________________
કળશ-૧૮૬
૧૩
અત્યારે તો બહુ ફેરફાર થઈ ગયો છે, પણ એ કોને પડી છે? જન્મે એટલે બાળક.. બચપન ખેલમેં ખોયા, જુવાની સ્ત્રીમાં મોહ્યા, ઘડપણ દેખકર રોયા. જ્યાં વૃદ્ધ થયો ત્યાં આહાહા.! કોણ છું? કેવો છું? આ શું ચીજ છે? કેમ થાય છે? તેની ખબર વિના... આહાહા...!
અહીંયાં (કહે છે), પરમાર્થબુદ્ધિએ જુઓ તો સમ્યગ્દષ્ટિ એ ભાવથી રહિત છે. પરને હું અડતો જ નથી. આહાહા...! સમજાણું કાંઈ સ્ત્રીના શરીરનો જે ભોગ છે તો આ શરીર (બીજા) શરીરને અડતું નથી. એમ સમ્યગ્દષ્ટિ જાણે છે. રાગ આવે છે, એ ક્રિયા થાય છે પણ જ્ઞાની ધર્માત્મા જાણે છે કે, એ હું કરતો નથી. આહાહા...! હું તો મારા જ્ઞાનસ્વરૂપમાં છું. એ મારી ચીજ છે. હું ક્યારેય પરને અડ્યો જ નથી અને પરચીજ ક્યારેય મને અડી નથી. આહાહા.! આવી વાત કોણ માને? પાગલ જેવી લાગે. પાગલ જેવી લાગે. આ પાનાં આંગળી વિના આમ ઊંચા થાય છે. કોણ માને?
મુમુક્ષુ :- આત્મજ્ઞાન થયા પહેલા તો એ ભાવ નહિ આવે. ઉત્તર :- શું કહ્યું? મુમુક્ષુ :- આત્મજ્ઞાન થયા પહેલા તો એ ભાવ નહિ આવે. ઉત્તર :- ભાવ આવશે પણ એ છે અજ્ઞાન. આહાહા.! ઝીણી વાત બહુ, ભાઈ! મુમુક્ષુ :- ડૉક્ટર અને વકીલનું જ્ઞાન તો આત્માનું છે ને?
ઉત્તર :- એ કુજ્ઞાન છે, રખડવાનું જ્ઞાન છે. આત્માનું જ્ઞાન નથી, એ જડનું જ્ઞાન છે. ભૈયા!
મુમુક્ષુ – થાય છે તો આત્માની પર્યાયમાં ને
ઉત્તર :- પર્યાય છે એ બીજી વાત છે. એ તો રાગ છે, રાગ પણ તેની પર્યાયમાં થાય છે, તો છે એનો એ જ્ઞાનની પર્યાય થાય છે પોતાની દશામાં પણ એ પર્યાય અજ્ઞાન છે, કુશાન છે. પોતાના ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માનું અંતરજ્ઞાન થયા વિના પોતાની પર્યાયમાં જ્ઞાનમાં, વર્તમાનમાં ત્રિકાળી શેય, આત્માને શેય બનાવ્યા વિના ક્યારેય જ્ઞાન થતું નથી. પરને શેય બનાવીને જે જ્ઞાન થાય એ જ્ઞાન છે જ નહિ. સમજાણું કાંઈ કેટલી વાત કહે? બહુ સૂક્ષ્મ છે. બહુ સૂક્ષ્મ ઝીલી શકે નહિ એવી વાત છે, ભગવાના આહાહા..! સાડા નવ થઈ ગયા? થઈ ગયા લ્યો, તમારો પોણો કલાક થઈ ગયો.