________________
કળશ-૧૮૬
પોષ સુદ ૮, સોમવાર તા. ૧૬-૦૧-૧૯૭૮.
કળશ-૧૮૬ પ્રવચન–૨૦૬
કળશટીકા' ૧૮૬ કળશ. આ બાજુ છેલ્લી લીટી છે ને? પરદ્રવ્ય સ્વરૂપ છે. છેલ્લી લીટી. શું કહે છે? જરી ઝીણી વાત છે. આ આત્મા જે છે એ તો આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે, તે સ્વ-ચીજ છે, સ્વ-ચીજ છે અને તેનાથી આ શરીર, વાણી, મન અને શુભ-અશુભ રાગ, આ શુભ-અશુભ કર્મ કહે છે ને? સત્કર્મ. સત્કર્મ. એ બધો રાગ (છે). એમાં આવ્યું છે. ૧૮૯ જુઓ. ૧૮૯ શ્લોક છે ને? એમાં છે. ઉપરથી બીજી લીટી, ૧૮૯. બીજી લીટીથી. પઠન-પાઠન. પાછળ પ્રતિક્રમણની વ્યાખ્યા છે. નહિ. ફેર છે? આ પાનું ફેર છે. ૧૮૯ પણ પાછળ છે. પ્રતિક્રમણ... પાછળ, પાછળ પ્રતિક્રમણની વ્યાખ્યા છે. છે? શું છે? પ્રતિક્રમણ અર્થાત્ આ શાસ્ત્રપઠન... છે? ભાઈ! શાસ્ત્રપઠન. જરી ઝીણી વાત છે. પઠન-પાઠન. બીજાને શાસ્ત્ર ભણાવવા, એ બધો રાગ છે, વિષ-ઝેર છે. છે એમાં? શેઠા
પઠન-પાઠન, સ્મરણ” પરમાત્માનું સ્મરણ. વિકલ્પ છે ને? રાગ છે, પરદ્રવ્ય છે ને? એ કહે છે, અહીંયાં પરદ્રવ્ય લેવું. પરદ્રવ્ય સ્વરૂપ. એ પરદ્રવ્ય છે. એ પઠન-પાઠન, સ્મરણ, ચિંતન ચાહે તો પરમાત્માનું, દેવ-ગુરુ-શાસ્ત્રનું કે દયા, દાનનું ચિંતવન કરવું એ. “સ્તુતિ...” કરવી. પરમાત્માની સ્તુતિ કરવી. વંદના...’ કરવી ઇત્યાદિ અનેક ક્રિયારૂપ વિકલ્પ...” એ બધી ક્રિયારૂપ રાગના વિકલ્પ છે, રાગ છે. આજે તો ઝીણી વાત છે. ક્યારેય ક્યાંય સાંભળી નથી. અંદર છે? શું કહે છે?
પઠન-પાઠન, સ્મરણ, ચિંતન, સ્તુતિ, વંદના ઈત્યાદિ. પ્રતિમાનો આશ્રય કરવો, પૂજા કરવી, ભક્તિ કરવી ઈત્યાદિ. ઈત્યાદિ ક્રિયારૂપ વિકલ્પ.” વિકલ્પ નામ એ રાગ છે. એ વિષ સમાન કહ્યા છે....” ઝેર સમાન કહ્યા છે. શેઠા આહાહા.! ઝીણી વાત છે, ભગવાના અંદર આત્મા ચૈતન્યસ્વરૂપ, જ્ઞાન અને અતીન્દ્રિય આનંદનો પુંજ પ્રભુ! તેનાથી, આ વિકલ્પ ઊઠે છે, રાગ, આ રાગ, હોં! શુભરાગ-પઠન-પાઠન, સ્તુતિ, વંદન, વિદ્યા, સ્મરણ કરવું, વંદન કરવું, દેવ-ગુરૂશાસ્ત્રને વંદન કરવા એ બધો શુભરાગ છે).
મુમુક્ષુ :- પૂરી ચીજને છોડી દેવી?
ઉત્તર :- પહેલા દૃષ્ટિમાંથી છોડવા. પોતાની ચીજ નથી. દૃષ્ટિ ત્યાં ન રાખવી, દૃષ્ટિ અંતરમાં રાખવી. (રાગ) આવે છે, પણ એની ઉપર દૃષ્ટિ ન રાખવી. તે આદરણીય છે અને હિતકર છે એમ ન માનવું). રાત્રે પ્રશ્ન કર્યો હતો ને કે, સત્કર્મ કરે તો કાંઈ છોતરા