________________
કળશ-૧૮૬
જડ, નોકર્મ શરીર, વચન, મન અને ભાવકર્મ પુણ્ય-પાપ, તેનાથી સમ્યગ્દષ્ટિ રહિત છે. (તેને) પોતાના માનતો નથી. સમજાણું કાંઈ? સૂક્ષ્મ વાત છે, ભાઈ! પોતાની ચીજ જે જ્ઞાન ને આનંદ ત્રિકાળી શક્તિ-સ્વભાવ પડ્યો છે ને? આત્મા ત્રિકાળી ચીજ છે ને? અને ત્રિકાળીમાં સ્વભાવ ત્રિકાળ પડ્યો છે કે નહિ? ત્રિકાળ સ્વભાવ તો અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા આદિ અનંત શક્તિઓનો પિંડ તો આત્મદ્રવ્ય છે. તેની જેને દૃષ્ટિ અને અનુભવ થાય. અનુભવ નામ એ વસ્તુ સ્વરૂપને અનુસરીને સમ્યજ્ઞાન, શાંતિની પ્રાપ્તિ થાય. અનાદિથી પુણ્ય અને પાપના ભાવ (થાય છે તેમાં) અશાંતિ છે. કષાય છે, દુઃખ છે, ઝેર છે. એવો અનુભવ કરનારો મિથ્યા જૂઠી અસત્ય દૃષ્ટિવંત છે. જેનાથી અસત્યદૃષ્ટિને કા૨ણે ચોરાશી લાખ યોનિમાં) અનંતકાળથી પરિભ્રમણ કરે છે. આહાહા..!
સમ્યગ્દષ્ટિ જીવ પોતાનું શુદ્ધ સ્વરૂપ પવિત્ર છે તેનું અંતર ભાન થયું છે, અનુભવ થયો છે, પ્રતીતિ થઈ છે તે જીવ દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મથી રહિત છે. પોતાની ચીજમાં તેની ખતવણી કરતા નથી. ખતવણી સમજાય છે? પોતાના) ખાતામાં નથી નાખતા. સમજાણું કાંઈ? નિજ સ્વરૂપ શુદ્ધ ચૈતન્યઘન આનંદકંદ છે તેની દૃષ્ટિ કરનારો સમ્યગ્દષ્ટિ ધર્મની પહેલી સીઢીવાળો છે. આહાહા..! એ પોતામાં જ્ઞાન, આનંદ, શાંતિની મેળવણી કરે છે ખતવે છે. શું કહ્યું? પોતાના ખાતામાં નાખે છે, પણ પુણ્ય-પાપના, દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધના ભાવને પોતાના ખાતામાં નથી નાખતો. આહાહા..! આ દીકરા ને દવાખાના ક્યાં રહ્યા? બહાર રહી ગયા? આહાહા..!
૧૫
અંત૨ ચીજ–વસ્તુ છે ને? અને છે તો અનાદિથી છે. અનંત કાળ રહેનારી છે. અને જેમ ત્રિકાળ ચીજ છે, સ્વભાવ, એમ જ્ઞાન, આનંદ, શાંતિ પણ તેનો ત્રિકાળી સ્વભાવ છે. એ ત્રિકાળી સ્વભાવની દૃષ્ટિ કરનારો પોતામાં, પોતાના ખાતામાં પવિત્રતા અને શુદ્ધિ છે તેને ખતવે છે. પણ અપવિત્ર ભાવ છે, પરંતુ પોતાના જ્ઞાનમાં પરશેય તરીકે જાણે છે, પરંતુ પોતામાં ભેળવતો નથી. આહાહા..! તેનું નામ ભેદજ્ઞાન, તેનું નામ સમ્યગ્દર્શન કહે છે ધર્મની પહેલી સીઢી. આહાહા..! સમજાણું કાંઈ? છે?
સમ્યગ્દષ્ટિ જીવ એવા ભાવથી રહિત છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ” ધર્મી. સ્વદ્રવ્ય સંવૃત્ત:’ ‘સ્વદ્રવ્યે સંવૃતઃ નિજ આનંદ અને જ્ઞાન સ્વરૂપમાં રહે છે. ‘સંવૃતઃ’ છે તેમાં રહે છે. પુણ્ય-પાપ ને રાગમાં તેઓ રહેતા નથી. તેને ભિન્ન જાણીને તેને જાણે છે પરંતુ તેમાં રહેતા નથી. આહાહા..! આવો માર્ગ છે. છે? ‘સ્વદ્રવ્ય સંવૃતઃ” પોતાના આત્મદ્રવ્યમાં સંવરૂપ છે...’ એ પુણ્ય ને પાપના ભાવ તો આસવ છે, મલિન છે, અશુદ્ધ છે. તેનાથી રહિત સમ્યગ્દષ્ટિ ધર્માં જીવ પોતાના સ્વરૂપમાં સંવૃત્ત છે. એ આસ્રવથી રહિત છે. આહાહા..! પોતાના સ્વરૂપમાં રહેનારા છે. બાહ્ય ચીજ હો, બધાને દેખે-જાણે છે, પોતામાં ખતવતા નથી.
આહાહા..!