________________
૩૯૮
કલામૃત ભાગ-૬
એ તો જે સ્વભાવ હતો તે સ્વભાવ આવ્યો છે, એ કંઈ નવો નથી, એ તો એનું સ્વરૂપ જ-સ્વભાવ જ છે. આહાહા...! સર્વજ્ઞ પરમાત્મા પોતે ભગવાન સ્વરૂપે ભગવાન છે આત્મા. આહાહા.. એની શક્તિમાંથી વ્યક્તતા સર્વજ્ઞની આવી એ પણ કંઈ નવી વાત નથી. એ તો એનું સ્વરૂપ એવડું હતું એવું એક પર્યાયમાં જાણવામાં આવ્યું. આહાહા.! નવા માણસને એવું લાગે કે, શું કહે છે આ? પકડાતું કાંઈ નથી આમાં. અરે! ભાઈ! તારા ઘરની વાતું છે, પ્રભુ તારું ઘર કેવડું છે એની વાત છે. તારું ઘર એવડું છે કે એક સમયની પર્યાયમાં તારું એવડું મોટું ઘર છે કે તારા પર્યાયનું તે તરફ લક્ષ કર્યા વિના, એને અડ્યા વિના... આહાહા.. તે જ્ઞાનમાં પોતાના સ્વભાવના સ્વપપ્રકાશકના સામર્થ્યથી પ્રકાશી રહ્યું છે. આહાહા.! એની સત્તાને પર સત્તાની સહાયની જરૂર નથી. આહાહા.! અરે.રે. એ જ્ઞાનની પર્યાયની સત્તાને દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી, કહે છે. આહાહા.!
સ્વભાવસ્થ શેષ વિ છે? સ્વભાવમાં શું બચ્યું? એમ કહે છે. “સત્તામાત્ર વસ્તુ નિર્વિભાગ.” નિર્વિભાગ એટલે ભાગ પડ્યા વિનાની વસ્તુ “એકરૂપ છે...” એમ. એમાં થોડો ભાગ પરમાં જાય અને થોડો ભાગ અહીં રહે, એમ છે એમાં? એમ. “નિર્વિભાગ એકરૂપ છે. જ્ઞાનનો પર્યાય નિર્વિભાગ એકરૂપ છે. જેના બે ભાગ થતા નથી.” આહાહા...! જો કદી.” “અચૂદ્રવ્ય મતિ” “અનાદિનિધન સત્તારૂપ વસ્તુ અન્ય સત્તારૂપ થાય.” બીજાના અસ્તિત્વમાં થોડું એનું પોતાનું અસ્તિત્વ જાય તો એનું અસ્તિત્વ રહ્યું ક્યાં? જેવડું છે એટલું તો રહ્યું નહિ. એટલે ખરેખર એ રહ્યું જ નહિ. આહાહા.! “તરી રવમાવ: વિરું રચા પહેલાં સાધેલી સત્તારૂપ વસ્તુનો સ્વભાવ શું રહ્યો...... આહાહા.! જોયું? પહેલી સત્તા સિદ્ધ કરી છે. જ્ઞાનપર્યાય સ્વપરને જાણવાના સ્વભાવવાળી તાકાતવાળી પર્યાય છે. એવી તો એની સત્તા સિદ્ધ કરી છે. હવે એમાંથી કોઈ અંશ પરમાં જાય તો એ સત્તા રહી ક્યાં? આહા...! પરને જાણવા પરમાં જાય, પરને જાણવા પરમાં જાય. અરેરે! દ્રવ્ય-ગુણને જાણવા દ્રવ્ય-ગુણમાં જાય. આહાહા! વીતરાગ વીતરાગ માર્ગ. આહાહા.! પરમેશ્વર ત્રિલોકનાથના વિરહ પડ્યા. આહાહા...! અને પાછળ આ વાત આવી રહી ગઈ છે. વિશેષ કહેવાશે. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ)