________________
કલશમૃત ભાગ-૬
કાર્ય છે, એવું આવ્યું છે. ત્રણ બોલની વ્યાખ્યા આવી છે. પરંતુ એમ નથી. આહાહા.! તો તો કહ્યું કે, શાસ્ત્રમાં એમ કહ્યું કે, પૂર્વપર્યાય કારણ છે. તો મિથ્યાત્વ કારણ છે. પૂર્વે મિથ્યાત્વ છે પછી સમતિ થયું. એક સમયમાં (થયું). મિથ્યાત્વ કારણ અને સમકિત કાર્ય શાસ્ત્રમાં પાઠ તો એવો છે, પૂર્વપર્યાય કારણ અને ઉત્તરપર્યાય કાર્ય. એનો અર્થ એમ છે કે, પૂર્વપર્યાયનો વ્યય કારણ અને પછીની પર્યાયનો ઉત્પાદ કાર્ય. સમજાણું કાંઈ? “દેવીલાલજી'! મોટી ગડબડ છે. અરેરે...! “જગમોહનલાલજીએ આવું નાખ્યું
મુમુક્ષુ - ત્યાં તો એટલું જ બતાવવું છે ને કે પ્રાયોગ્યલબ્ધિનો અભાવ કારણ છે.
ઉત્તર :- ના, ના. એ તો કંઈ નહિ. છે તો બીજી વાત કરે છે, બધી આગમની વાત કરે છે. આગમમાં શુભભાવને સાધન કહ્યું છે, નિશ્ચય સાધ્ય છે, એમ કહે છે. આવ્યું છે ને, કાલે આવ્યું છે. “સન્મતિ સંદેશ છે ને? દિલ્હી: દિલ્હી. દિલ્હી...! આહાહા...! મોટું લખાણ આવ્યું છે. કાલે વાંચ્યું હતું. ભાઈ! અહીં તો કહે છે, એ પૂર્વપર્યાયને શાસ્ત્રમાં કારણ કહ્યું છે પણ એ પર્યાયનો ઉત્પાદ કારણ છે અને પછીની પર્યાય ઉત્પાદ (થયો) તે કાર્ય એમ નહિ. વ્યય કારણ છે, પૂર્વની પર્યાયનો વ્યય કારણ છે અને પછીની પર્યાયનો ઉત્પાદ કાર્ય છે.
અહીંયાં એ કહે છે, જુઓ! સમ્યગ્દષ્ટિ જીવ પોતાના આત્મદ્રવ્યમાં સંવરરૂપ છે.” શુભ આદિ પૂર્વપર્યાય હતી તેનો તો નાશ કરીને પોતાના સ્વરૂપમાં સંવૃત્ત છે, પોતાના સ્વરૂપમાં એકાગ્ર છે. સમજાણું કાંઈ પૂર્વપર્યાય શુભ હતી, છેલ્લે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાના કાળમાં પૂર્વે શુભ હોય જ છે પરંતુ એ શુભથી શુદ્ધતા થતી નથી. શુભનો વ્યય થઈને શુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે. એવો અર્થ નહિ કરતા શુભ કારણ છે અને શુદ્ધ કાર્ય છે એમ કહે છે). વિપરીત છે, ભાઈ! માનો ન માનો દુનિયા. આહાહા...! પંડિત લોકો પણ આવું કરે. સન્મતિ સંદેશ દિલ્હીથી આવે છે ને? “શાંતિસાગર'. હિતેષી’ એમાં કાલે આવ્યું છે અને એક દેવેન્દ્રશાસ્ત્રી’ છે કોઈ. પહેલા અહીંનો વિરોધ હતો. એણે ઘણું લખ્યું છે, ઘણું સારું લખ્યું છે કે, શુદ્ધભાવ એ મોક્ષનું કારણ છે. શુભને (કારણ કહે છે) તે જૂઠ છે. બધા લોકો વિચારો. સોનગઢની વાતનો વિચાર કરો. તેનો તમે એકદમ બહિષ્કાર કરી છે અને આવું કરો છો તો આમ કરતા કરતા બહિષ્કાર તમારો થઈ જશે. સાધુ-બાધુ આવું કહે તો દ્વેષ છે એ. ઘણું લખ્યું છે. પૂર્વપર્યાયને કારણ બનાવી, શુભને કારણ બનાવી શુદ્ધને કાર્ય કહેવું છે એ વસ્તનું સ્વરૂપ છે નહિ. દેવેન્દ્રશાસ્ત્રી છે, પહેલા વિરોધ હતો. હવે અનુકૂળ થઈ ગયા છે. પત્ર આવ્યો હતો કે, મારે તમારી પાસે આવવું છે. આહાહા..! ભાઈ! આ તો શાંતિથી સાંભળવાની (સમજવાની) ચીજ છે. આ કોઈ વિદ્વત્તાની ચીજ નથી. આહાહા...!
અહીંયાં કહ્યું, “સમ્યગ્દષ્ટિ જીવ એવા ભાવથી રહિત છે” એવા ભાવ કોણ? દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ. તેનાથી રહિત છે. પોતાના અસ્તિત્વમાં તેનું રહિતપણું છે. છે પણ