________________
કળશ- ૨૧૭
૪૧૫
ઉત્તર :- વાત તો એવી છે. કોઈ કોઈનું શું કરી શકે? એની લાયકાત છે તો પકડી શકે એ તો એને કારણે છે, આ તો નિમિત્ત છે. આહાહા...!
અહીં બે વાત કરી, ભાઈ! “ચંદુભાઈ! જ્યાં સુધી જ્ઞાનસ્વરૂપી ભગવાન, હું જ્ઞાન છું રાગનો કર્તા પણ નથી, એવો અનુભવ ન થાય ત્યાં સુધી અજ્ઞાની રાગ-દ્વેષ કરે છે. એ મિથ્યાદૃષ્ટિ છે. શુભભાવ કરે, દયા, દાનના ભાવ કરે અને એ મારું કર્તવ્ય છે એ બધું મિથ્યાદૃષ્ટિ – જૂઠી દૃષ્ટિ છે. એ ચાર ગતિમાં નીચે ઊતરવાનો રસ્તો છે. આહાહા.
મુમુક્ષ :- જે કરે ઈ બધું ખોટું, એકાદું તો સાચું કહો.
ઉત્તર :- એકાદું સાચું પણ સાચું કરે તો સાચું કહે કે આ રાગ કરે છે સાચું કયાં હતું? સચ્ચિદાનંદ પ્રભુ જ્ઞાનસ્વરૂપી પ્રભુ, એ જ્ઞાનનું જાણવાનું કાર્ય કરે એ સત્ય છે. બાકી રાગનું કાર્ય કરે એ તો અસત્ય છે, જૂઠી દૃષ્ટિ છે. આહાહા.! દુનિયાથી જુદી જાત છે, ભાઈ! હું છે?
જોયમાત્ર બુદ્ધિને પ્રાપ્ત થતાં નથી. ભાવાર્થ આમ છે કે-જ્ઞાનાવરણાદિ કર્મ સમ્યગ્દષ્ટિ જીવને જાણવા માટે છે, કોઈ પોતાના કર્મનો ઉદય કાર્ય જે તે પ્રકારે કરવાને સમર્થ નથી. આહાહા.! શું કહ્યું? કોઈ પોતાના કર્મનો ઉદય કાર્ય જે તે પ્રકારે કરવાને સમર્થ નથી.” રાગનું કરવું આત્માની તાકાત નથી. આહાહા.! એ તો અજ્ઞાનથી કર્યું છે. પરનું કોણ કરે? આહાહા...! પરનું તો કોણ કરે પણ રાગનો કર્તા એ પણ પોતાના કાર્યનો કર્તા માને છે તો એ મૂઢ છે. આહાહા. એ પહેલાના દરજ્જાનું નહિ, એ તો છેલ્લા દરજ્જાનું પાપ છે. એમ કે, પહેલા સત્કર્મ કરીએ પછી આગળ વધીને ધર્મ કરીએ તો શુદ્ધ થાય. એ સત્કર્મ મેં કર્યા અને મારું કાર્ય છે એ માન્યતા છે મહાપાપ છે.
મુમુક્ષુ – થોડું ઓછું પાપ...
ઉત્તર :- નહિ, ઓછું પાપ નથી, મિથ્યાત્વનું મોટું પાપ છે. જૂઠી દૃષ્ટિ છે. અહીંયાં અમારી પાસે તો ઘણા આવી ગયા છે. ૪૩ વર્ષ તો અહીંયાં થયા. ફાગણ વદ ૩ અહીંયાં આવ્યા હતા. (સંવત) ૧૯૯૧. આજે ત્રીજ થઈ ને? એક મહિનો બાકી છે. ફાગણ, ફાગણ સમજ્યા? ફાગણ વદ ૩ અહીંયાં આવ્યા છીએ. આજે મહા વદ ૩ છે ને? એક મહિનો રહ્યો. ૪૩ વર્ષ અહીંયા થશે. ૪૩, ચાલીસ અને ત્રણ. આ તો આખું જંગલ હતું. પછી તો કરતા કરતા વસ્તી વધી ગઈ. અમે તો એકલા આવ્યા હતા. આહાહા...! ૪૩ તો અહીંયાં પણ અમે તો નાની ઉંમરથી શાસ્ત્ર (વાંચતા હતા). પિતાજીની ઘરની દુકાન હતી. પૂર્વના સંસ્કાર હતા તો અમે તો વાંચતા હતા–શાસ્ત્ર વાંચતા હતા. દુકાનનું કામ પણ કરતા હતા, થોડી વાર બેસતા હતા, બાકી તો શાસ્ત્ર વાંચતા હતા. ૧૮-૧૯ વર્ષની ઉંમર. ૨૦ વર્ષની અંદર. ૧૮-૧૯ વર્ષની ઉંમરથી શાસ્ત્રનો અભ્યાસ છે. ૭૦ વર્ષથી છે. ૮૮ થયા ને? ૭૦ને શું કહે છે? આહાહા...! આવા પ્રશ્નો તો ઘણીવાર આવ્યા. માર્ગ આ છે, ભાઈ!