________________
૩૯૬
કલશામૃત ભાગ-૬
ધર્મીજીવ સમ્યગ્દષ્ટિ સચેત, અચેતને ભોગવે છે તો એને નિર્જા હેતુ છે, એમ કહે છે. સચેતને અડે છે તે ભોગવે છે? અચેતને અડે છે તે ભોગવે છે? પણ દુનિયા એમ કહે કે, જુઓ! આ સચેતને ભોગવે છે, ફલાણાને ભોગવે છે, આ શાકને ખાય છે, સ્ત્રીને ભોગવે છે, પૈસા ભોગવે છે, મોટા મકાન પાંચ-પચાસ લાખના કરીને એ.. હિંડોળે હિંચકે છે. લોકો એમ માને છે (એટલે) એ ભાષાએ વાત કરી છે. આહાહા..! હવે આવી વાત ન સમજાય એટલે પછી કાઢી નાખે, માળા..! એ તો નિશ્ચય છે, એકાંત છે, એકાંત છે. વ્યવહા૨ જોઈએ. પણ વ્યવહા૨ એટલે શું? એ તો કહેવામાત્ર વ્યવહાર છે, કથનીમાત્ર. આગળ આવશે. આહાહા..! નિયમસા૨’માં આવશે. વ્યવહાર રત્નત્રય કથનમાત્ર છે, એ અનંતવા૨ કર્યાં છે, કહે છે. આહાહા..! દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, પંચ મહાવ્રત, ભક્તિ એ તો અનંતવા૨ કર્યું છે. એ નવી ચીજ ક્યાં છે? આહાહા..!
‘સ્વમાવસ્ય શેત્રં ”િ શું કીધું? શુદ્ધ દ્રવ્ય પોતપોતાના સ્વભાવમાં રહે છે તો સત્તામાત્ર વસ્તુનું શું બચ્યું” જો ૫૨માં અંશ જાય તો સત્તા જે સિદ્ધ કરી છે એમાં રહ્યું શું? એનું હોવાપણું જે રીતે છે એ તો રહ્યું નહિ. આહાહા..! પવનની સત્તા સિદ્ધ કરી કે, પવન છે. એક દાખલો (લઈએ). હવે એનો અંશ જો ધજામાં જાય તો અહીં જે સત્તા ભિન્ન સિદ્ધ કરી એ રહી ક્યાં? ધજાને પવન અડતો નથી અને ધજા હલે છે. આહાહા..! જે સત્તા સિદ્ધ કરી કે આ વસ્તુ છે, પવન વસ્તુ છે, પાણી વસ્તુ છે. હવે પાણીની સત્તા સિદ્ધ કરી, હવે એની પર્યાયમાં ઉષ્ણતા આવી એ અગ્નિથી આવી તો અહીં સત્તા જે સિદ્ધ કરી છે એ સત્તાનો અંશ ક્યાં ગયો? આહાહા..! સમજાણું કાંઈ? આવી ધર્મકથા ઝીણી છે. આહાહા..! હૈં? શું કહે છે?
મુમુક્ષુ :- દૃષ્ટિ સ્થિર થયા વગર ભિન્ન જણાય.
ઉત્તર ઃ- જ્ઞાન સ્થિર જ છે. માન્યું છે અસ્થિર. અહીં તો સ્થિરની જ વાત છે. જ્ઞાનસ્વભાવ જ એનો એવો છે. અહીં તો સિદ્ધ ઇ કરવું છે. આહાહા..! જ્ઞાનસ્વરૂપી ભગવાન એનો સ્વભાવ જ એવો છે કે સ્વ-૫૨ને જાણવું, બસ. એ સ્વપરની અપેક્ષાથી સ્વપ૨ને જાણે એમેય નહિ. આહાહા..! એ પરનું અને સ્વનું જ્ઞાન (જે થયું) એ ૫૨ અને સ્વની અપેક્ષા વિના પોતાથી જાણે છે. એ જાણવાનું અસ્તિત્વ જે છે એ પરની અપેક્ષા રાખતું નથી. આહાહા..! આ તો કાલેય ઝીણું આવ્યું ને આજેય ઝીણું આવ્યું. ‘ચંદુભાઈ’ કાલે બહુ બોલ્યા હતા, આજે આવ્યું એવું બધું આવવા દેજો. એ તો આવે અંદરથી. આહાહા..!
મુમુક્ષુ :- દુઃખને જાણે છે ત્યારે તો દુઃખી છે ને?
ઉત્તર ઃ– ના, ના. દુઃખને જાણે છે ક્યાં? દુઃખને અડતો નથી ને. અને દુઃખનો ભાવ છે માટે અહીં દુ:ખનું જ્ઞાન થયું છે એમેય નથી. એ તો જ્ઞાનનો સ્વભાવ છે કે સ્વપ૨ને જાણે. એ તો પોતાની સ્વપર પ્રકાશક) શક્તિ છે, એ તો પોતાની તાકાત છે. આહાહા..!