________________
૩૮૮
કલશામૃત ભાગ-૬
ઉત્તર :- એ પ્રદેશ પણ ભિન્ન છે અને ભાવ પણ ભિન્ન છે.
અહીં તો એને જાણવાનો પર્યાયનો સ્વભાવ સર્વજ્ઞ સ્વભાવી તો શક્તિ છે, સ્વભાવ છે પણ પર્યાયમાં સર્વ જાણવું એવો પર્યાયનો સ્વભાવ છે. એ જાણવું એવી પર્યાયની સત્તામાં સ્વદ્રવ્ય-ગુણ-પર્યાય પોતે, પર્યાય પર્યાયને જાણે એ તો અડીને-સ્પર્શીને પણ દ્રવ્ય-ગુણ અને બીજાના દ્રવ્ય-ગુણ-પર્યાય એની સત્તાને જાણતા તે પર્યાય તે રૂપે–પરરૂપે થતી નથી. આહાહા.! શેય તો બે પ્રકારે કહ્યાને અહીંયાં? હું શું કહ્યું? “સ્વપરસંબંધી સમસ્ત શેય...” એમ લીધું ને? આહાહા...! ભગવાન આત્મા સર્વજ્ઞ પ્રભુ છે. આહાહા.! એ તો ત્રિકાળી સ્વભાવ એનો પરમાત્મ સ્વરૂપ જ છે. એની દૃષ્ટિ કરતાં, એ સર્વજ્ઞ સ્વભાવની દૃષ્ટિ કરતાં દૃષ્ટિમાં એ શેય આવતું નથી, પણ શેયનું જેટલું સામર્થ્ય છે તેટલું જ્ઞાનની પર્યાયમાં આવી જાય છે. તો ખરેખર તો જ્ઞાનની પર્યાય સ્વ-પર જાણવાની છે એ જ્ઞાનની અવસ્થાને એનો દ્રવ્યગુણનો સંબંધ નથી. આહાહા.! એ વર્તમાન જ્ઞાનની પર્યાય પોતાના દ્રવ્ય-ગુણને જાણે છતાં તે પર્યાય શેય સાથે સંબંધરૂપ નથી. ઝીણી વાત છે, બાપુ! આ તો મારગડા ઝીણા બહુ પ્રભુ! આહાહા. એક સમયની પર્યાયની સમીપે પ્રભુ બિરાજે છે. એક સમયની પર્યાયની પાસે-પાસે – જોડે ભગવાન બિરાજે છે. આહા.! એના એણે દર્શન ન કર્યા. સમજાણું કાંઈ?
અહીં તો કહે છે કે, એ પર્યાયનો સ્વભાવ જ એવો છે. એ જ્ઞાનની સત્તાને સિદ્ધ કરતાં તેના સ્વભાવનું સ્વરૂપ જ એવું છે કે સ્વગ્નેય અને પરશેયને પોતામાં રહીને પર સાથે સંબંધ વિના જાણવું એનું સ્વરૂપ છે. ધીમેથી સમજવું. આ તો છેલ્લા શ્લોકો છે ને બહુ ઊંચા છે. “સર્વવિશુદ્ધ જ્ઞાન” છે આ. આહાહા...! અરે. આવશે દાખલો.
મુમુક્ષુ – એનું નામ જ્ઞાયક જ પડ્યું છે
ઉત્તર :- જાણે છે કીધું કે, પર્યાય જાણે છે. કોને જાણે છે કે સ્વ ને પર બેયને. જાણવાની પર્યાય સ્વ-પર બેયને જાણે છે, એ જ્ઞાયક છે. દ્રવ્ય-ગુણ તો જ્ઞાયક છે પણ પર્યાય પણ જ્ઞાયક છે. “ચંદુભાઈ! આવું છે જરી. આહાહા...! ભગવાન મોટો દરિયો, ગંભીર દરિયો પડ્યો છે અંદર. આહાહા...! એવું હોવા છતાં એ સ્વોય છે એને પણ પર્યાય જાણે. અર્થગ્રહણ આવ્યું ને? અર્થગ્રહણ એટલે અર્થ નામ પદાર્થને જાણવું એવી શક્તિ. એક વાત. હવે અર્થ બે પ્રકારના-સ્વ અને પર. એ બેયને જાણવાની પર્યાયમાં તાકાત, જ્ઞાયકની પર્યાયમાં તાકાત છે. આહાહા...! હૈ
મુમુક્ષુ - સ્વને અને પરને જાણે તો સ્વમાં કેટલું દ્રવ્ય
ઉત્તર :- સ્વમાં આખું દ્રવ્ય-ગુણ બધું લેવું. કીધું ને આ? છતાં એ શેય ને જ્ઞાનને સંબંધ નથી. એ જ્ઞાનને શેયને સંબંધ નથી એટલે જ્ઞાન શેયરૂપે થયું નથી. તેમ તે શેય દ્રવ્ય-ગુણ છે તે જ્ઞાનની પર્યાયમાં આવ્યા નથી. આહાહા. એ સંબંધીનું જ્ઞાન આવ્યું પણ એ ચીજ જે દ્રવ્ય-ગુણ છે, જાણવાની પર્યાયમાં દ્રવ્ય-ગુણ આવ્યા નથી. તેમ પરવસ્તુને જાણતા