લગ્નમાં બે-ચાર-પાંચ કરોડ ખર્ચ નાખ્યા હોય. લગ્ન સમજાય છે ને? શાદી. લગ્નની પ્રથમ રાત હો, પહેલી જ રાત્રિ હો એ સમયે કોઈ એ રાજકુમારને સીધો ટાટાની ભઠ્ઠીમાં નાખી દે અને જે પીડા થાય તેનાથી અનંતગુણી પીડા નરકમાં હોય છે. પ્રભુ! તું ક્યાં રહ્યો તેની ખબર નથી. આ મિથ્યાત્વની ભ્રમણાને કારણે રહ્યો. સત્કર્મ પણ અનંતવાર કર્યા. ત્યાંથી સ્વર્ગમાં ગયો અને ત્યાંથી પટક્યો