________________
કળશ-૨૧૬
૩૯૧
નિશ્ચયથી એમ જ છે. આહાહા...! દૃષ્ટાંત કહે છે–' “જ્યોનારૂપ મુવં રનપતિ તી ભૂમિઃ મસ્તિ ” “ચાંદનીનો પ્રસાર.” આ ચંદ્ર, ચંદ્રનો ચાંદનીના પ્રકાશનો પ્રસાર ભૂમિને શ્વેત કરે છે. એક વિશેષ-ચાંદનીના પ્રસારના સંબંધથી ભૂમિ ચાંદનીરૂપ થતી નથી.” ચાંદનીના પ્રકાશથી ભૂમિ ચાંદનીરૂપ થઈ નથી. તેમ ચાંદનીનો પ્રકાશ ભૂમિરૂપે થયો નથી. આહાહા...! તેમ ચાંદનીનો પ્રકાશ ભૂમિને સ્પર્ધો-અડ્યો નથી.
મુમુક્ષુ :- શ્વેત કરે છે એમ તો લખ્યું છે.
ઉત્તર :- લોકો ભાળે છે એ અપેક્ષાએ કહ્યું છે. એ તો અંદર પહેલું આવ્યું હતું. લોકો એમ કહે ને જુઓ આ ધોળું થયું. શું પણ ધોળું થયું? ધોળી તો ચાંદની થઈ છે. ધોળી પૃથ્વી થઈ નથી. આહાહા.! ધોળારૂપનું પરિણમનનું અસ્તિત્વ એ તો ધોળારૂપે પોતે ચાંદની છે એ થઈ છે. એ ચાંદની પૃથ્વીને ધોળી કરે છે એમ કહેવું એ તો વ્યવહારનું કથન છે. પૃથ્વી ચાંદનીરૂપે થઈ નથી, ચાંદની પૃથ્વીરૂપે થઈ નથી. દરેક પોતાના અસ્તિત્વમાંસત્તામાં રહેલાં છે). પ્રકાશ પરને કરે છે એમ કહેવું એ વ્યવહાર છે. આહાહા...! હું શું
કીધું?
મુમુક્ષુ :- ખડીના દૃષ્ટાંતે કીધું છે.
ઉત્તર :- ખડી... ખડીનો દાખલો... ખડી ભીંતને અડતી નથી. ખડી ખડીમાં રહીને ધોળપને પ્રસરે છે. એ ભીંતને ખડીએ ધોળી કરી નથી. તેમ ભીંત ધોળારૂપે થઈ નથી એટલે ધોળાની અવસ્થામાં ભીંત આવી નથી. આહાહા.! આવું છે. મૂળ તત્ત્વદૃષ્ટિનો વિષય ઘણો સૂક્ષ્મ છે. એ વિષય અત્યારે આખો પડ્યો રહ્યો. બહારમાં બધું હાલમહોલ... આહાહા...! અરે.રે. આવી જિંદગી મળી ને આવું મનુષ્યપણું મળ્યું) એમાં વાસ્તવિક તત્ત્વની વ્યવસ્થા ને અવસ્થા, એનું જ્ઞાન યથાર્થ ન થાય તો એના જન્મ-મરણ નહિ મટે. આહાહા.! શું?
મુમુક્ષુ :- બધાને લાગુ પડે એવું છે.
ઉત્તર :- બધાને લાગુ પડે. ન સમજે એને (બધાને). આહાહા.! કહ્યું? “શ્રીમદ્દે આ દાખલો આપ્યો છે, એના પુસ્તકમાં.
ચાંદનીનો પ્રકાશ પૃથ્વીને ધોળી કરે છે એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે. ચાંદની પૃથ્વીને અડી નથી અને પૃથ્વી ચાંદનીના પ્રકાશમાં આવી નથી અને અડી નથી. આહાહા.! એમ ભગવાન જ્ઞાનનો પર્યાય... આહાહા...! શેયને જાણતા શેયરૂપે થયો નથી. તેમ તે શેય જ્ઞાનરૂપમાં આવ્યું નથી. આહાહા.ખરેખર તો જ્ઞાન (જે શેયને જાણે છે તે શેયને અડતું નથી. આહાહા.! પોતે સ્વદ્રવ્ય અને ગુણ. આહાહા..!
એની જ્ઞાનપર્યાય સિવાયની બધી પર્યાયો છે એને પણ એ અડતું નથી એવો જેનો સ્વભાવ, ચૈતન્યનું સ્વપપ્રકાશક અસ્તિત્વ અનંતી પર્યાયને શેય તરીકે જ્ઞાન જાણે છે પણ તે પર્યાય પર અનંત પર્યાયરૂપે થઈ નથી અને એ અનંતી પર્યાયો જે છે તે જાણવાની