________________
૪૧૪
કલામૃત ભાગ-૬
મુમુક્ષુ - તમે તો એકદમ મોક્ષના કલાસ લ્યો છો. ઉત્તર :- મોક્ષના ક્લાસની શરૂઆત આ છે. મુમુક્ષુ :- આ મોક્ષના ક્લાસ છે. એની પહેલા જે નીચેવાળા ક્લાસ ....
ઉત્તર :- એનાથી નીચેવાળા ક્લાસ એ તો બધા સંસારમાં રખડવાના ક્લાસ છે. ચાર ગતિમાં રખડવાના નીચેના ક્લાસ છે.
મુમુક્ષુ – એમાં પાસ થાય તો.
ઉત્તર:- એવું તો અનંત વાર કર્યું, એમાં શું થયું? એ કાંઈ કરી શકતો નથી. આહાહા..! પરની દયાનો ભાવ થવો, દયા તો પાળી શકતો નથી કેમકે પરવસ્તુ છે, પણ પરની દયાનો ભાવ થવો એ પણ રાગ છે ને હિંસા છે. આવી વાત છે, બાપુ બહુ આકરું કામ છે, બાપુ!
મુમુક્ષુ :- એમાં હિંસા ક્યાં ?
ઉત્તર :- રાગ એટલે હિંસા. ભગવાન સ્વરૂપ પ્રભુ આત્મા આનંદકંદ છે તેની હિંસા થાય છે. આહાહા.! પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં છે. પુરુષાર્થસિદ્ધિ ઉપાય છે ને? અમૃતચંદ્રાચાર્યનું.
મુમુક્ષુ :- રાગ બરાબર છે. કોઈને મારી નાખ્યો હોય તો હિંસા, આને તો જીવાડ્યો છે.
ઉત્તર :- એને જીવાડ્યો છે ક્યાં? રાગ કર્યો ને, હું જીવાડું. તો જીવાડી શકતો નથી, એ તો એના આયુષ્યથી જીવે છે. મેં એને આયુષ્ય આપ્યું તો જીવાડી દીધો? એનું રહેવાનું આયુષ્ય છે. એક ટૂકડો આપી દીધો અભિમાન કર્યું કે, હું પરને જીવાડી શકું છું. હું પરના રોગ મટાડી શકું છું.
મુમુક્ષ – ડૉક્ટરે રોગ મટાડી દીધો. ઉત્તર :- ધૂળેય મટાડતા નથી, એનો પોતાનો મટાડી શકતા નથી). મુમુક્ષુ – એકસાથે મોક્ષનો આઈડ્યા મળતો નથી.
ઉત્તર :- પહેલેથી આ મળે છે. પહેલે દરજે હું રાગનો કર્તા નથી. હું તો જ્ઞાતા છું એવો અનુભવ થવો એ પહેલા દરજ્જાની વાત છે. બીજા દરજ્જાની વાત-એમાં સ્થિર થવું, આનંદમાં લીન થવું એ બીજી દરજ્જાની વાત છે.
મુમુક્ષુ :- પહેલા જીવ ખરાબ કામ કરતો હતો, હવે શુભ કામ કરે.
ઉત્તર – બિલકુલ નહિ. એ બધું અજ્ઞાન છે. સદાચરણ શુભરાગ છે એ પણ અજ્ઞાનભાવ છે. આકરી વાત, ડોક્ટરા હૈ?
મુમુક્ષુ - ઈ આપનો ડૉક્ટર નથી, આપ એના ડૉક્ટર છો. ઉત્તર :- દવા તો આ છે. મુમુક્ષુ :- અમે જડના ડૉક્ટર છીએ અને આપ આત્માના છો.