________________
૩૯૨
કલશામૃત ભાગ-૬
પર્યાયમાં આવી નથી. આહાહા...!
મુમુક્ષુ :- જ્ઞાન આનંદ વિનાનું થઈ જશે. ઉત્તર :- આનંદવાળું થાય છે અહીં. મુમુક્ષુ :- એકનું રૂપ બીજામાં આવે છે ને.
ઉત્તર :- એકનું રૂપ આવે છે, શું કહેવું હતું. રાત્રે નહોતું કહ્યું? આત્મામાં અનંત સામાન્ય ગુણ છે, અનંત વિશેષ ગુણ છે. એક ગુણનું અનંતમાં રૂપ છે અને અનંત ગુણનું એક ગુણમાં રૂપ છે. આહાહા...! બીજો ગુણ બીજા ગુણમાં આવે નહિ, પણ બીજા ગુણનું સ્વરૂપ ને રૂપ, રૂપ તરીકે આમાં હોય છે. આહાહા! જ્ઞાનગુણમાં અસ્તિત્વ ગુણ આવે નહિપણ અસ્તિત્વ ગુણનું રૂપ-જ્ઞાન છે એ પોતાના રૂપે છે એવું અસ્તિત્વ આવે. આહાહા.! અને તે જ્ઞાનગુણ અસ્તિત્વને. આહાહા.! અતભાવ છે ને? એક ગુણ ગુણમાં અતભાવ છે. આહાહા.. એક ગુણ બીજા ગુણરૂપે નથી. સર્વ ગુણ અસહાય (છે). આહાહા.! અરે.! એ તત્ત્વજ્ઞાનનો વિશાળ ભાવ છે. હૈ? લોકો બહારથી અટકી ગયા), આ વાત તો સમજવી નથી અને બહારથી કરીને જિંદગી કાઢી નાખે છે. આહાહા.! માણસને માણસપણું મળ્યું અને છતાં જ્ઞાયક તે શું ચીજ છે એને અનુભવે, જાણે નહિ તો તો એ મનુષ્યપણું મળ્યું ન મળ્યું, ઢોરને મળ્યું નથી અને આને મળ્યું છે, બેય નકામાં ગયા. આહાહા.!
ધજાને પવન અડતો નથી અને ધજા હલે છે. એ હલે છે એ પવનને અડતી નથી, પવન એને અડતો નથી. એકબીજાના અભાવ સ્વભાવ સ્વરૂપ છે. આહાહા..!
મુમુક્ષુ :- દવાનું શું કામ?
ઉત્તર :- દવાનું શું... ધૂળેય થતી નથી. દવા દવાની પર્યાય. આ તમારા ડૉક્ટરનું પૂછે છે. દવાનો એક રજકણ બીજા રજકણને અડતો નથી. એ દવાનો એક રજકણ શરીરના રજકણને અડતો નથી. આહાહા...! આવું તત્ત્વ છે. હું શું કહે છે?
મુમુક્ષુ :- દવા ખાવી કે નહિ?
ઉત્તર :- કોણ ખાય છે? તમારે તો મોઢા આગળ બહુ દવા હોય છે. છ લાખનું મકાન છે એમનું. ત્યાં અમારો ઉતારો હતો તે હું ખાયને આમ ફરતો હતો, જ્યાં એનું સૂવાનું હતું ત્યાં ઘણી દવાઓ પડી હતી. છ લાખનું રહેવાનું મકાન છે એને. ભાઈનું જુદું છે, એ પણ મોટું મકાન છે. “શોભાલાલ! કોના મકાન? બાપા! આહાહા...!
અહીં તો કહે છે કે, મકાનને જાણે છે એમ કહેવું એ પણ વ્યવહાર છે. આહાહા...! જ્ઞાન જ્ઞાનને જાણે છે, એમાં સ્પર્શીને–અડીને જાણે છે તે જ્ઞાન. પરને અડતું નથી માટે પરને શી રીતે જાણે? પર સંબંધીનું જ્ઞાન પોતાનું છે તેને તે જાણે. આવા નિયમ આકરા ભારે. આહાહા...! લ્યો. ખડીએ ભીંતને ધોળી કરી નથી. હવે દૃષ્ટિઈષ્ટ એમ ઘણા કહે છે. દેખાય છે એને તમે ના પાડો છો. અરે ! પ્રભુ તું સાંભળ તો ખરો. એક પંડિત આવ્યો