________________
૪૧૬
કલશામૃત ભાગ-૬
જ્યાં સુધી તે શુભરાગનો પણ કર્તા માનશે, ત્યાં સુધી મિથ્યા–જૂઠી દૃષ્ટિ છે. ત્યાં સુધી રખડવું પડશે. રાગ મારી ચીજ જ નથી, હું કર્તા છું જ નહિ, હું તો જ્ઞાતા-દૃષ્ટા છું, એવી દૃષ્ટિ થાય ત્યારે તેની ધર્મની પહેલી સીડીમાં શરૂઆત થાય છે. પછી આગળ જઈને સ્થિર થાય તો વિશેષ સિદ્ધિ થાય છે. વિશેષ કહેશે.)
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવા)
મહા વદ ૪, રવિવાર તા. ૨૬-૦૨-૧૯૭૮.
કળશ- ૨૧૭, ૨૧૮ પ્રવચન-૨૪૨
“કળશટીકા ૨૧૭ વચમાં ભાવાર્થ છે, ભાવાર્થ. બતાવો, ભાઈ! ૨૧૭નો ભાવાર્થ હિન્દી હિન્દી. થોડું સુક્ષ્મ છે. અનંતકાળથી આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપ હોવા છતાં પોતાની ચીજને જાણવાનો પ્રયત્ન કર્યો નહિ. એ અંદરમાં રાગ ને દ્વેષ, પુણ્ય ને પાપ ભાવ ઉત્પન્ન થાય છે એ ખરેખર તો પરણેયમાં જાય છે. એમ નહિ માનીને એ પુણ્ય ને પાપના ભાવ મારા છે અને એ મારી ચીજ છે, એ ભૂલ આત્માની દશામાં આત્મા કરે છે. દશામાં (ભૂલ કરે છે. વસ્તુ તો તો શુદ્ધ ધ્રુવ છે પણ પર્યાયમાં જે એની હાલત, વિચાર બદલાય છે ને? એ બદલતી દશામાં આત્મા પોતાના સ્વરૂપનું ભાન નથી, એ પુણ્ય ને પાપના ભાવને પોતાના માનીને દુઃખને વેદે છે. આહાહા.! સમજાય છે કાંઈ?
મુમુક્ષુ :- આત્મામાં વિકાર આવે છે?
ઉત્તર :- પર્યાયમાં વિકાર આવે છે. વિકાર ન હોય તો દુઃખ કેમ હોય? દુઃખ કેમ છે? દુઃખ ભોગવે છે ને? દુઃખ વેદ છે એ અને સુખ વેદ છે એ. સુખ નામ આત્માની શાંતિ. સૂક્ષ્મ વિષય છે. પોતામાં ભૂલ ન હોય તો પછી એને આનંદ હોવો જોઈએ. તેની પર્યાયમાં–દશામાં ભૂલ છે. “અપને કો આપ ભૂલ કે હૈરાન હો ગયા'. પોતાની ચીજ જે આનંદ અને જ્ઞાન સ્વરૂપી પ્રભુ છે), એમ આત્મા પોતાને એવો નહિ જાણીને પોતાની પર્યાયમાં– અવસ્થામાં નિજ સ્વરૂપથી વિરુદ્ધ એવા પુણ્ય-પાપના ભાવ ઉત્પન્ન થાય છે એ મારા છે એવી ભૂલ આત્મા જ કરે છે. આહાહા.! ભૂલ કરે જડ અને વેદન આત્મા કરે એમ કેમ બને? ભૂલ આત્મા કરે છે. આહાહા...! ત્રિકાળમાં નહિ, વર્તમાનમાં. આહાહા...!
ચિદાનંદ ચૈતન્યઘન આનંદ ધ્રુવ એ તો ધ્રુવ છે જ પણ વર્તમાન પર્યાય છે, અવસ્થા