________________
કળશ-૧૮૬
૧૭
યુક્ત દ્રવ્યમ્ કાર્ય. તો ત્યાં તો પૂર્વપર્યાય(માં) મિથ્યાત્વ પણ છે. મિથ્યાત્વ કારણ અને સમ્યગ્દર્શન કાર્ય (એમ છે) પણ પૂર્વપર્યાયનો વ્યય કા૨ણ અને ઉત્ત૨૫ર્યાય કાર્ય. મિથ્યાત્વનો વ્યય થઈને સમ્યગ્દર્શનનું કાર્ય થાય છે. એમ શુભભાવનો વ્યય થઈને શુદ્ધભાવ થાય છે. ત્યાં તો એમ લીધું છે કે, પૂર્વપર્યાય કારણ અને ઉત્તરપર્યાય કાર્ય. તો પૂર્વપર્યાય અશુભ પણ છે. શું કહે છે? પૂર્વપર્યાય કા૨ણ (હોય) તો અશુભભાવ કારણ અને પછી શુભભાવ કાર્ય. એમ લીધું છે. પંડિતજી! એ તો પૂર્વપર્યાય... એ તો ક્ષણિક છે ને તેથી.
મુમુક્ષુ :
ઉત્તર ઃ– એ તો એક સિદ્ધ કરવું છે, એટલી વાત છે. એ તો સિદ્ધ કરવું છે કે, પૂર્વપર્યાય વ્યય થાય છે અને નવી પર્યાય ઉત્પન્ન થાય છે, એટલી વાત સિદ્ધ કરવી છે. તો ત્યાં તો ત્યાં સુધી લીધું છે, સ્વામીકાર્તિકેય'માં પણ છે અને ન્યાયશાસ્ત્રમાં (લીધું છે), પૂર્વ અશુભભાવ કારણ છે અને પછીની પર્યાય કાર્ય છે. તો એનો અર્થ શું? અશુભભાવ મિથ્યાત્વ કારણ છે અને શુભભાવ કાર્ય છે? એ અશુભભાવનો વ્યય કારણ છે. ભાઈએ નાખ્યું છે, ફૂલચંદજી’! શેઠ! જૈનતત્ત્વ મિમાંસા’ આવ્યું છે? ફૂલચંદજી”નું છે, જૈનતત્ત્વ મિમાંસા’. જેઠાભાઈ’! શેઠ.. શેઠ પાસે આવ્યું છે? જૈનતત્ત્વ મિમાંસા’. નહિ આવ્યું હોય. આપણે છે? વધારાનું છે? જૈનતત્ત્વ મિમાંસા’ એક શેઠને આપજો. જૈનતત્ત્વ મિમાંસા’.
‘ફૂલચંદજી’ પંડિત છે ને? એમણે જૈનતત્ત્વ મિમાંસા' બનાવ્યું છે. એમાં આ અર્થ લીધો છે કે, પૂર્વપર્યાય કા૨ણ. અને જગમોહનલાલજી'નું આજે જ આવ્યું છે, એમણે તો એમ જ લગાવ્યું છે, પૂર્વપર્યાય અશુભ કારણ અને શુભ કાર્ય. શુભપર્યાય કા૨ણ અને અશુદ્ધ કાર્ય.
મુમુક્ષુ :- તો તો પૂર્વપર્યાય અશુભ કારણ ને શુભકાર્ય થઈ જાય.
ઉત્તર ઃ– એ લીધું છે ને કે, શુદ્ધપર્યાય કા૨ણ અને શુભપર્યાય કાર્ય. થોડી સૂક્ષ્મ વાત છે. ન્યાયશાસ્ત્રમાં એમ આવે છે કે, પૂર્વપર્યાય કારણ, ઉત્તરપર્યાય કાર્ય. તો એમ પણ આવ્યું કે, શુદ્ધભાવ જે આવ્યો અને શુદ્ધભાવનો વ્યય થઈને શુભ થયું, શુભ. તો શુદ્ધભાવ એ કા૨ણ અને શુભ કાર્ય થયું. એવું આવે છે. પણ એનો અર્થ એમ નથી. શુદ્ધ ઉપયોગનો વ્યય કારણ અને શુભઉપયોગનો ઉત્પાદ કાર્ય છે. એમ અર્થ છે. કાલે આવ્યું છે, ઘણું વિપરીત નાખ્યું છે. શું થાય? ‘સન્મતિ સંદેશ’માં જગમોહનલાલજી”નું બહુ લખાણ આવ્યું છે. અરેરે..! એક અધ્યાત્મ, એક આગમ અને એક ન્યાય ત્રણની વાત લીધી છે. મુમુક્ષુ :– એમ કાંઈ પરસ્પર વિરોધ હોય?
ઉત્તર :- ૫૨સ્પ૨ અવિરુદ્ધ તો જૈનવાણી કહે છે. (એ એમ કહે છે કે), અધ્યાત્મમાં શુદ્ધઉપયોગ જ મોક્ષનો માર્ગ છે અને આગમમાં શુભઉપયોગ પણ મોક્ષનો માર્ગ પરંપરાએ છે. અને ન્યાયમાં, ન્યાયશાસ્ત્ર આવે છે ને? ત્યાં પૂર્વપર્યાય શુભ કારણ છે, પછીની ઉત્તરપર્યાય