________________
૪૦૨
કલશામૃત ભાગ-૬
આ તો મહાસિદ્ધાંત છે, આ કાંઈ કથા-વાર્તા નથી. આ તો મહાસિદ્ધાંત છે. સિદ્ધ-વસ્તુ સિદ્ધ થઈ ચૂકેલી ચીજ છે. આહાહા.! સમજાય છે કાંઈ? “શશીભાઈ! “તે તેવું જ છે, અન્યથા થતું નથી.” આહાહા! ભગવાન આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ છે, જેવું છે, જે રીતે છે એ જ્ઞાન પ્રકારે છે, આનંદ પ્રકારે છે. તેવું જ રહે છે. આહાહા..! “અન્યથા થતું નથી.” એ ચેતનસત્તા શરીરરૂપે નથી થતી, રાગરૂપે નથી થતી. આહાહા. રાગ આવે છે પણ રાગ છે, વિકલ્પ છે એ અચેતન છે અને ભગવાન ચેતનસ્વરૂપ આત્મા છે, તો એ ચેતનસત્તા રાગને જાણે છે પણ રાગરૂપ થતી નથી. આહાહા.! સમજાય છે કાંઈ
તે તેવું જ છે, અન્યથા થતું નથી.” ભગવાન જ્ઞાનસ્વરૂપ છે તે અન્યથા થતું નથી. આહાહા...! પરના પ્રવેશમાં જાય છે, એમ થતું નથી. આહાહા. એ તો પરથી ભિન્ન રહીને પોતાની સત્તામાં સ્વપરને જાણવાનું સામર્થ્ય છે તો પરને જાણે છે, પણ પરમાં પ્રવેશ કરીને જાણે છે એમ નથી. આહાહા...! ભાષા સમજાય છે? ભાવ તો બહુ સૂક્ષ્મ છે. આખી જિંદગીમાં સાંભળ્યા નથી એવા છે. આહાહા...!
માટે જીવનું જ્ઞાન સમસ્ત શેયને જાણે...” છે. એટલે અહીં સિદ્ધ કરવું છે. જીવનું જ્ઞાન, વસ્તુ જ્ઞાનસ્વરૂપ ભગવાન, એ બધા શેયને જાણે છે “તો જાણો, તથાપિ જીવ પોતાના સ્વરૂપે છે.” એ પરરૂપે કદી થતો નથી. આહાહા.! આ આંગળી છે. સ્વપણે છે. આ આંગળીપણે બીજી આંગળીપણે) નથી. પોતાપણે છે, પરપણે નથી. તો એનું અસ્તિત્વ ટકી રહ્યું છે. શું કહ્યું? ફરીને, આ આંગળી છે તે પોતાથી છે, આ બીજી આંગળીથી નથી. પોતાથી છે અને પરપણે નથી, તો પોતાની સત્તા પરથી ભિન્ન ટકી રહી છે.
મુમુક્ષુ – આંગળી જુદી છે પણ એક ડૉક્ટરને બીજો ડૉક્ટર પણ...
ઉત્તર :- એ એક ડૉક્ટર બીજા ડૉક્ટરપણે થતા નથી અને એનો આત્મા શરીરપણે થતો નથી. એક ડૉક્ટરના આત્મામાં બીજા ડૉક્ટરના આત્મારૂપનો અભાવ છે. એ માટે તો દૃષ્ટાંત દઈએ છીએ. ડોક્ટર “ગાંગુલીમાં આ ડોક્ટરભાઈનો અભાવ છે.
મુમુક્ષુ :- “ગાગુંલી'માં આ ડૉક્ટરનો અભાવ છે અને આ ડૉક્ટરમાં “ગાંગુલીનો અભાવ છે.
ઉત્તર :- બેયમાં અભાવ છે. એનો એમાં અભાવ છે, એમાં એનો અભાવ છે. તો તો પોતાની સત્તા પરથી ભિન્ન રહી શકે છે. આહાહા. પોતાથી પણ છે અને પરથી પણ છે તો પરમાં પેસી જાય, પોતાની સત્તા ભિન્ન રાખી શકે નહિ. લોજીક છે, આ જરી સૂક્ષ્મ છે. સમજાય છે કાંઈ? આહાહા... દુનિયા તો કેમ ચાલે છે બધી વાતું ઘણા વખતથી ખબર છે ને, બાપા આહાહા.! આ આખો વિષય જ જુદો છે કોઈ. અંતરનો વિષય અપૂર્વ અનંતકાળમાં કદી સાંભળ્યો નથી, સમજ્યો નથી. ચોરાશી લાખમાં રખડી મર્યો છે એમ ને એમ. આમ કર્યું ને તેમ કર્યું કરતા કરતા ચોરાશી લાખ યોનિ, એક એક યોનિમાં