________________
કળશ- ૨૧૬
૩૯૯
મહા વદ ૩, શનિવાર તા. ૨૫-૦૨-૧૯૭૮.
કળશ-૨૧૬, ૨૧૭ પ્રવચન-૨૪૧
કળશટીકા ૨૧૬નો ભાવાર્થ. છેલ્લે છે ને? થોડો સૂક્ષ્મ વિષય છે, અનાદિનો અભ્યાસ નથી અને એમાં આ વાતો ઘણી સૂક્ષ્મ. આહાહા...! ભાવાર્થ છે? ડોક્ટર ભાવાર્થ છે? “ભાવાર્થ આમ છે કે-જેમ જીવદ્રવ્ય ચેતનાસત્તારૂપ છે...” શું કહે છે? આ ભગવાન આત્મા જે જીવ છે–આત્મા, એ તો ચેતના સ્વરૂપે છે. જાણન-દેખન સ્વરૂપ એનું છે. આહા...! તેનું સ્વરૂપ પરરૂપ નથી અને તેનું સ્વરૂપ રાગ-દ્વેષરૂપ નથી. આહાહા. ભગવાન અંદર ચૈતન્ય સ્વરૂપ જે આત્મા એ તો ચેતન-જાણન-દેખન સ્વરૂપ એનું છે. બીજી રીતે કહીએ તો જ્ઞાતા-દષ્ટાનો સ્વભાવ-સૂર્ય ચૈતન્યસૂર્ય છે. આહાહા.! જેમ પાણીનું પૂર ચાલે છે એમ અંદરમાં ચેતનાજાણન-દેખનનું પૂર-સ્વભાવ એનો ભર્યો છે. આહા.! સૂક્ષ્મ વાત છે. અનેક પ્રકારે અત્યારે તો વાત ચાલે છે, પણ આ વાત તો કોઈ બીજી જાતની છે.
ચેતના સ્વરૂપ છે. છે? “ચેતનાસત્તારૂપ છે....” આવ્યું હતું કાલે? ભાઈ! એ તો ચેતનાસત્તારૂપ-હોવાપણે છે. જાણન-દેખન સ્વભાવ અકૃત્રિમ અણકરેલ અનાદિઅનંત ચેતનાસત્તા સ્વરૂપ વસ્તુ છે. આહા! એ નિર્વિભાગ છે” શું કહે છે? કે, ચેતના સ્વભાવ સ્વરૂપ છે એમાં ભાગ નથી, નિર્વિભાગ છે. ભાગ નથી પડતા કે ચેતનાસત્તા પોતામાં રહે અને થોડી ચેતનાસત્તા પરમાં પણ જાય. આ શરીર, વાણી, મન તો જડ, ધૂળ છે એમાં પણ થોડી ચેતના જાય અને પોતામાં પણ રહે એવી ચેતના ભાગરૂપે નથી, એ તો નિર્વિભાગ છે. પોતામાં રહીને પોતાની સત્તામાં રહીને, પોતાને અને પરને પોતાની સત્તામાં રહીને જાણે છે પણ એ નિર્વિભાગ છે, એમાં કોઈ ભાગ નથી. આહાહા.! આવું ઝીણું તત્ત્વ. અભ્યાસ ન મળે, ડૉક્ટરા આ બધા બહારના અભ્યાસ કરી કરીને... આહાહા.!
અંદર અસ્તિ છે ને? મોજૂદગી ચીજ છે ને? ચેતના-જાણન-દેખન હયાતી મોજૂદગી ચીજ છે. એ ચીજ નિર્વિભાગ છે, નિર્ભાગ-ભાગ નથી. શેના? કે, એ પોતાના સ્વરૂપમાં પણ રહે અને થોડું સ્વરૂપ આ શરીર, વાણી, મનમાં પણ જાય. જાણવા માટે પરમાં જાય, એવો ભાગ નથી. આહાહા.! સમજાય છે કાંઈ? ઝીણી વાત છે, ભાઈ! આહા. અત્યારે તો આખી વાત ધર્મને નામે બીજી ચાલે છે. આ કરો ને આ કરો ને વ્રત કરો ને તપ કરો ને અપવાસ કરો. આહા..!
અહીંયાં તો પરમાત્મા સર્વજ્ઞ સ્વરૂપી આત્મા. આત્મા સર્વજ્ઞ સ્વભાવીશ-સ્વભાવી કહો,