________________
કળશ-૧૮૬
૧૧
નથી. અહીં તો કરોડો રૂપિયા આવી ગયા. છવીસ લાખનું મકાન બની ગયું. કોઈને અમે કહ્યું નથી કે, પૈસા દો કે અહીંયાં (મંદિર) બનાવો. કોઈને અમે કહ્યું નથી. બનનારી ચીજ છે તો બન્યા વિના રહેતી નથી. એ વાત છે. બહારની ચીજ બનનારી હોય ને તો બને છે. ના પાડે તો પણ તેને ભાવ આવ્યા વિના રહે નહિ. ભાવ આવે પણ કરી શકતો નથી. બને છે તેને કારણે. આ તો પરમાણુ માટી છે. પરમાણુ રજકણ છે તેનો પિંડ છે, સ્કંધ... સ્કંધ, પિંડ તેની આ બધી રચના છે. આત્મા એ જડની રચના કરી શકતો નથી. આહાહા.! બહુ સૂક્ષ્મ છે, ભગવાના | મુમુક્ષુ :- આત્માને પંગુ બનાવી દીધો.
ઉત્તર :- આત્મા અનંત શક્તિવંત પોતાના સ્વભાવમાં છે. પરનું કરવામાં એ શક્તિવાન છે? પોતે જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુ, મહા અનંત પુરુષાર્થથી પોતામાં રહે છે, પરનું શું કરે? સૂક્ષ્મ વાત છે, ભગવાના
મુમુક્ષુ :- પરનું કરવું કે ન કરવું?
ઉત્તર :કરી શકતો નથી પછી કરવું શું? વકીલ છે ને એટલે પ્રશ્ન કરે છે. સૂક્ષ્મ વાત છે, ભગવાના
મુમુક્ષુ :- આ ડૉક્ટરો નાડી જોવે છે ના
ઉત્તર :- એ નાડી જોવે છે એ આત્માનું કાર્ય નહિ. વિકલ્પ ઊઠે છે એટલી વાત છે, બાકી એ બધું જડનું કાર્ય છે.
મુમુક્ષુ :- હાથ અડાડે તો હાથની તો જરૂર પડે ને?
ઉત્તર :- જોવે ને, જડ દેખે આંગળી. ઘણું સૂક્ષ્મ છે, ભગવાના શાંતિથી સાંભળો! આ આંગળી છે એ શરીરને અડતી નથી. કેમકે આ તત્ત્વ ભિન્ન છે, આ તત્ત્વ ભિન્ન છે. એકબીજામાં અભાવ છે. અભાવ છે તો પોતાનો ભાવ પોતાથી રાખે છે, પરના ભાવ સાથે સંબંધ નથી. તો આંગળી તેને અડતી પણ નથી. કઠણ છે. દુનિયાથી જુદી જાત છે.
આ લાકડી છે, જુઓ! આ પુસ્તક ઉપર લાકડી રહી નથી. સાંભળો! લોજીક-ન્યાય સાંભળો! આ લાકડી તેના આધારે રહી નથી. કેમ કે, લાકડીમાં પરમાણુ છે. આ તો પરમાણુ
છે), ઘણા પરમાણુનો પિંડ છે. ટુકડા કરતા કરતા છેલ્લો નાનો પરમાણુ રહે તેને પરમાણુ કહે છે. એક પરમાણમાં છ શક્તિ છે. અનંત શક્તિ છે એમાં છ શક્તિ છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ. નિશાળમાં વિભક્તિ આવતી હતી. છ વિભક્તિકર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ. એ રજકણમાં પોતામાં કર્તા થઈને અધિકરણ નામ પોતાના આધારે રહ્યો છે એવો ગુણ એનામાં છે. તો એક પરમાણુ બીજાના આધારે રહ્યો છે એવી ચીજ નથી. થોડી થોડી સૂક્ષ્મ વાત કરીએ છીએ, હોં! બહુ સૂક્ષ્મ લઈએ તો તો ... આહાહા...!