________________
૧૨
કલશામૃત ભાગ-૬
આ જમીન છે. સાંભળો તો ખરા એકવાર, શું છે? પગ છે, પગ જમીનને અડતો નથી. જમીનના આધારે પગ ચાલતો નથી. કેમકે પગના રજકણ ભિન્ન ચીજ છે અને એક એક રજકણ પોતાની કરણ–સાધન શક્તિથી પોતાના આધારે ચાલે છે, પરના આધારે નહિ. પરને અડતા પણ નથી. બહુ સૂક્ષ્મ થઈ જાય, ભાઈ! અહીંયાં તો ઘણી વાર કહ્યું છે. આ તો ડોક્ટર કરી નવા છે એટલે... સમજાણું કાંઈ? સૂક્ષ્મ વાત છે, ભગવાના
તત્ત્વ કહો, જડ તત્ત્વ કહો તો એ તત્ત્વ પોતાની શક્તિથી જ્યાં રહ્યું છે ત્યાં પોતાના આધારે રહ્યું છે. પરના આધારે રહે એમ પરને અડતું જ નથી. એમ વસ્તુ તત્ત્વની પૃથકતાનું પૃથક લક્ષણ પૃથક રહેવાનો સ્વભાવ છે. આહાહા.! શેઠા ક્યારેય સાંભળ્યું નથી. શેઠ તો શીખેલા. કુંદકુંદાચાર્ય અભ્યાસ કર્યો હતો. આહાહા.. એમાં એ કહે છે, કર્તા, કર્મ છે શક્તિ આવે છે? વિભક્તિ આવે છે ને? નિશાળમાં આવે છે. કર્તા – કરે તે કર્તા, કર્મ – કાર્ય કર્તાનું ઈષ્ટ તે કર્મ. કરણ – કર્તાનું સાધન તે કરણ. સંપ્રદાન – કર્તા થઈને પોતામાં રાખે એ સંપ્રદાન. અપાદાન – પોતાથી થાય છે એ અપાદાન. અધિકરણ – પોતાના આધારે રહે છે એ અધિકરણ. એ છ શક્તિ દરેક તત્ત્વમાં છે, તો કોઈ શક્તિ, કોઈ તત્ત્વ કોઈના આધારે રહ્યું છે એવું ત્રણકાળમાં છે નહિ.
મુમુક્ષ – પેટ્રોલથી તો મોટર ચાલે છે ને?
ઉત્તર:- બિલકુલ ચાલતી નથી. છે તો વળી આગળની વાત છે. પેટ્રોલથી મોટર ચાલતી નથી. માણસ તેને અડી શકતો નથી. ચલાવતો નથી, ચાલે છે તેના કારણે. ત્યારે તે ચીજને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત પરમાં કાંઈ કરતું નથી, તો નિમિત્ત કહેવામાં આવે છે.
આ તો વિજ્ઞાનનું વિજ્ઞાન છે. સરકારનું વિજ્ઞાન છે ને? અત્યારે આ વિજ્ઞાન નથી ચાલતું? વિજ્ઞાન. ઉપર લઈ જાય છે ને ફલાણું લઈ જાય છે, વિમાન આમ લઈ જાય ને... એ બધા વિજ્ઞાનની પણ ખબર છે. આ તો વિજ્ઞાનનું વિજ્ઞાન છે. સમજાણું કાંઈ? આહાહા.!
મુમુક્ષુ :- એ બધો રાગ છે.
ઉત્તર :- રાગ છે. આહાહા.! આ વકીલાતની બુદ્ધિ, આ ડોક્ટરની બુદ્ધિ બધું કુજ્ઞાન છે. શેઠ! “રામજીભાઈ તો મોટા વકીલ હતા. ૩પ વર્ષ પહેલા પાંચ કલાક કોર્ટમાં જાતા હતા. બસો રૂપિયા લેતા હતા, બસો. મોટા વકીલ હતા. બધું છોડી દીધું. અત્યારે તો ૯૫ વર્ષ થયા છે. સોમાં પાંચ ઓછા. પાંત્રીસ વર્ષથી બધું છોડી દીધું છે. એ વખતે તો પાંચ કલાકના બસો રૂપિયા લેતા હતા અને એની સલાહ લેવા આવે તો એક કલાકના સો રૂપિયા લેતા હતા. એમાં શું? એ ધૂળ છે, એમાં શું? એ જ્ઞાન જ્ઞાન નથી, એ જ્ઞાન કુશાન છે. - જ્ઞાન તેને કહે છે, ભગવાન આનંદકંદ પ્રભુ છે એ જ્ઞાનનું જ્ઞાન થાય, રાગનું ભિન્ન જ્ઞાન થાય તેનું નામ જ્ઞાન કહેવામાં આવે છે. વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ દેવાધિદેવ આમ ફરમાવે છે. ભગવાન તો મહાવિદેહમાં બિરાજે છે એમની આ વાણી છે, ભાઈઆહાહા...!