________________
કળશ-૧૯૮
૧૬૩
૧૭-૧૮ ગાથા છે. આબાળગોપાળને જ્ઞાનની પર્યાયમાં... “સમયસાર ટીકામાં છે, મૂળ પાઠમાં થોડું છે. ટીકામાં છે–આબાળગોપાળ ૧૭ મી ગાથા છે ને?
जह णाम को वि पुरिसो रायाणं जाणिऊण सद्दहदि।। तो तं अणुचरदि पुणो अत्थत्थीओ पयत्तेण ।।१७।। एवं हि जीवराया णादवो तह य सद्दहेदव्वो।
अणुचरिदव्वो य पुणो सो चेव दु मोक्खकामेण ।।१८।। એના અર્થમાં ખુલાસો કર્યો. અસ્તિથી છે. ટીકામાં નાસ્તિથી ખુલાસો કર્યો. જ્યારે આવો અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા...” એની ટીકા “જ્યારે આવો અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા...” ત્રીજો પેરેગ્રાફ છે. “આબાળગોપાળ સોને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં... આહાહા.! શું કહ્યું? બધા જીવ, આબાળગોપાળ-બાળકથી માંડી વૃદ્ધ, બધાને તેમની જ્ઞાનની પર્યાયમાં શેય વસ્તુ છે તે જ જાણવામાં આવે છે. પોતાની ચીજ, હોં દ્રવ્ય. કેમકે જ્ઞાનની પર્યાયનો સ્વપપ્રકાશક સ્વભાવ હોવાથી આબાળગોપાળ બધાને સર્વ કાળ પર્યાયમાં પૂર્ણ દ્રવ્ય શેય છે તે જ જાણવામાં આવે છે છતાં તેની દૃષ્ટિ ત્યાં નથી. અજ્ઞાનીની દૃષ્ટિ રાગ ઉપર છે. દયા, દાન, વ્રતાદિનો જે શુભ રાગાદિ વિકલ્પ છે તેના ઉપર દૃષ્ટિ છે. તે કારણે પર્યાયમાં આખું શેય આખું તત્ત્વ દ્રવ્ય, પૂર્ણાનંદનો નાથ પ્રભુ પર્યાયમાં જાણવામાં તો આવે છે પણ તેની દૃષ્ટિ ત્યાં નથી, તેની દૃષ્ટિ ત્યાં રાગરુચિ, પર્યાયબુદ્ધિમાં રાગમાં છે તે કારણે તેને ખ્યાલમાં આવતો નથી. સમજાય છે કાંઈ?
મુમુક્ષુ :- જણાતું હોવા છતાં ખ્યાલમાં નથી આવતું?
ઉત્તર :- આ કહ્યું કે, અજ્ઞાનને કારણે ખ્યાલમાં નથી આવતું. કહ્યું ને એ તો? કે, રાગની રુચિના પ્રેમમાં જ્ઞાનની પર્યાયમાં આબાળગોપાળ બધાને આત્મા જ જાણવામાં આવે છે, આમ હોવા છતાં પણ. એમ અહીંયાં કહ્યું ને? જુઓને તેના અભાવને લીધે....” “અજ્ઞાની તેને “આ અનુભૂતિ છે તે જ હું છું. તેના અભાવને લીધે, નહિ જાણેલાનું શ્રદ્ધાન ગધેડાનાં શિંગડાંના શ્રદ્ધાન સમાન હોવાથી, જુઓ! “નિશ્ચયથી મૂઢ જે અજ્ઞાની. બંધના વિશે પર દ્રવ્યો) સાથે એકપણાના નિશ્ચયથી... આ ટીકા છે, બહુ સ્પષ્ટ છે. શું કહે છે? કે, આબાળગોપાળને. આબાળગોપાળ એટલે આ-બાળ (અર્થાતુ) બાળકથી માંડીને ગોપાળ નામ વૃદ્ધ. બધાને જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનનો સ્વભાવ સ્વપપ્રકાશક હોવાથી જ્ઞાનની પર્યાયમાં શેય
સ્વપ્રકાશમાં આવે છે. એ શેય જે પૂર્ણ દ્રવ્ય છે ને? એ જ સ્વપ્રકાશમાં આવે છે. અજ્ઞાનીને પણ આવે છે, આબાળગોપાળ બધાને. છતાં તેની દૃષ્ટિ ત્યાં નથી. દૃષ્ટિ એ રાગ ઉપર છે. રાગ દયા, દાન, વ્રત, ભક્તિ આદિ હું કરું, રચું, ભોગવું એ દૃષ્ટિ ત્યાં છે તો પર્યાયમાં પર્યાયવાન દ્રવ્ય જાણવામાં આવે છે છતાં તેની દૃષ્ટિમાં રાગ આવ્યો. આહાહા...! યશપાલજી'! સુક્ષ્મ છે ભગવાના વાત તો એવી છે. આહાહા..! ટીકામાં ઘણું સ્પષ્ટ કર્યું છે.