________________
૩૮૬
કિલશામૃત ભાગ-૬
છે, તે ચેતનાસત્તા જો કદી પુદ્ગલદ્રવ્ય-અચેતનારૂપ થઈ જાય તો ચેતનાસત્તાનો વિનાશ થતો કોણ મટાડી શકે ? પરંતુ વસ્તુનું સ્વરૂપ એવું તો નથી, તેથી જે દ્રવ્ય જેવું છે, જે રીતે છે, તે તેવું જ છે, અન્યથા થતું નથી. માટે જીવનું જ્ઞાન સમસ્ત શેયને જાણે છે તો જાણો, તથાપિ જીવ પોતાના સ્વરૂપે છે. ૨૪-૨૧૬.
મહા વદ ૨, શુક્રવાર તા. ૨૪-૦૨-૧૯૭૮
કળશ-૨૧૬ પ્રવચન-૨૪૦
કળશટીકા ૨૧૬ છે ને?
(ભન્દાક્રાન્તા) शुद्धद्रव्यस्वरसभवनात्किं स्वभावस्य शेषमन्यद्रव्यं भवति यदि वा तस्य किं स्यात्स्वभावः । ज्योत्स्नारूपं स्नपयति भुवं नैव तस्यास्ति भूमिर्ज्ञानं ज्ञेयं कलयति सदा ज्ञेयमस्यास्ति नैव ।।२४-२१६।।
શું કહે છે? જુઓ! “સતા જ્ઞાનં શેયં વનતિ કરી રૅય ન મસ્તિ વ’ આત્મા સ્વરૂપે સર્વજ્ઞ પરમાત્મ સ્વરૂપ છે. આત્મા સર્વજ્ઞ સ્વભાવી પરમાત્મ સ્વરૂપ છે. એ પરને જાણે, કહે છે. “સર્વ કાળ જ્ઞાન અર્થાતુ અર્થગ્રહણશક્તિ...” એનો સ્વભાવ તો પદાર્થને જાણવું (એ છે). ગ્રહણ એટલે જાણવું. અર્થગ્રહણ-સ્વ અને પર, એવા અર્થનું ગ્રહણ, પદાર્થનું જાણવું એની શક્તિ છે. આહાહા.!
ભગવાન આત્મા તો સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ, એને તો સ્વ અને પર પદાર્થને જાણવાની શક્તિ છે. આહાહા.! પરનું કંઈ કરવું એ તો છે નહિ. પરને જાણવું એથી જ્ઞાનના પર્યાયનું જે અસ્તિત્વ છે એનો અંશ કંઈ શેય તરફ અંદર જાય છે? જ્ઞાનસ્વરૂપ જે અસ્તિત્વ સત્તા છે, જ્ઞાનસ્વભાવી સર્વજ્ઞ સ્વભાવી પરમાત્મા પોતે એમ એની સત્તાનું સિદ્ધ થવું, એની સત્તાનો કોઈ અંશ જાણવાના પદાર્થમાં પેસે છે? સમજાણું કાંઈ? આહાહા...!
અર્થગ્રહણશક્તિ...” શેયના બે પ્રકાર. “સ્વપરસંબંધી સમસ્ત શેયવસ્તુ...” સ્વ પણ જોય. આહાહા...! જ્ઞાનની પર્યાયમાં જાણવાની શક્તિ છે એ સ્વ નામ જ્ઞાયકભાવ પરિપૂર્ણ પ્રભુ