________________
૧૬
કલશામૃત ભાગ-૬
સમ્યગ્દષ્ટિ જીવ એવા ભાવથી રહિત છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ?” “સ્વદ્રત્યે સંવૃતઃ આહાહા...! સ્વદ્રવ્ય એને કહીએ કે જે પુણ્ય-પાપના ભાવથી રહિત છે). ૧૮૬ (કળશમાં) છેલ્લે છેલ્લે આવી ગયું). સમજાણું કાંઈ? આહાહા...! બહુ થોડી પણ સૂક્ષ્મ પણ પરમસત્ય વાત છે. આહાહા...! એની ક્યારેય દૃષ્ટિ કરી નથી અને દયા, દાન, વ્રત, ભક્તિ આદિ ભાવ એ તો શુભભાવ છે. તેનાથી મારું કલ્યાણ થશે, એ સાધન છે અને નિશ્ચય સાધ્ય છે એ તો ભ્રમણા, મિથ્યાશલ્ય છે. અહીંયાં તો ધર્માજીવ સ્વદ્રવ્યમાં સંવૃત્ત છે. મિથ્યાદૃષ્ટિ જીવ પરદ્રવ્યમાં પ્રવૃત્ત છે. બસ ! ટૂંકી વાત છે). અજ્ઞાની જીવ પરદ્રવ્ય નામ પુણ્ય ને પાપ એ પદ્રવ્ય છે, તેમાં પ્રવૃત્ત છે. સમ્યગ્દષ્ટિ જીવ સ્વદ્રવ્યમાં સંવૃત્ત છે. નિજ જ્ઞાન, દર્શન, આનંદમાં અંદર પોતાપણું માનીને અનુભવે છે. આહાહા.!
પોતાના આત્મદ્રવ્યમાં સંવરરૂપ છે અર્થાત્ આત્મામાં મગ્ન છે.” આહાહા.. તેને રાગ થાય છે પણ ધર્મી તેમાં મગ્ન નથી, લીનતા નથી. તેનું જ્ઞાન કરીને, તેનો જ્ઞાતા થઈને તેને શેય બનાવીને જાણે છે અને રહે છે પોતાના જ્ઞાનમાં. રાગને જાણે છે, રાગનું જ્ઞાન અને પોતાના જ્ઞાનમાં રહે છે. આહાહા.! આ કુંદકુંદાચાર્યનું શાસ્ત્ર છે, શેઠા શેઠે તો અભ્યાસ કર્યો છે. આહાહા...!
મુમુક્ષુ :- બહુ પ્રમોદ બતાવે છે.
ઉત્તર – હા, પ્રમોદ પ્રમોદ બતાવે છે. નરમ જીવ છે નો વાત તો બાપા, બહુ મુશ્કેલી છે. લોકો વિરોધ કરે છે. કાલે આવ્યું છે ને ભાઈનું – “જગમોહનલાલજીનું, કે આત્મામાં અધ્યાત્મથી તો પુણ્ય-પાપ બંધનું કારણ છે પરંતુ આગમદષ્ટિથી એ પુણ્ય પરિણામ સાધક છે અને ધર્મ સાધ્ય છે. તેનાથી ધર્મ થશે, એમ આવ્યું છે. અરરર! પ્રભુ પ્રભુ અને ત્યાં સુધી આવ્યું છે કે, પૂર્વપર્યાય કારણ છે અને ઉત્તરપર્યાય કાર્ય છે એમ શાસ્ત્રમાં આવે છે. ન્યાયશાસ્ત્રમાં અને સ્વામી કાર્તિકેયમાં આવે છે. પરંતુ શું કહે છે? ફક્ત પૂર્વપર્યાય જે છે એ કારણ છે અને પછીની પર્યાય કાર્ય છે). કેમ કે, પૂર્વપર્યાયનો વ્યય થાય છે અને પછીની પર્યાયનો ઉત્પાદ થાય છે. એ અપેક્ષાએ કારણ-કાર્ય કર્યું. પરંતુ એમાં એવું લગાવી દયે કે, પૂર્વનો શુભભાવ કારણ છે અને પછી શુદ્ધભાવ કાર્ય છે. એવું લગાવી દીધું છે. આહાહા.!
શાસ્ત્રમાં એવું આવે છે કે, પૂર્વપર્યાય કારણ અને ઉત્તરપર્યાય (કાર્ય). પૂર્વપર્યાય શું? પોતાના આત્મામાં જે પ્રથમ વર્તમાન અવસ્થા થાય છે તેને પૂર્વપર્યાય) કહે છે અને તેને કારણ બનાવીને પછીની પર્યાય થાય છે તેને કાર્ય કહે છે. તો શુભરાગ કારણ અને શુદ્ધ પર્યાય) કાર્ય એમ લગાવ્યું છે. પરંતુ એમ છે નહિ. જો એમ લગાવો તો શાસ્ત્રમાં એવું પણ કહ્યું છે કે, પૂર્વપર્યાયતમાં) મિથ્યાત્વ છે તે કારણ છે અને સમ્યગ્દર્શન કાર્ય છે, એવો પાઠ છે. પૂર્વપર્યાય યુક્ત દ્રવ્યમ્ કારણમે, એ “સ્વામી કાર્તિકેયમાં આવે છે. ઉત્તરપર્યાય