________________
કળશ-૧૮૬
અને સાંભળ્યા વિના તેનો વિચાર ક્યાંથી આવે? અને વિચાર વિના રાગથી હટીને સ્વરૂપ તરફ ઝુકાવ કરવો, ઉન્મુખ થવું, શુદ્ધ ચૈતન્ય સન્મુખ થવું અને રાગાદિથી વિમુખ થવું એ ક્યાંથી થાય)? (રાગ) આવે છે પણ તેની સન્મુખતા છોડી દેવી, દૃષ્ટિમાં તેનો આશ્રય ન લેવો. આહાહા.! આવો માર્ગ છે.
આપણે અહીંયાં એ ચાલ્યું ને? ૧૮૬ ચાલે છે ને? પરદ્રવ્યરૂપ....” એ પરદ્રવ્યરૂપ છે. પહેલા આપણે ચાલ્યું છે. એ પરદ્રવ્યરૂપ છે. આહાહા.. પરવસ્તુ છે, પોતાની ચીજ નહિ. પોતાની હોય તો પોતાથી ભિન્ન થાય નહિ. જો પોતાની ચીજ હોય તો સદાય રાગ રહે, સદાય દુઃખી રહે સદાય સંસારમાં પરિભ્રમણ કરવું પડે. તે પોતાની નહિ, પરદ્રવ્યરૂપ છે. શું? એ દ્રવ્યક–જડકર્મ, જ્ઞાનાવરણ આદિ આઠ કર્મ છે. પુણ્ય-પાપના ભાવથી કર્મ બંધાય છે એ આઠ કર્મ છે તે પદ્રવ્ય છે, સ્વદ્રવ્ય-સ્વસ્વરૂપ નહિ. અને ભાવકર્મ–આ માથે કહ્યા ઈ. પઠન-પાઠન, સ્મરણ, વંદન, સ્તુતિ એ બધા ભાવકર્મ છે, વિકારભાવ છે, શુભભાવ છે. આહાહા...!
મુમુક્ષુ :- પઠન-પાઠનમાં હેતુ તો આત્મ-અનુભવનો છે. ઉત્તર :- હો, લક્ષ ભલે હો પણ છે વિકલ્પ, રાગ. મુમુક્ષુ :- એ અસલ ચીજ નથી, પછી છોડી દેવા.
ઉત્તર :- પહેલેથી જ દૃષ્ટિમાંથી છોડવા. આવે છે, થાય તો છે પણ દૃષ્ટિના જોરમાં તેની ઉપર દૃષ્ટિ ન રાખવી. સૂક્ષ્મ વાત છે, ભગવાના અત્યારે ચાલતા પ્રવાહથી બીજી ચીજ છે.
એ દ્રવ્યકર્મ, ભાવકર્મ. ભાવકર્મ (એટલે પહેલા) જે કહ્યા તે–પઠન-પાઠન, સ્મરણ, વંદન, સ્તુતિ એ પુણ્યભાવ છે, તે પણ ઝેર છે. ભગવાનઆત્મા અનીન્દ્રિય અનાકુળ આનંદનું રૂપ છે તેનાથી આ રાગાદિનું વિકારરૂપ પોતાના સ્વરૂપથી ભિન્ન છે. ભગવાન સ્વરૂપ અમૃત આનંદ છે, તો એ રાગ સ્વરૂપ ઝેર છે. આહાહા...! પહેલા દૃષ્ટિમાં–શ્રદ્ધાનમાં પલટો ખાવો. પલટો સમજ્યા? પલટવું. દૃષ્ટિમાં–શ્રદ્ધામાં પલટવું કે રાગ છે, આવે છે પણ એ ઝેર છે, દુઃખ છે, પોતાની દૃષ્ટિનો વિષય તો ત્રિકાળી આનંદકંદ છે. એ દૃષ્ટિનો વિષય ધ્યેય બનાવવો. ત્યારે તેને ધર્મની શરૂઆત થાય છે. આહાહા..! સમજાણું કાંઈ? આ બહારની ક્રિયા પંચ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, (જોઈને) ચાલવું ને જોવું એ બધી રાગની ક્રિયા છે.
એ પરદ્રવ્યસ્વરૂપ દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ નોકર્મ એટલે શરીર, વાણી, મન, “તેમને પોતારૂપ જાણી” તેમને પોતાના માનનારો. પોતાના માનનારો. જાણી અનુભવે છે, શુદ્ધસ્વરૂપથી ભ્રષ્ટ છે....” છે? આહાહા.! એ રાગને પોતાનો માની જાણીને અનુભવે છે તે પોતાના શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ છે. આહાહા...! આવી વાત છે, ભાઈ! ઝીણી પડે. અત્યારે ઈ વાત જ ચાલે છે), એ કરો, એ શુભકર્મ કરો, સત્કર્મ કરો. પણ સત્કર્મ જ નથી, એ તો અસત્કર્મ છે. સત્કર્મ તો આનંદસ્વરૂપ ભગવાન આત્મા આનંદનું દળ છે તેમાં એકાગ્ર