________________
કળશ-૨૧૬
૩૮૭
તેને પણ જાણે અને પોતાથી પરશેય છે એને જાણવાનો સ્વભાવ પોતાનો છે. એને જાણે એમ કહેવું એ વ્યવહાર છે, પણ પોતે સ્વપ૨ને જાણે. એવા એના અસ્તિત્વના પર્યાયનો સ્વભાવ છે. શેય જાણે છે માટે શેયનું જ્ઞાન છે અહીં, એમ નથી. જ્ઞાન એને જાણે છે માટે શેય જ્ઞાનમાં આવી જાય છે એમ નથી. આહાહા..! ભારે, ભાઈ! છે?
એક સમયમાં દ્રવ્ય-ગુણ-પર્યાય ભેદ સહિત જેવી છે તેવી જાણે છે.' જ્ઞાનનો સ્વભાવ એવો છે કે પર્યાયમાં પણ એવો સ્વભાવ છે કે સ્વ ને ૫૨ જે પદાર્થ છે તેને એક સમયમાં પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય અને પરના દ્રવ્ય-ગુણ-પર્યાય બેયને એક સમયમાં જાણે તેવું તેનું સ્વરૂપ છે. આહાહા..! સમજાણું કાંઈ? એક સમયમાં દ્રવ્ય-ગુણ-પર્યાય ભેદ સહિત... પાછું, એમ. દરેક દ્રવ્ય દ્રવ્યરૂપે છે, ગુણ ગુણરૂપે, પર્યાય પર્યાયરૂપે છે) એમ ભેદ જેવો છે એ રીતે જાણે. અસ્તિપણે સત્તાપણે સિદ્ધ થયેલ છે એ સ્વ ને પ૨ને જાણવું આહાહા..!
અંદર તો ભગવાન પરમાત્મસ્વરૂપ છે, આ આત્મા. શ-સ્વભાવી પરમાત્મ સ્વરૂપ છે. એ સર્વ એમાં આવ્યું છે એટલે જરી સ્વ અને ૫૨ ભેગા એમાં નાખ્યા. સમજાણું કાંઈ? ૫૨ અને સ્વ જાણવાની સત્તામાં રહીને પોતાના જાણવાના અસ્તિત્વમાં રહીને પોતાના જાણવાની મોજૂદગીમાં રહીને દ્રવ્ય-ગુણમાં પેસતું નથી અને દ્રવ્ય-ગુણને જાણે. હેં?
મુમુક્ષુ :- ક્યા આત્માની વાત છે?
ઉત્તર ઃ- આ આત્માની વાત અંદર તમારો છે એની. શેઠ! તેથી પહેલું કહ્યું ને કે, દરેક આત્મા સર્વજ્ઞ પરમાત્મ સ્વરૂપ જ છે. આહાહા..! અરે..! કેમ એને બેસે?
...
સ્વ અને પ૨ને પરિપૂર્ણ રીતે જાણે એવો જ એનો સર્વજ્ઞ સ્વભાવ સ્વરૂપ છે. દરેક આત્માની વાત છે આ. અરે..! એણે જોયું નથી. પર્યાય જે છે, સ્વ અને ૫૨ને જેવું જેવું જેટલું સ્વરૂપ તેવું તેનું તે બરાબર જાણે. આહાહા..! એક સમયમાં જાણે, અહીં લીધું છે. ભલે શ્રુતજ્ઞાન હોય પણ એક સમયમાં જાણવાની તાકાત છે એની. આહાહા..! પોતાના સ્વભાવ સિવાય પદ્રવ્યનું કાંઈ કરવું, એક પર્યાયનું ફેરવવું એમાં નથી. આહાહા..! અહીં તો ઇ કહેશે. દાખલો આપશે.
જ્ઞાનના સંબંધથી જ્ઞેયવસ્તુ જ્ઞાન સાથે સંબંધરૂપ નથી...' શું કીધું ઇ? જે જાણવા યોગ્ય પદાર્થ છે, અરે..! સ્વ અને ૫૨ બેય. આહાહા..! એ જ્ઞાનના સંબંધથી શેયવસ્તુ જ્ઞાન સાથે સંબંધરૂપ નથી... આહાહા..! શેય તો બે પ્રકારે કહ્યા ને? હૈં?
મુમુક્ષુ :– પરની સાથે સંબંધ નથી, પર્યાય સાથે તો સંબંધ છે.
ઉત્તર :– અહીં એ નથી. સ્વપર સાથે જાણે છે, બપોરે એમ આવ્યું હતું. મુમુક્ષુ ઃપોતામાં તન્મય થઈને નથી જાણતું.
ઉત્તર ઃ- તન્મય છે નહિ, ભિન્ન જ છે પર્યાય. ઝીણી વાતું બહુ, બાપા! મુમુક્ષુ :- પ્રદેશથી તો તન્મય છે ને?