________________
કળશ- ૨૧૬
૪૦૧
એ પરને જાણવામાં પરમાં પ્રવેશ કરે તો પોતાની ચેતનસત્તાનો નાશ થઈ જાય છે. આહાહા...! પરનું કરી શકતો તો નથી.
ચેતનસત્તા ભગવાન આત્મા. ભગનો અર્થ સંસ્કૃતમાં લક્ષ્મી થાય છે. ભગ-આનંદ અને જ્ઞાન જેની લક્ષ્મી, વાન નામ રૂ૫. જ્ઞાન અને આનંદ જેનું રૂપ છે. ભગવાન, ભગવાન, ભગ નામ જ્ઞાન ને આનંદ જેની લક્ષ્મી, વાન નામ એનું સ્વરૂપ છે. આહાહા. પણ અનાદિકાળથી એની એને ખબર નથી. આ પરનું આ કર્યું ને આ કર્યું ને આ કર્યું. સમજાય છે કાંઈ? આ દવા કરી ને ફલાણું કર્યું. એ કરી શકતો નથી, એમ કહે છે. ડૉક્ટરા દવાબવા કરી શકતો નથી, એમ કહે છે. આહાહા.! જાણી શકે છે. થાય છે તેને જાણી શકે છે, પોતામાં રહીને. પરમાં પ્રવેશ કર્યા વિના જે કાંઈ ક્રિયા થાય છે તેને પોતામાં રહીને, પરને સ્પર્શ કર્યા વિના પરને જાણે છે અને જાણવામાં પોતાની દશા પરમાં એકે અંશે જાતી નથી. આહાહા.! આવી વાત છે. એટલામાં એ કહ્યું છે . છે ને? આહાહા...!
પરંતુ વસ્તુનું સ્વરૂપ એવું તો નથી,.” આહા.! શું કહે છે? કે, ચેતન ભગવાન ચેતના સ્વરૂપ, એ પરને જાણવામાં પોતાનો અંશ પરમાં જાય છે એવું તો વસ્તુનું સ્વરૂપ છે નહિ. આહાહા.. જ્ઞાન આમ અગ્નિને જાણે છે, પણ જ્ઞાન અગ્નિમાં પ્રવેશ કરતું નથી. જ્ઞાન અરૂપી ચૈતન્ય અગ્નિમાં પ્રવેશ કરે તો તો રૂપી થઈ જાય. જાણવું પોતાની ચેતનસત્તામાં– પોતાનો આત્મા આનંદ છે, જ્ઞાન છે અને આ અગ્નિ છે એમ પોતાની સત્તામાં રહીને સ્વપરનું જાણવું થાય છે, પણ પરને જાણવામાં પોતાનું જ્ઞાન પરને સ્પર્શતું નથી. પરનેઅગ્નિને સ્પર્શે તો તો અરૂપી જ્ઞાન બળી જાય. બહુ ઝીણી વાત છે, બાપુ! આ તો લોજીક, સર્વજ્ઞના કુદરતના નિયમોના બધા લોજીક છે. કાયદા બહુ ઝીણા, એણે અનંતકાળમાં કદી સાંભળ્યા નથી. સાંભળ્યા હોય તો અંદર રુચિ કરી નથી, શું ચીજ છે અંદર? દેહમાં બિરાજે છે. આ તો દેહદેવળમાં ભગવાન અંદર પૂર્ણાનંદનો નાથ પ્રભુ, પૂર્ણ જ્ઞાનશક્તિથી ભરેલો એવી શક્તિ પરને જાણવામાં પોતાનો અંશ જો ત્યાં ચાલ્યો જાય તો આત્માની ચેતનસત્તાનો ભાગ પડી જાય. ભાગ પડી જાય તો આખી અખંડ (વસ્તુ) છે તેનો નાશ થઈ જાય. આહાહા...! સમજાય છે કાંઈ? આહાહા..!
વસ્તુનું સ્વરૂપ એવું તો નથી, તેથી જે દ્રવ્ય જેવું છે, દ્રવ્ય એટલે વસ્તુ. જેમ ચેતનદ્રવ્ય ચેતન છે, જડ જડરૂપ છે, જેવું દ્રવ્ય જેવું છે, જે રીતે છે...” જે દ્રવ્ય જેવું છે, જે રીતે છેઆહાહા. ચેતના, ચેતનારૂપ છે. એ ચેતના જે રીતે છે કે પોતાના જાણન-દેખન સ્વભાવરૂપ છે અને જડ જડરૂપ છે. તો જડ કેવું છે? પોતાને અને પરને જાણતું નથી ઈ જડ છે, માટી–ધૂળ છે. એ બને ભિન્ન સત્તા છે. આહાહા...! સમજાય છે કાંઈ? આવું છે. ધર્મને બહાને પણ આ વસ્તુ લોકોને સમજાતી નથી.
‘દ્રવ્ય જેવું છે,” છે ને? આત્મા અને જડ જેવા છે અને જે રીતે છે,... આહાહા...!