________________
૧૪
કલશમૃત ભાગ-૬
પોષ સુદ ૯, મંગળવાર તા. ૧૭-૦૧-૧૯૭૮,
કળશ–૧૮૬, ૧૮૭ પ્રવચન–૨૦૭
કળશટીકા “મોક્ષ અધિકાર ચાલે છે. ૧૮૬ (કળશ). વાત એ આવી કે, મિથ્યાષ્ટિ જીવ અનાદિથી પુણ્ય-પાપના ભાવ જે અશુદ્ધ વિકાર છે તેને પોતાના માનીને અનુભવે છે. એ મિથ્યાદૃષ્ટિ નવા સંસારના બંધનના કર્મને બાંધે છે. કર્મને બાંધે છે. પોતાનું સ્વરૂપ ચૈતન્ય શુદ્ધ આનંદ, તેને ભૂલીને, તેનાથી) ભ્રષ્ટ થઈને, છે ને છેલ્લે? અનુભવથી ભ્રષ્ટ છે. પહેલી લીટી છે. પુણ્ય અને પાપ ને કર્મ ને શરીર, તેને પોતાના માને છે એ અનુભવથી ભ્રષ્ટ છે. તે પોતાની ચીજથી ભ્રષ્ટ થયો છે. આહાહા.. એ નવા કર્મ બાંધે છે , એ ગુનેગાર છે. શેઠા ગુનેગાર કહ્યું હતું ને? છે? પરમાર્થબુદ્ધિએ વિચારતાં ગુનેગાર છે,... આહાહા..! અત્યારે તો ભારે આકરું પડે છે માણસને. એ બધી શુભક્રિયાને આગમમાં સાધન કહી છે, એમ કહે છે. એ તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે.
વસ્તુસ્વરૂપ ચૈતન્ય અનંત આનંદ આદિ શક્તિઓનો ભંડાર શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે. તેનો અનુભવ, (તેની સન્મુખ થઈને તેનો અનુભવ નહિ કરતાં પુણ્ય-પાપના ભાવ ને કર્મ ને શરીર, વાણી મારા છે એમ માનીને અનુભવે છે એ પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ છે. ઝીણી વાત છે, ભાઈ! કાલે તો પૂર્વપર્યાય કારણ અને ઉત્તરપર્યાય કાર્ય, ત્યાં સુધી લીધું હતું. મિથ્યાત્વ પૂર્વ પર્યાય કારણ છે. પછી સમકિત કાર્ય છે? મિથ્યાત્વ કારણ છે? એ તો પૂર્વપર્યાયનો વ્યય થઈને નવી પર્યાય ઉત્પન્ન થાય છે તેને કારણ-કાર્ય કહ્યું છે. આહાહા...! શું કહ્યું? પોતાના સ્વરૂપમાં અનુભવની દૃષ્ટિ નહિ હોવાથી રાગ ને દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધના ભાવને પોતાના માને છે, તે પોતાની પર્યાયમાં વિકારની ઉત્પત્તિ કરે છે અને નિર્વિકારી પોતાના સ્વભાવનો ઉદાસ ભાવ પ્રગટ નથી કરતો. સમજાણું કાંઈ? ઝીણી વાત, ભાઈ! થોડી વાત પણ બહુ સૂક્ષ્મ અને દુર્લભ છે.
ભગવાન આત્મા! હવે અહીંયાં કહે છે, જુઓ! “સમ્યગ્દષ્ટિ જીવ...” બીજી લીટી. સમ્યગ્દષ્ટિ જીવ. સમ્યગ્દષ્ટિ કોને કહીએ? કે, નિજ આનંદસ્વરૂપ ને જ્ઞાન શુદ્ધ સ્વરૂપની દૃષ્ટિ થઈ છે અને નિજ ચૈતન્ય સ્વભાવ જે ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય છે તેનો અનુભવ થઈને પ્રતીતિ થઈ છે તેને અહીંયાં સમ્યગ્દષ્ટિ કહે છે. ધર્મની પહેલી સીઢી, મોક્ષમહેલની પહેલી સીઢી એ સમ્યગ્દર્શન, ચોથું ગુણસ્થાન. આહાહા.!
સમ્યગ્દષ્ટિ જીવ એવા ભાવથી રહિત છે. એવા ભાવ એટલે પુણ્ય-પાપના ભાવ, દ્રવ્યકર્મ