________________
કળશ-૧૯૮
૧૬ ૧
રાગાદિ અશુદ્ધભાવ થાય છે તેનો પણ જ્ઞાયકમાત્ર, જ્ઞાયકમાત્ર (છે). આહાહા.! સમજાય છે કાંઈ?
મિથ્યાષ્ટિની જેમ સ્વામીરૂપ નથી.” આહાહા...! મિથ્યાષ્ટિને તો રાગનું સ્વામીપણું હોય છે. રાગ મારો છે અને રાગથી, શુભ કરતા કરતા મારું કલ્યાણ થશે એમ માને છે તો) એ મિથ્યાષ્ટિ છે, તેનું તેને સ્વામીપણું છે. પોતાનો સ્વસ્વામીસંબંધપણાનો સંબંધ છોડીને રાગનો સ્વસ્વામી થયો. આહાહા...! સમજાય છે કાંઈ? મિથ્યાષ્ટિની જેમ સ્વામીરૂપ નથી. વળી કેવો છે?” “શુદ્ધવિમાનિયતઃ સમ્યગ્દષ્ટિ “શુદ્ધ ચૈતન્યવસ્તુમાં... “નિયતઃ ‘આસ્વાદરૂપ મગ્ન છે. આહાહા.! જુઓ! “નિયતઃ'નો અર્થ નિશ્ચય કર્યો છે ને? “નિયતઃ એટલે નિશ્ચય. નિશ્ચયનો અર્થ પોતાના આનંદનો સ્વાદ છે. આહાહા.! વસ્તુ સ્વરૂપના સ્વાદનો અહીંયાં નિયતઃ અર્થ કર્યો. આહાહા...! રાગના સ્વાદનું કર્તા-ભોક્તાપણું છોડી સમ્યગ્દષ્ટિ નિજ સ્વરૂપનો સ્વાદિષ્ટ છે. આહાહા.! ઝીણી વાતું છે, હસમુખભાઈ! “મુંબઈમાં કાંઈ મળે એવું નથી. આહાહા..! હેરાન હેરાન થઈને મરી જાય મફતના. પછી કરોડપતિ, દસ કરોડ ને ધૂળ કરોડ. આહાહા...! આહાહા...!
આવો ભગવાન અંદર... કહે છે, ઈ તો નિયતઃ “શુદ્ધ ચૈતન્ય વસ્તુમાં... “નિયતઃ આસ્વાદરૂપ મગ્ન છે. આહા...! “શા કારણથી?” રાવે નયોઃ કમાવા શું કારણે એવો છે? રાગને કરવું અને ભોગવવું એવો ભાવ “સમ્યગ્દષ્ટિ જીવને મટ્યા છે.” “કમાવા છે ને? આહાહા...! કેમકે રાગ ઉપરની દૃષ્ટિ છૂટી ગઈ. દૃષ્ટિ જેમાં રાગ નથી ત્યાં દૃષ્ટિ લાગી ગઈ છે-ધ્રુવ ઉપર. આહાહા.! તો એમાં તો રાગ નથી, તો રાગનો કર્તા-ભોક્તા મટી ગયો. આહાહા! “અમાવા’ લીધું ને? “રાવેવાયો: સમાવત’..
ભાવાર્થ આમ છે કે મિથ્યાત્વ સંસાર છે. હવે જોર આપે છે. મિથ્યાત્વ એ સંસાર છે. આહાહા.! રાગને પોતાનો માનવો ને રાગથી લાભ માનવો ને રાગ ઉપર દૃષ્ટિ છે એ સંસાર, મિથ્યાત્વ છે. એ જ સંસાર છે. સંસાર છોડ્યો એમ કહે છે ને? બાયડી, છોકરી, કુટુંબ છોડડ્યા તો સંસાર છોડ્યો. નહિ. નહિ. નહિ. સંસારપર્યાય પોતાથી ભિન્ન નથી રહેતી. સંસાર પર્યાય છે, તો પોતાની પર્યાય પોતાથી ભિન્ન નથી રહેતી. વિકારી પર્યાય પોતામાં છે એ સંસાર છે. આહાહા... “મિથ્યાત્વ મટતાં જીવ સિદ્ધસદુશ છે. આહાહા.... મિથ્યાત્વનો નાશ થતાં સિદ્ધસદુશ છે. સિદ્ધપણું ભલે હજી નથી પણ સિદ્ધસદ્દશ કહેવામાં આવ્યું છે. વિશેષ કહેશે....
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવા)