________________
કળશ- ૨૧૬
૩૯૭
આકરું બહુ લાગે આવું. ત્રણલોકના નાથે આવા પોકાર કર્યા છે. આહાહા...! દિવ્યધ્વનિ દ્વારા. આવી વાણી ક્યાં છે? ભાઈ! આહાહા...! આવું પરમસત્ય તો સાંભળવા મળે એ ભાગ્યશાળી છે. એવી વાત છે, બાપુ! શું કરીએ? શું કહ્યું આ છેલ્લું?
જે કંઈ ચીજની સત્તા સિદ્ધ કરી છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ છે એમ સત્તા-હોવાપણું સિદ્ધ કર્યું છે. હવે જો એનો અંશ પણ પરમાં જાય તો આ સત્તા છે એમાં રહ્યું શું? આહાહા! સમજાય છે કાંઈ? પરને જાણતાં જ્ઞાન પરમાં જાય તો પોતાની સત્તા જે ભિન્ન સિદ્ધ કરી છે એ સત્તા રહી ક્યાં? આહાહા.! કહો, પંડિતજી! આ લોજીકથી તો વાત છે. આહાહા...! વાણિયા બહારના ધંધામાં આખો દિ રચ્યાપચ્યા (રહેતે એની એ પંગુ જેવી ભાષા. એને કંઈ નવું શીખવું છે. આ ભાવ આ, આ ભાવ આ. એનું એ કરે, આખો દિ'. નવા તર્ક એમાં ન આવે), વકીલોને તો તર્ક કરવા પડે. આ તો એનું ઈ. આનો આ ભાવ છે ને લાદીનો ભાવ છે ને ઢીકણાનો ભાવ છે, ઈનું છે શીખ્યો. પાંચ મણ જોઈતું હોય, દસ મણ જોઈતું હોય, પણ ઈના ઈ શબ્દો. આહાહા...!
અમારા માસ્તર હતા, “હીરાચંદ' માસ્તર. એ એમ કહેતા કે, અમે બધા માસ્તરો પંગુ.. શું કહેવાય? પંત. પંત. પંતુ છીએ. કારણ કે અમારે ઈનું ઈ શીખવવું, નવું કાંઈ નહિ. પહેલી ચોપડીમાં આ, બીજીમાં આ. હીરાચંદ માસ્તર હતા. રતિભાઈ રહે છે ને એના દિકરા. “રતિભાઈ ત્યાં “મુંબઈમાં રહે છે. અહીં માસ્તર હતા. આહાહા...! શું કહે છે?
મુમુક્ષુ :- આપ પણ ભાવ બતાવો છો નો
ઉત્તર :- કોણ બતાવે છે? એવી વાતું, બાપા! ઝીણી, ભાઈ! ભાષા ભાષાને કારણે નીકળે. ભાષાને જ્ઞાનનો અંશ અડે છે? અને ભાષાનું જે અસ્તિત્વ છે, સત્તા, એ રીતે જે સિદ્ધ કરી છે કે આ પર્યાય ભાષાની છે, હવે એને જ્ઞાનને કારણે આ ભાષા થાય તો આની સત્તા જે સિદ્ધ કરી એ તો રહેતી નથી. આહાહા.! આવું ક્યાંય મળે એવું છે ત્યાં મુંબઈ? રજનીભાઈ! આવી વાત. આહાહા..!
આ તો વસ્તુની સ્વયંસિદ્ધ સત્તાની સિદ્ધતા કરવી છે. આહાહા.. અને તે પણ અહીં તો જાણવાની પર્યાયની સત્તાને સિદ્ધ કરી છે. આહાહા.! સ્વપરને જાણવાની તાકાતવાળી એ શક્તિ છે એની શક્તિનો એક અંશ પરમાં, શેયમાં જાય તો અહીં સત્તાનું જે સામર્થ્ય સિદ્ધ કર્યું છે એ રહ્યું ક્યાં? આહાહા.. સમજાય એવું છે, હોં ભાષા કઈ એવી આકરી નથી. ભાષા તો સાદી છે. આહાહા...! અરે.! શેના અભિમાન એને, બાપુ? આહાહા...! થોડાઘણા જાણપણા જ્યાં ધારણાના થાય તો એને એમ થઈ જાય કે, આહાહા..! જાણે હું તો ક્યાં વધી ગયો! આહાહા...!
અહીં તો જ્ઞાનની પર્યાય આવી, સ્વપરને પૂરું જાણે તોપણ તે સત્તાનું અભિમાન નથી. કારણ કે એ તો એનો એટલો સ્વભાવ જ છે. હૈ? આહાહા...! અને સર્વજ્ઞ થાય તોપણ