________________
કળશ- ૨૧૬
૩૯૩
હતો. એ કહે, પાણી અગ્નિથી ઊનું થાય એની તમે ના પાડો. દેખાય છે પાધરું. પણ બાપુ! પાણીની પર્યાયને અગ્નિની પર્યાય અડી જ નથી. આહાહા...! કહો, “રજનીભાઈ! આવું છે. કોઈ દિ સાંભળ્યું છે ક્યાંય? બધી ધમાધમ... આહા...! “પોપટભાઈના દીકરા છે. એક ફેરી કાર્યું હતું. મોટું... શું કહેવાય? જાત્રા નહોતી કાઢી? કાંતિભાઈ ધ્રાંગધ્રાવાળા'. આહાહા.! થોડા પૈસા ખર્ચે, પાંચ-પચીસ હજાર, ત્યાં એમ થઈ જાય કે આહાહા.! આપણે તો મોટી જાત્રા (કાઢી) ને ધર્મ કર્યો. આહાહા...! અરે. અહીં તો કહે છે, પરનું તો કરી શકતો નથી પણ પરને જાણવામાં જ્ઞાન પર છે માટે જાણે છે એમેય નથી. આહાહા...!
મુમુક્ષુ :- પરને જાણે તો છે..
ઉત્તર :- પરને જાણે છે એટલે એ સંબંધીનું જ્ઞાન થયું, એટલે જાણે છે એમ કહેવાય છે. આહાહા.. બાકી જ્ઞાન જ્ઞાનને જાણે છે. આહાહા.. જેને અડીને જાણે તેને જાણ્યું કહેવાય. પરને અડીને જાણતો નથી એટલે પરને નિશ્ચયથી ખરેખર જાણતો નથી. આવો ભેદ, જ્ઞાન છે. ઝીણી વાત. આહાહા.!
ચાંદનીના પ્રસારના સંબંધથી ભૂમિ ચાંદનીરૂપ થતી નથી. ભાવાર્થ આમ છે કે જેમ ચાંદની પ્રસરે છે. ધોળી થાય છે. સમસ્ત ભૂમિ શ્વેત થાય છે, તો પણ ચાંદનીનો અને ભૂમિનો સંબંધ નથી.” સંબંધ નથી. આહાહા.! ચાંદનીની ધોળી પર્યાયને અને પૃથ્વીને એને સંબંધ નથી. આહાહા.!
મુમુક્ષુ :- પૃથ્વી ધોળી થઈ તો છે.
ઉત્તર :- ક્યાં કરી છે? ઈ તો બતાવ્યું, લોકો કહે છે ઈ. ધોળી પોતે પોતાપણાના અસ્તિત્વમાં ધોળી થઈ છે. એ પૃથ્વીના અસ્તિત્વમાં ધોળી થઈ નથી. પોતાનું અસ્તિત્વ ત્યાં જરી ગયું છે? આહાહા..! ચાંદનીનું ધોળાનું હોવાપણું એ પૃથ્વીના હોવાપણામાં એ ધોળાપણું ગયું છે? આહાહા...! આવું છે. ધીરેથી સમજે નહિ, સાંભળે નહિ અને પછી એ... એકાંત છે, એકાંત છે, એકાંત છે એમ કહે નિશ્ચયને જ માને છે, વ્યવહારને (માનતા નથી. પણ વ્યવહાર એટલે શું? આ પરને ધોળું કરે એમ જાણવું એ વ્યવહાર પણ એ વ્યવહાર અભૂતાર્થજૂઠો છે. આહાહા.! આવો માર્ગ છે. છે?
‘તોપણ ચાંદનીનો અને ભૂમિનો સંબંધ નથી. તેમ જ્ઞાન સમસ્ત શેયને જાણે છે.” સમસ્ત શેય લીધા ને? સ્વ-પર બધાને. “તોપણ જ્ઞાનનો અને શેયનો સંબંધ નથી;...” આહાહા...! જાણનાર પર્યાય... આહાહા...! એની તાકાત તો જુઓ! પોતાના દ્રવ્ય-ગુણને જાણે છતાં એની સાથે સંબંધ નથી. આહાહા. પોતાની સિવાય અનંતી પર્યાયો છે એને જાણે છતાં એની સાથે સંબંધ શું? સ્વતંત્ર પર્યાય છે ત્યાં એને પરની સાથે સંબંધ શું? આહાહા.! “ચંદુભાઈ ! આહાહા. કેમકે એક સમયની જ્ઞાનની પર્યાયમાં ષકારક પોતે પોતાથી થયેલ છે. આહાહા.! એ દ્રવ્ય-ગુણને લઈને નહિ, બીજી પર્યાયને લઈને નહિ. આહાહા. ભગવાન એક સમયના