________________
કળશ- ૨૧૬
૩૯૫
અનંત આનંદ, એની અનંત શાંતિ એવા પર્યાયને, એના ગુણને, દ્રવ્યને જ્ઞાનની પર્યાય એને જાણે છે છતાં એ જાણવાના અસ્તિત્વનો અંશ પરના શેયને જાણવામાં અસ્તિત્વનો અંશ જાતો નથી. તેમ પરના અસ્તિત્વનો અંશ જાણવાના જ્ઞાનમાં આવતો નથી. આહાહા...! અસ્તિત્વનો અંશ આવતો નથી. આહાહા...! આવો મોટો ભગવાન એને પામર તરીકે માન્યો. આહાહા.! એણે જીવને મરણતુલ્ય કરી નાખ્યો. આવું સ્વરૂપ જીવનજ્યોતિ, હયાતી ધરાવતું આવું તત્ત્વ એને આવી હયાતીવાળું નથી. આહાહા.. અને અલ્પ હયાતીવાળું માને એ તો એની હયાતીનું એણે મરણ કરી નાખ્યું. આહાહા...! છે?
(જ્ઞાનનો અને શેયનો સંબંધ નથી એવી વસ્તુનો સ્વભાવ છે. એ તો વસ્તુનો આવો સ્વભાવ છે, ભાઈ! આહાહા...! એ કોઈએ કર્યો નથી ને કોઈથી તે થયો નથી. આહાહા...! એ વસ્તુનો જ્ઞાનનો પર્યાયનો સ્વભાવ સ્વ-પરને જાણે છતાં સ્વ-પરમાં જાય નહિ અને પર આમાં આવે નહિ. આહાહા...! આવી વાતું ઝીણી પડે એટલે માણસ પછી (એમ કહે), એ. નિશ્ચય છે, નિશ્ચય છે. પણ નિશ્ચય છે એટલે સાચું છે, એમ કહે. આહાહા!
“આવું કોઈ ન માને તેના પ્રતિ યુક્તિ દ્વારા ઘટાવે છે–' આ રીતે કોઈ ન માને તો ન્યાય દ્વારા હવે એને સિદ્ધ કરે છે. “શુદ્ધદ્રવ્યરસ્વરસમવનાત “શુદ્ધ દ્રવ્ય પોતપોતાના સ્વભાવમાં રહે છે તો...” “સ્વભાવરી શેષ વિ સ્વભાવનો કયો બાકી શેષ (અંશ) રહ્યો તે પરમાં જાય? આહાહા..! “સત્તામાત્ર વસ્તુનું શું બચ્યું?” જ્યારે સિદ્ધ કર્યું કે જ્ઞાન છે એમ અસ્તિત્વ સત્તા સિદ્ધ કરી તો એ જ્ઞાનનો અંશ પરમાં જાય તો અહીં સત્તા સિદ્ધ થઈ એ રહી ક્યાં? હૈ? આહાહા...! અસ્તિત્વ-જ્ઞાનનું અસ્તિત્વ આટલું છે કે જે સ્વ-પરને જાણે છે એ સ્વ-પરને અડ્યા વિના આટલી સત્તા સિદ્ધ કરી, હવે એ સત્તા પરમાં જાય તો આ સત્તાનું રહ્યું શું? સત્તા રહી ક્યાં? સત્તા બચી ક્યાં? આહાહા.! પોતાની સત્તા તો સિદ્ધ કરી, હવે એ સત્તા આટલી છે, જ્ઞાનની સ્વ-પર જાણવાની સત્તાનું અસ્તિત્વ એ તો સિદ્ધ કર્યું. હવે એ જો અંશ પરમાં જાય તો અહીં બાકી શું રહ્યું? સત્તાનો એક અંશ પણ પરમાં જાય તો સત્તા જે પૂરી સિદ્ધ છે એમાં રહ્યું શું? બચ્યું શું? આહાહા.! બહુ ઝીણું. આવું તો તમારે ક્યાંય (સાંભળવા મળતું નહિ હોય). આહાહા...! પાંચ, પચાસ હજાર ખર્ચે, પછી આ કરે ને જાણે થઈ ગયો ધર્મ. આ શેઠે ત્રણ લાખની એક ધર્મશાળા બનાવી છે. “સાગરમાં. બીજા ઘણાય. આપે છે. પણ એ બધી ક્રિયાઓ પોતે કરી શકે છે એ વાત જ જૂઠી છે, અહીં તો કહે છે. શેઠ!
મુમુક્ષુ :- આપે જ એમ કહ્યું કે ધર્મશાળા શેઠે બનાવી છે.
ઉત્તર :- ભાષા બીજી શું થાય? આહાહા...! તેથી નિર્જરા અધિકાર’માં કહ્યું ને? જ્ઞાની સચેત, અચેતને ભોગવે છે. એમ તો પાઠ આ આવ્યો અને એક કોર કહે કે, પરને ભોગવે નહિ. પણ લોકો કહે છે એ ભાષાએ કરીને એને સમજાવે છે. આહાહા! આવે છે ને?