________________
नम: श्रीसिद्धेभ्यः
કિલામૃત
(અધ્યાત્મયુગપુરુષ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના શ્રી સમયસાર-કળશ” ઉપર પ્રવચન)
(ભાગ-૬)
મોક્ષ અધિકાર
(અનુષ્ટ્રપ) परद्रव्यग्रहं कुर्वन् बध्येतैवापराधवान्। વધ્યેતાનપરાધો રે સ્વદ્રત્યે સંવૃતો યતિઃTI૭-૧૮૬IT
ખંડાન્વય સહિત અર્થ :- “RTધવાન્ વગૅત પવ' (અપરાધવાનું) શુદ્ધ ચિતૂપઅનુભવસ્વરૂપથી ભ્રષ્ટ છે જે જીવ તે (વચ્ચે) જ્ઞાનાવરણાદિ કર્મો વડે બંધાય છે. કેવો છે ? “પદ્રવ્યપ્રદં ચુર્વ (પરદ્રવ્ય) શરીર, મન, વચન, રાગાદિ અશુદ્ધ પરિણામ, તેમના (પ્ર૬) આત્મબુદ્ધિરૂપ સ્વામિત્વને (પુર્વ) કરતો થકો. “નપરાધ: મુનિ ન વધ્યેત (અનYRIધ:) કર્મના ઉદયના ભાવને આત્માનો જાણીને અનુભવતો નથી એવો છે જે નિ:) પરદ્રવ્યથી વિરક્ત સમ્યગ્દષ્ટિ જીવ તે (ન વગૅત) જ્ઞાનાવરણાદિ કર્મપિંડ વડે બંધાતો નથી. ભાવાર્થ આમ છે કે જેમ કોઈ ચોર પરદ્રવ્ય ચોરે છે, ગુનેગાર થાય છે, ગુનેગાર થવાથી બંધાય છે; તેમ મિથ્યાદૃષ્ટિ જીવ પરદ્રવ્યરૂપ છે જે દ્રવ્યકર્મ–ભાવકર્મ–નોકર્મ, તેમને પોતારૂપ જાણી અનુભવે છે, શુદ્ધસ્વરૂપથી ભ્રષ્ટ છે, પરમાર્થબુદ્ધિએ વિચારતાં ગુનેગાર છે, જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ કરે છે. સમ્યગ્દષ્ટિ જીવ એવા ભાવથી રહિત છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? સ્વદ્રત્યે સંવૃતઃ પોતાના આત્મદ્રવ્યમાં સંવરરૂપ છે અર્થાત્ આત્મામાં મગ્ન છે. ૭-૧૮૬.