________________
કળશ-૧૮૬
તે ગુનેગાર-અપરાધી છે. આહાહા.! છે કે નહિ? આહા..! સમજાણું કાંઈ? શું કહ્યું?
“શુદ્ધ ચિતૂપઅનુભવસ્વરૂપથી ભ્રષ્ટ છે...” શા કારણે? કેવો છે?” “પૂરદ્રવ્યપ્રદં વર્તન તે પરદ્રવ્યને પોતાના માને છે. આહાહા.. ચોર જેમ બીજાની ચીજ લઈ લ્ય છે તો એ ચોર છે, ગુનેગાર છે. એમ ભગવાન આત્મા પોતાનું ચૈતન્ય અનંત શાંતિનો સાગર ભગવાન, પોતાના સ્વરૂપને છોડીને મન, વચન, કાયા અને પુણ્ય-પાપના ભાવને પોતાના માને છે તે ગુનેગાર અપરાધવાન ચોર છે. આ અંતરનો ચોર છે, પેલો બહારનો ચોર છે. આહાહા.! આવો વીતરાગનો માર્ગ છે).
‘આત્મબુદ્ધિરૂપ સ્વામિત્વ...” કહ્યું ને? “ગ્રÉ કહ્યું ને? રાગને ગ્રહણ કરે છે. એ મહાવ્રતના પરિણામ મારા છે. દયા, દાનનો ભાવ આવ્યો પણ એ રાગ મારો છે એમ માનીને તેનો સ્વામી થાય છે. તે આત્મબુદ્ધિમાં પોતાના માને છે. તે ગુનેગાર છે અને નવા આઠ કર્મોથી બંધાય છે. આહાહા.. છે કે નહિ? પંડિતજી સંસ્કૃતના પ્રોફેસર છે. જયપુરમાં સંસ્કૃતના મોટા પ્રોફેસર છે. હવે ત્યાં રહે છે. પ્રોફેસર-બોફેસર બધા મીંડાં છે. આહાહા...!
અહીંયાં તો ચૈતન્યમૂર્તિ પ્રભુ અંદર ભિન્ન, અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદ સ્વરૂપની મૂર્તિ એટલે સ્વરૂપ, તેનાથી ભ્રષ્ટ થઈને મન, વચન અને કાયા ને અશુદ્ધ વિકારી ભાવ, તેમાં પોતાપણાની બુદ્ધિ કરે છે (અર્થાતુ) તે આત્મા છે, આત્માને લાભનું કારણ છે, આત્માની ચીજ છે એમ માનનાર) ગુનેગાર છે, એ અપરાધી પ્રાણી છે, ચાર ગતિમાં રખડનારો છે. આહાહા.! સમજાણું કાંઈ? છે? “આત્મબુદ્ધિરૂપ સ્વામિત્વને કરતો થકો.” ગુનેગાર
હવે, બીજી વાત. “નપSTધ: મુનિ ન વળેત’ (અપરાધ:) કર્મના ઉદયના ભાવને આત્માનો જાણીને અનુભવતો નથી...... આહાહા. જે કોઈ પ્રાણી કર્મના નિમિત્તે ઉત્પન્ન થયેલા પુણ્યના, પાપના ભાવ, કર્મના નિમિત્તે મળેલા શરીર, વાણી, મનને પોતા સ્વરૂપે અનુભવતો નથી, તેને પોતાના માનતો નથી એ નિરપરાધી–અનપરાધી જીવ છે. આહાહા...! સમજાણું કાંઈ? છે?
“સનપરાધ: મુનિ ૧ વÀત’ (નપરાધ:) “કર્મના ઉદયના ભાવને આત્માનો જાણીને અનુભવતો નથી એવો છે જે પદ્રવ્યથી વિરક્ત પરદ્રવ્યથી વિરક્ત રાગાદિ ભાવ, પદ્રવ્યથી વિરક્ત અને પોતાના ચૈતન્ય સ્વભાવમાં રક્ત (છે) તે અનપરાધી છે, તે અપરાધ કરતો નથી. જી પોતાના ચૈતન્ય સ્વરૂપથી વિરક્ત અને પુણ્ય-પાપના ભાવમાં રક્ત છે) એ અપરાધી–ગુનેગાર આઠ કર્મનું બંધન કરીને રખડે છે. આહાહા...! ભાષા તો સમજાય છે ને? શેઠા ભાષા તો સાદી છે, ભાવ બહુ ગંભીર છે. માર્ગ તો આવો છે, ભગવાન! અરે...! સાંભળવા મળે નહિ, સમજણમાં આવે નહિ. આહાહા...! અનંતકાળથી પરિભ્રમણ કરતા કરતા ચોરાશી લાખ યોનિમાં એક એક યોનિમાં અનંત વાર જન્મ ધારણ કર્યા. આહા. એ