________________
કળશ-૨૧૬
૩૮૯
એ તો ચૈતન્યની સત્તાના સ્વભાવનું અસ્તિત્વ સિદ્ધ થયું. એમાં પરવસ્તુ શેય અહીંયાં આવી છે એમ નથી. આહાહા...! બહુ ઝીણું, બાપુ! તત્ત્વ જ અલૌકિક છે. આહાહા...!
મુમુક્ષુ - સ્વને જાણે અને પરને તો પરશેય તરીકે જાણે છે ને?
ઉત્તર :- બેયને જાણે છે. સ્વ સ્વ તરીકે, પરને પર તરીકે. પર્યાય બેયને જાણે છે. અર્થગ્રહણશક્તિ કીધી ને? તો અર્થગ્રહણશક્તિમાં શેય બે પ્રકારે કહ્યા. એમ કહ્યું છે? સ્વપરસંબંધી સમસ્ત જ્ઞેયવસ્તુ...” એમ કીધું ને? કે પર જ કીધું? ઝીણી વાત છે, ભાઈ! આ તો માર્ગ અલૌકિક છે. આહાહા...!
ધ્રુવ છે એ જાણવાનું કાર્ય કરતું નથી. શક્તિ છે એની, પણ જાણવાનું કાર્ય જે સત્તામાં થાય છે એ સત્તાની પર્યાય-અસ્તિત્વ સ્વ અને પર બેય પદાર્થને બરાબર જાણે છે, છતાં તે શેયરૂપે તે જ્ઞાનની પર્યાય થતી નથી. એટલે જાણવાની પર્યાય દ્રવ્ય-ગુણને જાણે છતાં દ્રવ્ય-ગુણની થતી નથી. જાણવાની પર્યાય પરને જાણે છતાં તે પર્યાય પરની થતી નથી. આરે...! આવી વાતું છે. “ચીમનભાઈ! ઝીણી વાતું, બાપા! આ તો મારગડા.
પ્રભુ સાક્ષાત્ સર્વજ્ઞ પરમાત્મા બિરાજે છે. પ્રભુ પોતે સર્વજ્ઞ પરમાત્મા દેવાધિદેવા આહાહા.! પોતે દેવાધિદેવ છે. આહાહા.! સમજાય છે કાંઈ? આહાહા.! એ તો પહેલું આવ્યું હતું. કીધું ને (સંવત) ૧૯૬૩ની સાલમાં. ‘તું હી દેવનો દેવ છો. ૧૯૬૩ની સાલ. આહા...! બધા લગ્નમાં ગયા હતા અને હું ને નોકર બે રહ્યા હતા. બે દુકાન હતી. બે જણા ક્યાં બેસે? દુકાન બંધ રાખીએ પણ ધ્યાન રાખીએ. દુકાનની સામે મોટી રામલીલા આવી હતી. તે એ લીલા જોવા ગયા. એમાંથી આ આવ્યું. પ્રભુ! તું કોણ છો? “શિવરમણી રમનાર તું, તું હી દેવનો દેવ તું છો'. કેટલા વર્ષ થયા? ૬૩, ૬૩. કેટલા વર્ષ થયા? ૬૩, ૬૩. તમારા જનમ પહેલા. આહાહા.! “તું હી દેવનો દેવ” એમ આવ્યું હતું. અને આ સ્ત્રીનું રમણ તને ન હો. તું તો શિવરમણી રમનારો છો ને, પ્રભુ! આ શું છે આ? એવું અંદરથી આવ્યું હતું. આહાહા...!
અહીં કહે છે, પ્રભુ! ઓહોહો...એને જ્ઞાનની વર્તમાન પર્યાયની જાણવાની તાકાત સ્વ ને પર શેયોને જાણવાની તાકાત, એમ કીધું છે ને? કે પરને જાણવાનું એકલું નથી લીધું. અને શેય બે પ્રકારના લીધા છે–સ્વ અને પર. આહાહા.! એ પર્યાય પર્યાયને જાણે, પર્યાય દ્રવ્ય-ગુણને જાણે, પર્યાય પર દ્રવ્ય-ગુણને જાણે છતાં પર દ્રવ્ય-ગુણરૂપે અને સ્વના દ્રવ્ય-ગુણરૂપે એ પર્યાય થતી નથી. આહાહા.! શેયરૂપે તે જ્ઞાનની પર્યાય થતી નથી, એનો અર્થ શું થયો? કે સ્વગ્નેય રૂપે પણ, પર્યાય સ્વલ્લેય છે તે પર્યાયરૂપે થઈ છે, પણ દ્રવ્યગુણરૂપે પર્યાય થતી નથી. આહાહા.! માર્ગ બહુ બાપુ, જન્મ-મરણના અંતની વાતું બહુ ઝીણી, ભાઈ! અનંતકાળથી એને એ વાત અંદર બેઠી નથી. આહાહા...!
એ રાગને જાણતા રાગરૂપ થઈને જાણ્યું નથી. જ્ઞાનરૂપ રહીને રાગને જાણે છે. તો