________________
૧૦
કલશમૃત ભાગ-૬
પશુમાં અને પશુમાંથી નરકયોનિમાં ગયો. આહાહા.! સમજાણું કાંઈ? એટલા દુઃખ ત્યાં છે કે એક ક્ષણનું દુઃખ, બે ઘડીના દુખ કરોડો જીભ અને કરોડો ભવમાં કહી શકે નહિ એટલી પીડી ત્યાં છે. એ અબજોપતિ રાજકુમારને લગ્નની પહેલી રાત્રે તાતાની ભઠ્ઠીમાં નાખે અને જે દુખ એને થાય એનાથી અનંતગણું દુઃખ નીચે (નરકમાં) છે. આહાહા...! બધી વાતું પરમસત્ય છે, પ્રભુ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથે કહી છે. આહાહા! તને ખબર નથી. ખબર નથી માટે નથી એમ કેમ મનાય? પ્રભુ! આહાહા.
અહીંયાં કહે છે કે, એવા પાપના ભાવ કરવાથી તો નરકે ગયો પરંતુ એવા કોઈ પુણ્યભાવ કર્યા, પઠન-પાઠન આદિ તોપણ સ્વર્ગમાં ગયો પણ ત્યાં પણ દુઃખ છે, રાગનું દુખ છે. આહાહા..! એ દુઃખમાં અનંત અનંત ભવ કર્યા. એ પરિભ્રમણ મટાડવાનું સત્કર્મ એ કામ-કાર્ય નથી. એ સત્કર્મ દયા, દાન, વ્રત, પઠન-પાઠન એ ભવના અંત લાવવાનું કારણ નથી. આહાહા...!
“પરમાર્થબુદ્ધિએ વિચારતાં ગુનેગાર છે” આહાહા...! છે? ગુનો છે. એ શુભભાવ પણ આત્માના સ્વરૂપથી ભિન્ન જાતના છે. તેને પોતાના માનવા એ ગુનો છે, ચોર છે. આહાહા...! આવી વાત ક્યારેય સાંભળવા મળતી નથી. બહારમાં રાજી રાજી થઈ જાય. આહાહા...! તમે ઘણું કર્યું, સેવા કરી, તમે દાન ઘણું દીધું, પૈસા આપ્યા, મંદિર બનાવ્યા, ઘણો ધર્મ (ક). મરી ગયો એમાં, અભિમાનમાં. રાગની ક્રિયા પોતાની માની સ્વરૂપથી ભ્રષ્ટ થઈ ગુનેગાર થયો છે. આહાહા...! છે? ગુનેગાર છે).
“જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ કરે છે. એ તો અનંત કર્મનું બંધન કરે છે. શુભભાવથી પણ અનંત કર્મનો બંધ થાય છે. આહાહા...! એ રાગ છે ને વિકલ્પ–વૃત્તિનું ઉત્થાન છે. આમ કરું, આમ કરું, આમ કરું. દયા, વ્રત, ભક્તિ, પઠન-પાઠન. એ ચૈતન્ય જ્ઞાનસ્વરૂપ ભગવાન (છે) એમાં વૃત્તિનું ઉત્થાન છે). ઉત્થાન નામ વૃત્તિ ઊઠે છે. વૃત્તિ ઊઠે છે એ ગુનો છે. તેને પોતાના માનવા એ ગુનો છે. આહાહા...! સમજાણું કાંઈ બંધ કરે છે.'
સમ્યગ્દષ્ટિ જીવ.” હવે સવળી વાત લ્ય છે. સમ્યગ્દષ્ટિ જીવ–ધર્મી જીવ. આહાહા.! એવા ભાવથી રહિત છે.” સમ્યગ્દષ્ટિ જીવ (રાગ) ભાવથી પોતાનું સ્વરૂપ રહિત છે તેને પોતાનું સ્વરૂપ માને છે. રાગ થાય છે પણ એ મારું સ્વરૂપ નથી, ગુનો છે, દોષ છે એમ માને છે). આહાહા...! સમ્યફ નામ સત્યદૃષ્ટિવંત, સત્ય સ્વરૂપ જે રાગના ગુનાથી રહિત છે તેને પોતાનું માનનારો સમ્યગ્દષ્ટિ જીવ “એવા ભાવથી રહિત છે.” એ ગુનાના ભાવને પોતામાં માનતો નથી, તેનાથી) ભિન્ન માને છે. આહાહા.. સમજાણું કાંઈ? એવી વાત છે, ભાઈ! બહુ સૂક્ષ્મ છે. વાદવિવાદ કરે તો પાર ન આવે. આહાહા...!
મુમુક્ષુ :- આવું કહેશો તો કોઈ મંદિર બનાવવા માટે પૈસા જ નહિ આપે. ઉત્તર :- આપી શકતો જ નથી. આવવાવાળા આવે છે. અમે કોઈને ક્યારેય કહ્યું