________________
૩૯૪
કલામૃત ભાગ-૬
જ્ઞાનની દશા એ પોતે જ કર્તા છે, એ જ્ઞાનની દશા તે કર્મકાર્ય છે, તે જ સાધન છે, તેનાથી પર્યાયથી પર્યાય થઈ છે, પર્યાય થઈને પર્યાયે રાખી છે, પર્યાયને આધારે પર્યાય થઈ છે. આહાહા...! જેને દ્રવ્ય અને ગુણની પણ અપેક્ષા નથી. આહાહા!
એમ અજ્ઞાની અહીંયાં પરમાં સુખબુદ્ધિ કહ્યું છે. આહાહા.! એ તો મિથ્યા ભ્રમ છે પણ તેને જાણે છે એમ કહેવું એ પણ જ્ઞાન કંઈ પરના શેયમાં અડ્યું નથી. આહાહા...! આવી વાતું છે. ત્યાં લાદી-બાદીમાં કયાંય મળે એવું નથી. આમને બીડીનું મોટું તોફાન છે. તમાકુના મોટા ભરેલા શું કહેવાય? મોટા ગોડાઉન, એની આખી લાઈન છે. કોના પણ? એ ચીજ ક્યાં એની છે? એણે ક્યાં ભર્યું છે ને રાખ્યું છે? આહાહા.! એને જાણે છે એમ કહેવું એ પણ એ જ્ઞાન કંઈ પરમાં પેઠું નથી ને જાણે. આહાહા...! આહાહા. તત્ત્વજ્ઞાનનો વિષય ઘણો ઓછો થઈ ગયો, ફેરફાર થઈ ગયો એટલે લોકોને આ એવું લાગે કે, આ શું પણ આવું? અમારે શું કરવું આમાં સૂઝ પડતી નથી. તારે કરવું છે શું? તું કોણ? એને જાણવું યથાર્થ રીતે એ કરવાનું છે. આહાહા...!
“ચાંદનીનો અને ભૂમિનો સંબંધ નથી; તેમ જ્ઞાન સમસ્ત શેયને જાણે છે તોપણ જ્ઞાનનો અને શેયનો સંબંધ નથી;” આહાહા...! એક કોર સ્વપર શેય કહે, એક કોર સ્વપર શેયને પણ જ્ઞાન જાણે છતાં સ્પર્શતો નથી. આહાહા.! સમજાણું કાંઈ?
મુમુક્ષુ :- જ્ઞાન અને આત્માનો સંબંધ જ ન રહે તો આત્મામાં જડપણું થઈ જાય.
ઉત્તર :- સંબંધ છે જ નહિ, ભિન્ન ચીજ છે. પર્યાયનો સંબંધ ને દ્રવ્ય-ગુણનો ભિન્ન સંબંધ છે. અતભાવ છે. પર્યાયમાં દ્રવ્ય-ગુણ નથી અને દ્રવ્ય-ગુણમાં પર્યાય નથી. અતભાવરૂપે અન્ય છે. અન્યત્વરૂપે અન્ય નહિ. અન્યત્વરૂપે અભાવ નહિ, અતભાવરૂપે અભાવ છે. આહાહા...! “પ્રવચનસારમાં આવે છે. આહાહા...! જ્ઞાનની પર્યાયનો એટલો સ્વભાવ છે, એટલો સ્વભાવ છે કે એ પર્યાય એટલી જ છે એમ કહીએ તો પણ બસ... આહાહા...! કેમકે એ પર્યાયમાં અનંતી પર્યાયનું, અનંતા દ્રવ્યનું ગુણનું અને અહીંનું બધું જ્ઞાન એક સમયની પર્યાયમાં આવી જાય છે. એ જ્ઞાન, હોં એ શેય આવતું નથી. દ્રવ્ય-ગુણ અહીં આવતા નથી. બીજી પર્યાયો એ પર્યાયમાં આવતી નથી, પણ પર્યાય-જાણવાની પર્યાય.... આહાહા.! એ બધાને જાણતા પણ પરની થઈ નથી અને પર સાથે સંબંધ નથી. આહાહા....! આ તો વીતરાગનો માર્ગ, બાપા! જિનેશ્વર... સંતો, દિગંબર સંતો. આહાહા.! પરમેશ્વરના પુત્રો છે. આહા...! ગણધરને પુત્ર કહ્યા છે ને ભગવાનના પુત્ર કહ્યા છે. આગમ... શું કહેવાય ઈ? “ધવલ... ધવલધવલજયધવલ એમાં કહ્યું છે. આહાહા! લોકો કહે છે ને, ઈસુ પરમેશ્વરનો પુત્ર છે. ઇસુ... ઇસુ કહે છે ને ઈ. ઈ તો બધું ગપ છે. ગણધર આદિ છે એ સર્વજ્ઞના પુત્ર છે. એ પણ એક અપેક્ષાથી. આહાહા...!
જ્ઞાનની એક પર્યાય સર્વજ્ઞ પર્યાયને પણ... પરદ્રવ્ય છે ને ? પરદ્રવ્યનું સર્વશપણે એનો