________________
કલશમૃત ભાગ-૬
પોષ સુદ ૭, રવિવાર તા. ૧૫-૦૧-૧૯૭૮
કળશ-૧૮૬ પ્રવચન–૨૦૫
૧૮૬, ૧૮૬ કળશ.
परद्रव्यग्रह बध्येतानपराधो
(અનુષ્ટ્રપ) कुर्वन् न स्वद्रव्ये
बध्येतैवापराधवान् । संवृतो यतिः।।७-१८६।।
ખંડાન્વય સહિત અર્થ :- “અપરાધવાનું વચ્ચેત gવ છે? શુદ્ધ ચિતૂપ-અનુભવસ્વરૂપથી ભ્રષ્ટ છે.” ભગવાનઆત્મા! આહાહા.! શુદ્ધ ચૈતન્ય નિર્મળ સ્વરૂપથી ભ્રષ્ટ છે તે જીવ રાગને પોતાનો માને છે તે કારણે વિદ્વૈત) “જ્ઞાનાવરણાદિ કર્મો વડે બંધાય છે.” આહાહા...! સમજમાં આવ્યું? શું કહ્યું? જે કોઈ શુદ્ધ ચિતૂપ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા, તેના અનુભવથી ભ્રષ્ટ છે. કેવી રીતે? તે કહેશે. એ જ્ઞાનાવરણાદિ કર્મો વડે બંધન થાય છે.
કેવો છે ? “પૂરદ્રવ્યપ્રદં પુર્વ (પદ્રવ્ય) “શરીર, મન, વચન, રાગાદિ અશુદ્ધ પરિણામ...” તે પદ્રવ્ય છે. આહાહા.! શરીર તો માટી છે, ધૂળ છે, આ તો પુગલ છે, આ કાંઈ આત્મા નથી, આત્મા તો ભિન્ન છે, શરીરથી ભિન્ન છે. પછી મનથી ભિન્ન છે. આ જે મન છે, મન. આઠ પાંખડીનું અહીંયાં મન છે, વિચાર કરવામાં નિમિત્ત છે એ જડ છે અને આ વચન બોલે છે તે પણ જડ છે. અવાજ ઉત્પન્ન થાય છે એ જડ છે, એ આત્મા નથી. આહાહા...! “શરીર, મન, વચન... તેનાથી ભિન્ન અને “રાગાદિ અશુદ્ધ પરિણામ.” અને પુણ્ય-પાપના મલિન પરિણામ. “તેમના આત્મબુદ્ધિરૂપ સ્વામિત્વને...” એ મારી ચીજ છે, એમ માનનારને. રાગ મારો છે, પુણ્ય મારું છે, વ્રતના પરિણામ એ મારા છે, શરીર મારું છે, મન મારું છે, વચન મારા છે એમ માનનારને. છે?
આત્મબુદ્ધિરૂપ સ્વામિત્વને કરતો થકો.” આહાહા..! “વચ્ચેત’ તેને પોતાના માનતો થકો અજ્ઞાની કર્મથી બંધાય છે, એ અપરાધી છે. આહાહા.! ગુનેગાર છે. દૃષ્ટાંત આપશે. જેમ ચોર પરની ચીજ ચોરે છે તો ગુનેગાર છે. તેમ ભગવાન આત્મા પોતાનું શુદ્ધ ચૈતન્ય આનંદસ્વરૂપ, તેને છોડીને શરીર, વચન, મન અને પુણ્ય-પાપ ભાવને પોતાના માને છે, આત્મબુદ્ધિ કરે છે, તે પણ આત્માના છે અને તેનાથી મને લાભ થશે એમ જે માને છે)