________________
કલશમૃત ભાગ-૬
સમ્યગ્દર્શન વિના. મિથ્યાદર્શન-મિથ્યાશ્રદ્ધા અપરાધ – રાગ મારો, વાણી મારી–વચન મારા, શરીર મારું, પુણ્ય મારું, પાપ મારું, પુણ્યનું ફળ આ ધૂળ –સંયોગ) મળે એ મારા), લક્ષ્મી મારી એમ માનનાર ગુનેગાર અપરાધી છે. આહાહા.! એ અપરાધી ગુનો કરીને આઠ કર્મને બાંધે છે. - નિરપરાધી જીવ પોતાના આનંદસ્વરૂપમાં પોતાની ચીજ માને છે અને રાગાદિ ભાવ કે જેમાં પુણ્યબંધ થાય છે એ રાગ પણ મારો નહિ, એમ માનનાર) નિરપરાધી પ્રાણી નવા કર્મથી બંધાતો નથી અને કર્મથી છૂટે છે. સમજાણું કાંઈ? વાત તો ઘણી મોટી છે, ભગવાના નિવૃત્તિ નહિ, નિવૃત્તિ નહિ આખો દિ ધંધો. પૈસા રળવા, બાયડી, છોકરા, કુટુંબ, ધંધામાં બાવીસ કલાક પાપમાં રચ્યાપચ્યા રહે, એકાદ-બે કલાક મળે એમાં) દેવદર્શન કરે ને થોડાઘણા પુણ્ય બાંધીને ચાલ્યો જાય. (આત્મા) શું ચીજ છે? અને કેવી રીતે તે ચીજ પ્રાપ્ત થાય? અને કઈ ચીજને પોતાની માનવાથી સંસારમાં રખડવું પડે છે એનો નિર્ણય કરવાનો અવકાશ નહિ. સમજાણું કાંઈ? એ કહે છે.
અનપરાધી મુનિ. મુનિનો અર્થ કર્યો– “પદ્રવ્યથી વિરક્ત સમ્યગ્દષ્ટિ જીવ... આહાહા.! અંદર પોતાની ચૈતન્ય ચમત્કારી વસ્તુ ભગવાન બિરાજે છે એ મારી ચીજ છે અને જેટલા દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધના ભાવ ઉત્પન્ન થાય છે તે મારા નથી, તે પર છે એમ માનનારો અનપરાધી જીવ કર્મથી બંધાતો નથી, તે ગુનેગાર નથી. આહાહા.. દુનિયામાં પરની ચોરી કરે તો ગુનેગાર કહેવામાં આવે છે. અહીંયાં પણ રાગાદિ પર છે તેને પોતાના માને છે તે પણ ગુનેગાર છે, એમ કહે છે. પરમાત્માના ઘરમાં તે ગુનેગાર છે. આહાહા...! સમજાણું કાંઈ? “કર્મના ઉદયના ભાવને આત્માનો જાણીને અનુભવતો નથી એવો છે જે પદ્રવ્યથી વિરક્ત સમ્યગ્દષ્ટિ જીવ તે જ્ઞાનાવરણાદિ કર્મપિડ વડે બંધાતો નથી.” આહાહા..!
ભાવાર્થ આમ છે કે જેમ કોઈ ચોર પરદ્રવ્ય ચોરે છે, ગુનેગાર થાય છે, ગુનેગાર થવાથી બંધાય છે; તેમ મિથ્યાદૃષ્ટિ જીવ પરદ્રવ્યરૂપ છે જે દ્રવ્યકર્મ...” જડકર્મ અને ભાવકર્મ...” પુણ્ય-પાપના ભાવ અને “નોકર્મ...” શરીર, મન, વાણી તેને આત્મા જાણીને તેમને પોતારૂપ જાણી....... આત્મા જાણીને “અનુભવે છે....... મારા છે તેમ માને છે. આહાહા.! તે સ્વરૂપ અનુભવથી ભ્રષ્ટ છે. આહાહા.! તે પોતાના ચૈતન્યસ્વરૂપથી ભ્રષ્ટ છે અને રાગમાં રોકાઈ ગયો છે, પોતાની ચીજને જાણતો નથી. વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવા)