________________
૧૬ ૨
કલશામૃત ભાગ-૬
પોષ વદ ૧૦, શુક્રવાર તા. ૩-૦૨-૧૯૭૮.
કળશ-૧૯૮, ૧૯૯ પ્રવચન-૨૨૨
કળશટીકા ૧૯૮ (કળશના) છેલ્લા થોડા શબ્દ છે ને? ૧૯૮ ભાવાર્થ. “ભાવાર્થ આમ છે કે મિથ્યાત્વ સંસાર છે;” પાઠમાં “મુવર વ’ કહ્યું છે ને? છેલ્લો શબ્દ. સંસાર કોઈ આત્માની પર્યાયથી ભિન્ન નથી રહેતો. સંસાર એ આત્માની ભૂલ છે તો ભૂલ પોતાથી ભિન્ન નથી રહેતી. એ ભૂલ શું? રાગની એકતાબુદ્ધિ. “રવેવન’ પાઠ) છે ને? રાગનું કરવું અને ભોગવવું તેનાથી રહિત ભાવ એ સમ્યગ્દષ્ટિ. અને રાગનું કરવું અને ભોગવવું એ મિથ્યાષ્ટિ. એ મિથ્યાત્વ એ જ સંસાર છે. કહે છે ને, સ્ત્રી, કુટુંબ છોડીને, દુકાન છોડી એણે સંસાર છોડી દીધો. હું પણ સંસાર એમાં ક્યાં હતો? પરના ત્યાગઉપાદાનશૂન્યત્વ શક્તિ. આત્મામાં એવી એક શક્તિ છે કે પરના ત્યાગ કે ગ્રહણ એમાં છે જ નહિ. પરના ત્યાગગ્રહણ કેવી રીતે હોય? એ તો અનાદિથી છે જ. પરનો ત્યાગ છે, ગ્રહણ તો છે નહિ. પરના ત્યાગગ્રહણ રહિત એવી શૂન્યત્વ શક્તિ આત્મામાં છે. ૪૭ શક્તિમાં ત્યાગઉપાદાનશૂન્યત્વ શક્તિ એનું નામ છે. આહાહા.! અહીંયાં તો રાગનો ત્યાગ અને સ્વભાવનો અનુભવ, તેનું નામ ત્યાગ અને ગ્રહણ છે. સમજાય છે કાંઈ?
અહીંયાં કહે છે કે, જેણે રાગનો ત્યાગ કર્યો નથી. શેમાંથી પોતાની જ્ઞાનની પર્યાયમાંથી. રાગ જે દયા, દાન, વ્રત, ભક્તિનો વિકલ્પ છે તેનાથી જ્ઞાનની પર્યાય ભિન્ન કરી નથી) અને એકત્વ કર્યું. રાગને તાબે થઈને પર્યાયનું રાગની સાથે એત્વ કર્યું એ જ મિથ્યાત્વ છે અને એ જ સંસાર છે. આહાહા. અનંતકાળથી રખડે છે તો આ દૃષ્ટિથી રખડે છે. કહે છે કે, મિથ્યાત્વ એ સંસાર છે. છે ને? મિથ્યાત્વનો અર્થ આ. એની પર્યાયમાં નિશ્ચયથી તો ભગવાન એમ કહે છે કે, જ્ઞાનની પર્યાયમાં આબાળગોપાળ બધાને સ્વ જ જણાય છે. શું કહ્યું? આબાળગોપાળની જ્ઞાનની પર્યાયમાં... સમયસાર ૧૭ મી ગાથા, ૧૭-૧૮. - વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનની પર્યાયનું સ્વપપ્રકાશક સામર્થ્ય હોવાથી જ્ઞાનની પર્યાયમાં સ્વ જ જાણવામાં આવે છે. સ્વ વસ્તુ જ જ્ઞાનની પર્યાયમાં જણાય છે. અજ્ઞાનીને અને બધા આબાળગોપાળને. ત્યારે એવું કેમ જાણતો નથી? એ જ્ઞાનની પર્યાય જે છે, ભલે અજ્ઞાનીની પર્યાય હો પણ પર્યાયનો સ્વભાવ, જ્ઞાનની પર્યાય છે ને? તો જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વપપ્રકાશક છે ને? તો જ્ઞાનની પર્યાયમાં સ્વદ્રવ્યનું જ્ઞાન તો અજ્ઞાનીને પણ થાય જ છે. આર. આરે...આવી વાત.