________________
૪૦૦
કલશામૃત ભાગ-૬
સર્વજ્ઞ સ્વભાવ કહો, પૂર્ણ જ્ઞાન કહો. આહા.! એકરૂપ અભેદ જ્ઞાનસ્વભાવી પ્રભુ, એની અનાદિથી ખબર નથી. એ ચેતનાસત્તા નિર્વિભાગ છે, એના બે ભાગ પડે એમ નથી. આહા...! છે?
તે ચેતનાસત્તા જો કદી પુદ્ગલદ્રવ્ય-અચેતનારૂપ થઈ જાય તો ચેતના સત્તાનો વિનાશ થતો કોણ મટાડી શકે છે ને? આહા.! શું કહે છે? પોતાની સત્તા ચેતન છે, એમાં આ શરીર, વાણી પુદ્ગલ જડ છે એ તો એમાં છે નહિ, તો એ ચેતનાસત્તા જો અચેતન જડમાં જાય તો પોતાની ચેતનાસત્તાનો તો નાશ થઈ જાય છે. સમજાય છે કાંઈ? જેમ આંખમાં જાણવાનો ભાવ છે, અંદર જ્ઞાનમાં, એ પરને જાણે પણ એ પરને જાણવા આંખનો જ્ઞાનનો ભાગ પરમાં જાતો નથી. પરમાં પ્રવેશ કરતો નથી. આહાહા.! પોતામાં રહીને પોતાનું અને પરનું જાણપણું પોતાના સ્વભાવમાં રહે છે. બહુ સૂક્ષ્મ. આહાહા.! કદી અભ્યાસ કર્યો નથી. અનંતકાળમાં આ ચેતનસત્તા ભગવાન અંદર પૂર્ણાનંદનો નાથ પૂર્ણમ્ ઇદમ્ એ તો આવે છે ને? તમારા વૈષ્ણવમાં પણ આવે છે. પૂર્ણમ્ ઇદમ્ પૂર્ણ વસ્તુ, અંદર પૂર્ણ સ્વભાવ, પરિપૂર્ણ જ્ઞાન, આનંદ એવી સત્તાથી–હોવાપણાથી પરિપૂર્ણ પ્રભુ અંદર છે. એની એને ખબર નથી. આહાહા...! એવી ચેતનસત્તા પુદ્ગલનો-અચેતનને જાણે પણ જો જાણવામાં જ્ઞાન અચેતન થઈ જાય તો ચેતનનો નાશ થઈ જાય છે. આહા! શું કહે છે?
ચેતનસત્તા જ્ઞાનસ્વરૂપ ભગવાન એ જો આ શરીરને જાણવામાં શરીરમાં પેસી જાય તો ચેતન અચેતન થઈ જાય. આ તો જડ છે. આહાહા...! પોતાની સત્તામાં રહીને સ્વને અને પરને જાણવું એ તો પોતાનો સ્વપપ્રકાશક સ્વભાવ છે, પણ પરનો પ્રકાશ કરવામાં પરમાં પ્રવેશ કરે તો પોતાની ચેતનસત્તાની પૂર્ણતા છે તેના તો ભાગ પડી જાય. “ચંદુભાઈ! આવું ઝીણું છે. કોઈ દિ અભ્યાસ ન મળે, ધર્મને નામે અભ્યાસ ન મળે. બહારના કડાકૂટ. આહાહા..!
પ્રભુ ચેતન જાણન-દેખન સ્વભાવથી પરિપૂર્ણ ભાગ પાડ્યા વિના નિર્વિભાગપણે બિરાજે છે. આહાહા.! એ ચેતનસત્તા પરને જાણવા કાળે પરમાં પ્રવેશ કરે તો પોતાની ચેતનસત્તાની પૂર્ણ સત્તા છે તેના ભાગ પડી જાય, તો નાશ થઈ જાય. આહાહા...! આ નિયમ આકરા પડે. ઓલું તો આ વ્રત કરો ને ધ્યાન કરો. પણ શેના ધ્યાન? વસ્તુ સમજ્યા વિના! વસ્તુ શું ચીજ છે અને કેવી રીતે છે એ જાણ્યા વિના ધ્યાન કોનું? આહાહા.!
અહીં કહે છે કે, ચેતન ભગવાન અચેતન થઈ જાય. જો અચેતનને જાણવામાં અચેતનપણામાં પેસે તો. “ચેતનાસત્તા જો કદી પુદ્ગલદ્રવ્ય-અચેતનારૂપ થઈ જાય તો ચેતનાસત્તાનો વિનાશ થતો કોણ મટાડી શકે? આહાહા...! પોતાની ચેતના સત્તાના હોવાપણામાં, પોતાનું હોવાપણું, જડને જાણવામાં પોતાના હોવાપણાનો ભાગ જો એમાં જાય તો આ ચેતનસત્તાનો તો નાશ થઈ જાય. પરિપૂર્ણ ચેતનસ્વભાવ સ્વ-પર જાણવાની સત્તા રાખે છે