________________
૩૯૦
કલશામૃત ભાગ-૬
એ શેયરૂપે જ્ઞાન થયું નથી અને તે જ્ઞેય રાગ તે જ્ઞાનરૂપે આવ્યું નથી. આહાહા..! વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ ઊઠે છે તેને જ્ઞાનની પર્યાય પરશેય તરીકે જાણે છે, છતાં તે જાણવાની પર્યાયનો અંશ તે રાગના શેયમાં ગયો નથી. તેમ તે રાગનો અંશ છે, અહીં એ જણાણો છે, તે જણાણો છે એ તો એ સંબંધીનું પોતાનું જ્ઞાન, એ જ્ઞાનમાં કંઈ રાગ આવ્યો નથી, શેયનો અંશ અહીં આવ્યો નથી. આહાહા..!
મુમુક્ષુ :– જ્ઞાનીની વાત છે?
ઉત્તર ઃઅહીં તો જ્ઞાનીની વાત છે, વસ્તુના સ્વભાવની વાત છે. વસ્તુનો સ્વભાવ આવો છે. માને અજ્ઞાની ગમે તે રીતે. સમજાણું કાંઈ? આહાહા..!
મુમુક્ષુ :– પોતાના આનંદ સ્વભાવમાં આનંદની પર્યાયને શું કહેશો? ઉત્તર :– આનંદની પર્યાય પણ પ૨ તરીકે જ્ઞેય છે.
મુમુક્ષુ :- પરશેય તરીકે?
ઉત્તર :– હા, છે ને.
મુમુક્ષુ :- દ્રવ્ય, ગુણ ને પર્યાય..
ઉત્તર :– હા, એ પોતાની પર્યાય સિવાય બધી પર્યાય પરશેય તરીકે છે. આહાહા..! ઝીણું બહુ પડશે. આહાહા..! એનું હોવાપણું કેવડું ને કેટલું ને કેમ છે એ વાત (છે). શું કહ્યું?
‘સવા’ નામ ‘સર્વ કાળ...’ ‘જ્ઞાનં’ નામ ‘અર્થગ્રહણશક્તિ...' અર્થ નામ પદાર્થને જાણવાની શક્તિ. જુઓ! ગ્રહણનો અર્થ જાણવું. ભાઈએ કહ્યું છે ને કે, વ્યવહારને ગ્રહવો એટલે કે જાણવું. ‘મોક્ષમાર્ગ પ્રકાશક’ સાતમો અધિકાર. એ અર્થગ્રહણશક્તિ જ્ઞાન, એ જ્ઞાનની વ્યાખ્યા કરી. હવે શેય? ‘સ્વપ૨સંબંધી સમસ્ત શેયવસ્તુ...' એ શેયની વ્યાખ્યા કરી. આહાહા..! એક સમયમાં દ્રવ્ય-ગુણ-પર્યાયભેદ સહિત જેવી છે તેવી જાણે છે.’ આહાહા..! એ તો ‘નિયમસાર’માં આગળ નથી આવ્યું ઇ? નિશ્ચયથી જ્ઞાન પોતાને જાણે છે અને નિશ્ચયથી ૫૨ જે ગુણો છે એને પણ જાણે છે. એ નિશ્ચયથી કહેવામાં આવે છે, સ્વના છે માટે. આહાહા..! સમજાણું કાંઈ? આહાહા..!
અમૃતનો સાગર ભગવાન પડ્યો છે આખો, પણ જેણે કહે છે કે, એને જાણ્યો... આહાહા..! એ જાણવાની પર્યાંય પોતે શેયરૂપે, સ્વ અને ૫૨ શેયરૂપે થતી નથી, છતાં તે જાણ્યા વિના રહેતી નથી, છતાં તે શેયનો અંશ જ્ઞાનમાં આવતો નથી અને જ્ઞાનનો અંશ શેયમાં જતો નથી. આહાહા..! આવું સ્વરૂપ છે. હવે અહીં તો હજી બહારમાં તોફાન.. આ કર્યું ને આ કર્યું ને આ કર્યું... આહાહા..! વિપરીત માન્યતા, કહે છે, વસ્તુના સ્વરૂપથી વિપરીત છે.
‘સંબંધરૂપ નથી.... ‘વ”. છે? વ’ નિશ્ચયથી એમ જ છે.’ ‘વ’ એટલે નિશ્ચય.