________________
કલશામૃત ભાગ-૬
છૂટે. ડૉક્ટરે પૂછ્યું હતું.
અહીંયાં તો કહે છે, પ્રભુ! સાંભળ, ભાઈ! આહાહા.! આ તો શાંતિથી સાંભળવાની ચીજ છે, ભગવાના આખા જગતથી ભિન્ન છે. આ પઠન-પાઠન... આ પડિકમ્પણા આઠ બોલ આવ્યા ને? ભાઈ! લાલચંદભાઈ ! પ્રતિક્રમણ, પરિહાર બધા આઠ બોલ. અહીંયાં આઠ બોલ આ લીધા છે. પ્રતિક્રમણ કરવું, પાપનું મિચ્છામિ દુક્કડમ્ (કરવું) એ પણ શુભરાગ છે, વિષ છે–ઝેર છે.
મુમુક્ષુ :- આત્માનો અનુભવ થતાં એ પણ છૂટી જાય છે.
ઉત્તર :- છૂટી જાય છે. જે આત્મા અંદર છે તેની દૃષ્ટિ કરવાથી એ વાત છૂટી જાય છે. નહિંતર તે વાત ઝેર છે. તેમાં ધર્મ માનવો, કલ્યાણ માનવું એ મહામિથ્યાત્વ, પાખંડ, મહાપાપ છે. ઝીણી વાત છે, ભગવાના શું કરે? અધિકાર તો એ આવ્યો છે. આહાહા.! લીધા ને? કેટલા બોલ લીધા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ વગેરે ઇત્યાદિ. વંદના કરવી, સ્તુતિ કરવી, શાસ્ત્ર વાંચન કરવું, શાસ્ત્ર ભણાવવા. પઠન-પાઠન એ વિકલ્પ છે. એ હોય છે, પણ છે દુઃખ. ધર્મીની દૃષ્ટિ, એ વિકલ્પ આવે છે પરંતુ તેના ઉપર દૃષ્ટિ નથી. આહાહા.! અંદર ભગવાનઆત્મા તેનાથી ભિન્ન છે તેના ઉપર ધર્મીની દૃષ્ટિ અને તેનો
સ્વીકાર છે. આહાહા...! કહો, પંડિતજી! અશુભભાવની વાત તો શું કરવી, હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ વાસના, કામ, ક્રોધ, માન, માયા, લોભ તો પાપ છે, તે તો ઝેર છે જ... આહાહા.! પણ પઠન-પાઠન, સ્મરણ, પ્રતિક્રમણ, પ્રતિમાનું પૂજન કરવું, પ્રતિમાની સ્થાપના (કરવી), શાસ્ત્રશ્રવણ કરવું, શાસ્ત્ર ભણાવવા, વંદન કરવા, સ્તુતિ કરવી એ બધા વિકલ્પ રાગ છે, વૃત્તિ છે. તો ધર્મીને પહેલેથી એ વૃત્તિને ઝેર સમાન જાણવી જોઈએ. અને આત્મા તેનાથી ભિન્ન અમૃત સ્વરૂપ છે એમ જાણવું જોઈએ.
મુમુક્ષુ :- આત્મામાં પહોંચવા માટે આ બધું કરવું જોઈએ કે નહિ? પછી છોડવું.
ઉત્તર :- નહિ, નહિ. એ વાત કરે છે. પહેલેથી તે દૃષ્ટિ છોડવી. એ આત્માને હિતકર છે જ નહિ. આહાહા..! આ વિષ-ઝેર કહ્યું ને? છે?
વિષ સમાન કહ્યા છે... “વિષે ઇવ પ્રીત સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ તેને ઝેર કહે છે. આહાહા.! આકરી વાત છે, ભાઈ! પહેલા પોતાની દૃષ્ટિ કરવા માટે તેને ઝેર સમાન જાણીને ભિન્ન રાખવા, પોતામાં ભેળવવું નહિ. હોય છે, પરંતુ આત્મા આનંદ, ભગવાન આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે, અતીન્દ્રિય સચ્ચિદાનંદ પ્રભુ એ આત્મા છે, તેનાથી આ બધી ચીજ પરદ્રવ્ય છે, એમ કહે છે. આહાહા.! અંદર પોતાનું નિજ સ્વરૂપ તો પરમાત્મા શુદ્ધ આનંદકંદ, અતીન્દ્રિય અનાકુળ આનંદની મૂર્તિ પ્રભુ છે, એ તો અમૃતનો સાગર આત્મા છે. તેમાં આવા જે પરિણામ થવા – પઠન-પાઠન, શ્રવણ, સ્મરણ આદિ આવે છે પણ છે ઝેર સમાન, દુઃખ છે. આહાહા.! જગતને ચૈતન્યતત્ત્વ શું છે એ સાંભળવા મળતું નથી.